આસક્તિઓ પત્થર ની લકીર નથી
રોબીના કોર્તીન
આસક્તિ એ કેટલો સરળ શબ્દ છે, પણ એ બહુરૂપી છે. પાયા ને સ્તરે એ એક અંદર ની જરૂરીયાત ને દર્શાવે છે; એવી ભાવના કે હું પૂર્ણ નથી, મારી પાસે પુરતું નથી, અને હું કંઈપણ કરું કે મેળવું, તે કદી પુરતું નહીં હોય. પછી, હકીકતે આપણે આ ભાવના ને સાચી માનીએ છીએ, અને બહાર કોઈ ની તડપ માં ઝુરીયે, અને જયારે કોઈક આપણી અંદર સારી ભાવના પ્રગટ કરે, કે તેને મેળવવા ની આસક્તિ માં ચોંટી જઈએ, એવા વિશ્વાસ થી કે આજ છે જે આપણી જરૂરીયાત પૂરી કરશે અને આપણને ખરેખર ખુશ અને સંતુષ્ટ રાખશે. આપણે એવું માની લઈએ કે તેઓ આપણા કબજામાં છે, અને લગભગ આપણું જ એક અંગ.
આ આસક્તિ બધીજ દુઃખદ ભાવના નું મૂળ છે. કારણકે, તે મેળવવા તલપાપડ છે, જે મિનિટે ના મળે – જે ઘડીએ તેનો ફોન ન આવે, કે તે ઘેર મોડો થાય, કે કોઈક બીજાની સામે જુએ – કે બીક ઉભી થાય અને તેમાંથી ગુસ્સો અને ઈર્ષા કે આત્મશ્લાઘા, કે જે આપણી જૂની ટેવ પ્રમાણે હોય તે. હકીકતે ગુસ્સો એ આસક્તિ પ્રમાણે ન મળવા ને કારણે ઉભો થતો પ્રતિસાદ છે. આ બધી ધારણાઓ આપણી અંદર ઊંડાણ થી ઠસાયેલી છે, અને આ વાર્તાઓ માં આપણ ને એવી શ્રધ્ધા છે કે તેના પ્રત્યે પ્રશ્ન કરવો પણ મૂર્ખતા લાગે છે. પણ આની જરૂર છે. અને આ ત્યારેજ થઇ શકે જયારે આપણે આપણા મન અને લાગણીઓ ને પીછાણીએ; બીજા શબ્દો માં કહીએ તો જયારે આપણે આપણા પોતના ચિકિત્સક બનવાનું શીખીએ.
હકીકતે આસક્તિઓ, ગુસ્સો, ઈર્ષા અને બીજી દુઃખદ ભાવનાઓ કંઈ પત્થર ની લકીર નથી; તે જૂની આદતો છે, અને આપણે જાણીએ છીએ કે આપણે તેને બદલી શકીએ. પ્રથમ પગલે તો વિશ્વાસ રાખવો કે આપણા મન ને બરાબર જાણીને આપણે અંદર રહેલ અનેક પ્રકાર ની લાગણીઓ ને પારખી શકીશું અને આસ્તે આસ્તે તેને બદલવાનું શીખીશું . આમાં પહેલો પડકાર એ છે કે સાચી રીતે માનવું કે તમે આ કરી શકો તેમ છો. અને આ માનવું જ મોટું છે – આના વિના આપણે અટકેલા રહીશું.
બીજે પગલે મનમાં ચાલતી અવિરત વિચારધારા થી પાછા હટવું. આ કરવાનો એક સરળ રસ્તો –જે કેટલો સાદો અને કંટાળાજનક છે !- એ કે રોજ સવારે થોડીવાર, આપણો દિવસ શરુ કરતાં પહેલાં, બેસી અને ક્યાંક ધ્યાન ધરવું. શ્વાસ આ માટે સારી શરૂઆત હોય શકે. આ કંઈ ખાસ નથી; કોઈ ચાલ નથી; કે કંઈ ચમત્કાર નથી. એક વ્યવહારું માનસિક પદ્ધતિ છે. મક્કમ બની ને તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરી શકો –તમારી નાસિકા પર થતી સંવેદના પ્રત્યે જયારે શ્વાસ અંદર કે બહાર આવે. જે ઘડીએ મન ભટકે કે તેને ફરી પાછું શ્વાસ પર કેન્દ્રિત કરવું. લક્ષ એ નથી કે વિચારો ને ભગાડી મુકવા; પણ એ છે કે તેમાં ઓતપ્રોત ન થવું, તેને આવવા અને જવા દેવાનું શીખવું.
આ પદ્ધતિ નો લાંબા ગાળા નો ફાયદો એ છે કે મન ધ્યાનસ્થ થાય, પણ આને સમય લાગે. પણ આનો તત્કાલ લાભ એ કે જેવા આપણે આપણા મનની વાર્તાઓ માંથી પાછા હટીએ, કે, આપણે તેને તરફ તટસ્થ બનીશું અને ધીમે ધીમે તને ખોલતાં, પડ ઉતારતાં બદલી શકીશું. એવું ક્હેવાય છે કે સફળતા ની નિશાની એ કે આપણને એવું લાગે કે આપણે બેકાર થઇ રહ્યાં છીએ! પણ તેવું નથી. આપણે વાર્તાઓ ને વધુ સારી રીતે સાંભળવાનું શરુ કરીએ છીએ, અને ત્યારે આપણે તેને બદલવાનું શરુ કરીએ છીએ.
-----ઓસ્ટ્રેલિયા માં જન્મેલા તિબેટ ના બોધ ધર્મ ના સાધ્વી રોબીના કોર્તીન દુનિયાભર માં વિહાર કરતાં બુધ ધર્મ ની ફિલસુફી અને માનસશાસ્ત્ર જરૂરીયાત વાળા ને શિખવે છે. તેઓ ૧૪ વર્ષ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માં જેલમાં રહેલ કેદીઓ સાથે કામ કરવા જાણીતા છે, મૃત્યુદંડ પામેલા કેદીઓ પણ.
તેમનાં કામ અને જીવન પર અમીલ કોર્તીન વિલ્સન એ ફિલ્મ “Chasing Buddha” બનાવી છે.
મનન ના પ્રશ્નો:
૧.) આપણી આસક્તિઓ પત્થર ની લકીર નથી એ વિશે તમારું મંતવ્ય શું છે?
૨.) એવો કોઈ પ્રસંગ વર્ણવો જયારે તમે તમારી વાર્તાઓ ને ધ્યાનથી સાંભળી હોય અને તેને બદલી શક્યા હો.
૩.) તમને તમારા ચિકિત્સક બનવા માટે શું મદદ કરશે?