માલિક અને તેના સેવકો
– ટીકેવી દેસીક્ચર
પોરાણિક સમય માં, મહા ગુરુઓ પ્રભાવી ચેતના શક્તિ જાણવા ની દ્રષ્ટિ હોવાની સાથોસાથ ઘણાં જ વ્યવહારુ પણ હતાં. તેમનાં ઉપદેશો સરળ હતાં. તેઓ ઉચ્ચ મન ની કેળવણી માટે પ્રોત્સાહન આપતાં અને સાથે એ પણ સમજાવતા કે આ અંતિમ ચરણ નથી. જયારે એક સમર્થ હ્રદય, અગ્રેસર રહી ને આપણા કાર્ય ને દોરે, ત્યારે ઉચ્ચ મન ખરેખર કામમાં આવે. આજકાલ તો એવું છે કે હ્રદય બીજા સ્થાન પર પણ નથી આવતું, અગ્રેસર ની વાત જ ક્યાં રહી. જયારે હ્રદય પ્રધાન બને છે, ત્યારે, આપણી પ્રવૃત્તિઓ પહેલાં કરતાં જુદી થવા લાગે છે. વિવેકબુદ્ધિ દ્વારા આપણા પ્રયોજન, કાર્યો અને તેનું ફળ અલગ આકાર પામે છે.
એક ઉચ્ચ મન એ જ્યાં વિવેકબુદ્ધિ કાર્યકારણ વચ્ચે નો તફાવત પારખી શકે, સજગ અને સુષુપ્ત વચ્ચે નો, ખાસ કરી ને ‘માલિક’ અને તેના ‘સેવક’ વચ્ચેનો. રચયતા એ ક્યાંક એવું ઠરાવ્યું છે કે આપણે વિવેકબુદ્ધિ ની આ યાત્રા, હ્રદય, માલિક છે તેવી કદર થાય તેને માટે કરીએ. શરીર અને ઇન્દ્રિઓ નું સંચાલન મન કરે છે- પોતાના વિવિધ વિભાગો દ્વારા, ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ – આ બધાં સેવકો છે. માલિક એક રહસ્યમય રીતે આ ગુંચવણ વાળી રચના ને પોષે છે. મનની પાર થઈ ને તે બધુંજ સંભાળે છે, પણ તેને જોવાં કે કાર્ય કરવા આ સાધન ની જરૂર છે. વિવેકબુદ્ધિ ધ્યાન સાધના થી વૃદ્ધિ પામે છે અને હ્રદય ની અગ્રેસર તા નો રસ્તો બનાવે છે. ત્યારબાદ આપણા કામો અલગ રીતે થવા લાગે છે.
ધ્યાન ને વખતે હ્રદય દ્રષ્ટિગોચર થાય છે, અને આપણે તેને માટે તૈયાર રહેવું જોઈએ. જે સાધના આપણને મન ના અગાધ સામર્થ્ય તરફ લઇ જાય છે તે જ ક્યારેક હ્રદય ના અનુભવ થી આપણને વંચિત રાખે છે. આપણે આ અતિ મહત્વ ના અંગ ને નજરઅંદાજ કરીએ છીએ જયરે આપણે મન અને બુદ્ધિ સાથે અને તેને વિકસાવતા સાધન સાથે રત રહીએ છીએ. ધ્યાન ના અનુભવ થી ઉદ્ભવતો સંકેત આપણે ગુમાવીએ છીએ/ ધ્યાન ના અનુભવ માં આપણે ઉદ્ભવતો સંકેત ગુમાવીએ છીએ.
“જે અતિ સુંદર છે, તે હંમેશ છુપું છે” એવી એક કહેવત છે. જયારે આપણે પૂર્ણ રીતે ખુલ્લા અને તૈયાર હોઈએ ત્યારે ધ્યાન નો આ મહત્વ નો ભાગ આપણને હ્રદય સાથે ના ઊંડા સંબંધ સુધી લઇ જાય છે. જો આપણે ખરેખર જીવન તરફ જોઈએ તો દેખાશે કે જીવનની દરેક ક્ષણ માં કશુંક અસામાન્ય બની રહ્યું છે, અને આ જોવાં આપણે અજ્ઞાત માટે ખુલવું પડશે. આ વલણ અને ધ્યાન કરવા ની વિકસિત શક્તિ આપણી સામે દેખીતી રીતે નીરસ લાગતા બનાવો કેવા બોધક છે તે પ્રગટ કરશે. આ અનુભવો આપણા હ્રદય ને બુદ્ધિ જેટલું જ ફળદ્રુપ બનાવશે અને આપણને એક નવી સમજણ પ્રદાન કરશે.
જયારે બે વ્યક્તિઓ આ બંને પક્ષ ની સમજણ ધરાવતા હોય અને મળે ત્યારે, વસ્તુસ્થિતિ સરળ લાગે છે અને મુશ્કેલીઓ નું ઝડપથી નિવારણ થાય છે. બીજી બાજુ જો બે બુદ્ધિજીવીઓ મળે જે માત્ર બુદ્ધિ દ્વારા જ સમજે છે તો વસ્તુસ્થિતિ વધું ગુંચાઈ છે અને મુશ્કેલી ઓ વર્ષો સુધી હલ નથી થતી. ધ્યાન દ્વારા આપણે આનંદિત, આપણા હ્રદય ની નજીક પહોંચવા જોઈએ અને જીવન વધું સરળ બનવું જોઈએ.
જયારે હ્રદય અગ્રિમતા પામે છે, ત્યારે આપણી અંદર થી કંઇક ઝળકી ઉઠે છે અને તે આપણા કાર્ય ફળ ઉપર અસર કરે છે. આપનો આંતરિક વિસ્તાર આપણી આજુબાજુ ની વસ્તુઓ અને જે વ્યક્તિઓ ને આપણે મળીયે તેના પર અસર ઉભી કરે છે. ભલે આપણે હજું ખોજી છીએ, પણ કંઇક રહસ્યમય તત્વ આપણા દ્વારા કામ કરે છે અને આપણા કાર્ય થી થતી આપણા વાતારવણ ઉપર ની અસર નું નિર્માણ કરે છે. સેવા નું ઉત્કૃષ્ટ ભાવ આપણા અંતર માંથી ઉભરાય ને છલકે છે. અને આપણને જેની ખોજ છે તે આપણને શોધવા માંડે છે.
-ટીકેવી દેસીક્ચર વિશ્વવિખ્યાત યોગગુરુ છે. તેમનાં પુસ્તક "What Are We Seeking" માંથી ઉદ્ધૃત
મનન ના પ્રશ્નો:
૧.) માલિક અને સેવકો વચ્ચે ના તફાવત વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) એવો કોઈ પ્રસંગ વર્ણવો જયારે તમે બુદ્ધિ અને હ્રદય બેય દ્વારા સમજણ મેળવી હોય
૩.) હ્રદય અને મન ને સંકલિત કરવા તમને શું મદદ કરે છે?