Be Alight with Who We Are

Author
Mark Nepo
72 words, 21K views, 6 comments

Image of the Weekઆપણે જે છીએ તેનાંથી વાકેફ રહીએ


માર્ક નેપો


અસ્તિત્વ માં હંમેશ અર્થ હોય છે, પણ હંમેશ અસ્તિત્વ ને અર્થપૂર્ણ રાખવામાં નહી.

આપણે કેટલા આસાનીથી આપણી જાતને આપણી આસપાસ રહેલા લોકો ના સંદર્ભ માં વર્ણવવા માં ગૂંચાઈ જઈએ છીએ. હું જયારે ચોથી માં ભણતો ત્યારે મને યાદ છે કે નિશાળેથી ઘેર પરત આવતા મેં મારા વર્ગ માં ભણતા એક છોકરા રોય ને જોયો, તે મને ખાસ પ્રિય ન હતો, તે મારી જ ગતિએ શેરી ની સામી પાર ચાલી રહ્યો હતો. જ્યાં સુધી મેં રોય ને જોયો ન હતો ત્યાં સુધી હું ઘરે ચાલી ને જવા નો આનંદ માણી રહ્યો હતો, નિશાળેથી છુટ્યા નો, અને ઘર ની ભીતર ના મારી રાહ જોતાં ક્રોધિત વાતાવરણ માં ગૂંચવાયા વગર. પણ જેવો મેં રોય ને જોયો, કે હું એક શબ્દ બોલ્યા વગર ઝડપથી ચાલવા લાગ્યો, તેનાંથી આગળ થવા ની કોશિશ કરવા લાગ્યો. તેને પણ અંદાજો આવી ગયો અને તેને પણ ઝડપ વધારી. જેવો તે મારી આગળ નીકળ્યો કે મને કંઇક ઓછું આવ્યું અને મેં પણ ઝડપ વધારી. અને હજી તો કંઈ સમજ માં આવે તે પહેલાં તો અમે બંને એ ખૂણા તરફ હોડ લગાવી ચુક્યા હતા, અને મને લાગ્યું કે જો હું પહેલાં નહીં પહોચું તો આ મારી ભયંકર હાર હશે.

હું દુનિયા માં એટલું જરૂર જીવી ગયો છું કે એટલું જાણી શકું કે આવી રીતે આપણી મહત્વકાંક્ષાઓ જાગૃત થાય છે. પહેલાં આપણે જે કરતાં હોઈએ તેમાં એકલા મોજ માં હોઈએ. પણ ક્યાંકથી, અચાનક બીજા લોકો તે રસ્તે આવી ચડે, અને આપણે તેની સાથે જીવ સટોસટ ની સરખામણી વાળી હોડ માં ઉતરી જઈએ, અને પછી અકારણ દોડતાં રહીએ ક્યાંક નાપાસ માં ન ગણાઇ જવાનું ખાળવા.

અહીંથી, આપણે નજીકના લક્ષ ને પકડી ને તેનેજ અર્થ માનીએ છીએ; જો નજીક માં કંઈ ના દેખાય તો આપણે નિરાધાર માં ખપી જઈએ. પણ આપણું અંતિમ લક્ષ તો આપણા શ્વાસ લેવામાં છે, આપણા હોવામાં. માનવતાવાદી કેરોલ હેગ્દાસ આપણને યાદ કરાવે છે, “જયારે આપણે ઉત્કટ બનીએ અને અંતરઆત્માં માં લીન બનીએ ત્યારે આપણે અર્થપૂર્ણ બનીએ.”
તો આ બધી નોકરી, ધંધો કે નિવૃત્તિ ની ચિંતાઓ ની હેઠળ ખરેખર આપણું લક્ષ સંપૂર્ણ જીવવા પર આવે છે, આ બધા નામ, હોદ્દાઓ જે આપણને આપવામાં આવ્યા છે કે જેને મેળવવા ની આપણને ઇચ્છા છે તેની હેઠળ આપણા અસ્તિત્વ ની સન્મુખ થવું.

બુધ્ધ વિશે કલ્પના કરો, જયારે તે પ્રબુધ્ધ બન્યા, અંદર થી પ્રકાશિત થવાની તે ક્ષણ. મને શંકા છે કે, તેમને પણ ખબર હશે કે કેમ, કે તેઓ પ્રકાશિત બન્યા છે. હકીકત માં તેઓ જયારે બોધી વૃક્ષ નીચે થી ઉઠ્યાં, ત્યારે ક્હેવાય છે કે એક સાધુ તેની સામે તેમના પ્રકાશ થી અચંબિત બની અને તેમને પૂછે છે, “ ઓ પવિત્ર આત્મા, આપ કોણ છો? આપ જરૂર ઈશ્વર હશો.” બુધ્ધ, ત્યારે, તે ક્ષણ સિવાય કશું પોતાને વિશે ના વિચારતા પ્રતિઉત્તર આપે છે, “ ના, ના, ઈશ્વર નહી,” અને ચાલતાં થાય છે. પણ ચકિત સાધુ તેમનો પીછો કરે છે, “ તો તમે દેવ હશો,” અને બુધ્ધ ઉભા રહીને કહે છે, “ના, ના, દેવ નહી”, અને ફરી ચાલવાં લાગે છે. તે છતાં સાધુ કેડો મુકતો નથી, “તો તમે સાક્ષાત બ્રહ્મા હશો !”, અહીં બુધ્ધ માત્ર જવાબ વાળે છે, “ના”. સાધુ, મુંઝાઇ ને વધુ પૂછે છે, “ ત્યારે તમે કોણ છો-મહેરબાની કરી ને મને કહો- કે તમે શું છો?!”. બુધ્ધ પોતાની ખુશી દર્શાવતા જવાબ આપે છે, “ હું જાગી ગયો છું. “

શું આ આપણું લક્ષ હોય શકે, કોઈ પણ આપણી સામે આવે, કે આપણને કંઈ પણ કહેવામાં આવે, માત્ર જાગવું?

માર્ક નેપો ના પુસ્તક “Book of Awakening” માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) હેગ્દાસ ની આપણા અર્થ વિશે ની વ્યાખ્યા કે, જયારે આપણે ઉત્કટ બનીએ અને અંતરઆત્માં માં લીન બનીએ ત્યારે આપણે અર્થપૂર્ણ બનીએ તેના વિશે તમે શું માનો છો?
૨.) તમે ક્યારેય ઊંડાણમાં રહેલાં તમારા અસ્તિત્વ ની સન્મુખ થયા છો? તો તે વર્ણવો.
૩.) સંપૂર્ણપણે જીવવા અને પોતાના અસ્તિત્વ વિશે વાકેફ રહેવા શું મદદ કરશે?

 

From Mark Nepo's Book of Awakening.


Add Your Reflection

6 Past Reflections