You Are Saved By Your Love

Author
Michael Damian
44 words, 21K views, 6 comments

Image of the Weekતમારો પ્રેમ તમને સુરક્ષિત કરે છે


–માઈકલ દામીયન


પ્રેમ એવી શક્તિ છે જે સત્ય ને પ્રગટ કરે છે અને આપણી તેના માટેની ખોજ નો સારથી છે. તમે એવું જાણ્યું હશે કે જયારે તમે કોઇપણ વસ્તુ નો ખુબ ઊંડાણ થી અભ્યાસ કરો – એક પ્રાણી, કે ચેહરો, સંગીત – તમે તેને પ્રેમ કરવા લાગો. તમે તેની સાથે એક થઇ જાવ. આ અનુભવેલ ઐકય, પ્રેમ ની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે. તમે જયારે આવી રીતે પ્રેમ કરી શકો ત્યારે તમે તમારી ખોજ ને કલુષિત કરતી સ્વાર્થસભર વિકૃત મહત્વકાંક્ષાઓ ની પરે પહોંચી જાવ છો. સાચી ખોજ અને કોઈપણ માટે નિપુણતા, આ બંને આવા સાચા પ્રેમ ની માંગ ઉદ્ભવ કરે છે.


અસ્તિત્વ ની ખોજ કરતા તમે તેની સાથેના ઐકય ને સાધો છો. જયારે તમારા અને દુનિયા વચ્ચે ના કૃત્રિમ ભેદ નો લોપ થશે, ત્યારે સમગ્ર અસ્તિત્વ ઉત્તમ અને પ્રેમ ને લાયક લાગશે. જુદાઈ ની ભાવના અદ્રશ્ય થશે. એક ચોખ્ખું ખુલ્લાપણું અને સ્પષ્ટ જ્ઞાન ઉદ્ભવે જે અસ્તિત્વ નો આનંદ આપે. જયારે આપણે આનંદ માં હોય ત્યારે આપણે ઈશ્વર ને શોધવા જવાનું નથી વિચારતા. આનંદ માં આપણે પીંછા જેવા હળવા હોઈએ છીએ, અને એ હળવાશ માં ઈશ્વર ને જાણીએ છીએ અને એ બધું જ જે જાણવા લાયક છે. અધ્યાત્મિક શોધ આ અભેદ પરીસ્થિતિ માટે છે. આ શોધ માં, બધી વસ્તુ ની જેમ, તમારે સમજણ અને પ્રેમ ની જરૂર પડશે. આ માટેનો રસ્તો છે કે અત્યાર ની સમજ ને લઈને પ્રેમ પુર્વક કામ કરો, અને જાણો કે પ્રેમ આ કામ નો સારથી છે અને તેમાં જ લક્ષ સમાયેલું છે.

આ પ્રેમ જ છે જે સમજણ મેળવવા આપણો માર્ગદર્શક છે, અને સમજણ ના દરેક પગલે તે વધું પ્રેમ લઈને આવે છે. જયારે તમારી સમજણ કોઈપણ ક્ષણ માં કાચી હોય, ત્યારે તમને તમારો પ્રેમ જ સુરક્ષિત રાખે છે, પછી ભલે તે પ્રેમ નિરાશા નું રુદન કરે. પ્રેમ ખાત્રી આપે છે કે સાક્ષાત્કાર વીજળી ના ચમકાર ની જેમ આવશે, અને પ્રેમ પોતેજ તેમાં રહેલ ચમકાર છે. તો હવા ને, આ તોફાન ને અને વરસાદ ને આવકારો જયારે તમે તમારા ખરા સ્વભાવ ને જાણવા નો યત્ન કરો છો. આ બધું સ્વજ્ઞાન ની વીજળી નો ચમકાર લાવશે. એક ચમકાર માં તમે નવીન સ્વર્ગ અને પૃથ્વી નો નજારો કરશો, અને જેવા તમે હંમેશ છો તેવા પોતાને જાણશો.


માઈકલ દામીયન ના “The Art of Freedom” માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:

૧.) તમારો પ્રેમ તમારી સુરક્ષા કરે છે એ વિષે તમે શું માનો છો?
૨.) પ્રેમે તમારી રક્ષા કરી હોય તેવો કોઈ અનુભવ વર્ણવો.
૩.) તમે જેવા છો તેવા પોતાની જાત ને જાણવા માં શું મદદ કરશે?
 

Excerpted from The Art of Freedom by Michael Damian.


Add Your Reflection

6 Past Reflections