Big Enough to Take It All In

Author
Margaret Wheatley
59 words, 23K views, 7 comments

Image of the Weekબધુંજ સમાવી લેવા જેટલાં વિશાળ થવું


માર્ગરેટ વિટલી


ચોખ્ખું જોવા ની ઇચ્છા રાખવી એ ખરી હિંમત નું કામ છે. આપણા જીવન માં જે થાય છે તેને માટે આપણું હ્ર્દય અને મન ખુલ્લાં રાખવાં માટે ખરી હિંમત અને અડગતા ની જરૂર હોય છે.


આ ખુલ્લાપણા માં આપણે એવી માહિતી મેળવી શકીએ જેની આપણે અવગણના કરીએ છીએ, જે સંદેશ આપણે સાંભળવા તૈયાર નથી, જે વિચારો આપણે નકારીએ છીએ, જે લોકો જેને આપણે અણદીઠા કરીએ છીએ.


આપણું ખુલ્લાપણું આપણને અંદર ની સંવેદના ને પણ આરપાર જોવા આમંત્રિત કરે છે- શોક, દુઃખ, પ્રેમ, કરુણા.


આપણી સાધારણ રીતો આપણને ચોખ્ખું જોવાનો અવકાશ પૂરો નથી પાડતી. કોઈ સવાલ નહી, કોઈ ભેદભાવ નહી, કોઈ વિશ્લેષણ નહી – માત્ર જે છે તેને સાક્ષીભાવે જોવાનું. આપણે જેટલો ઓછો ભેદભાવ, વિશ્લેષણ, ન્યાયીકરણ કે વ્યવસ્થા કરીએ, તેટલું વધારે જાણી અને અનુભવી શકાય.


આપણા સાધારણ આવરણો અને સીમાઓ ની પરે, આપણે પ્રત્યાકર્ષણ, ભય કે રોમાંચ નહીં અનુભવીએ. આપણે એ જાણીએ કે આપણે આ બંધનો ની પરે ઘણા વિશાળ છીએ. હકીકતે, આપણે બધુંજ સમાવી શકીએ તેટલાં વિશાળ છીએ.


અને અદ્ભુત સત્ય એ છે કે, આપણે જેટલાં ખુલ્લાં બનીએ, તેટલો ઓછો ભય હોય. ભય આપણને વર્તમાન થી અળગા રાખવાનું ઉત્તમ કામ કરે છે, ભૂતકાળ માં જે બની ગયું અથવા ભવિષ્ય માં શું બની શકે તેના વિચારો થી આપણા મનને ભરી ને.


પરંતુ આ ક્ષણ માં ભય ક્યાંય ગોત્યો જડે તેમ નથી. ચોખ્ખું જોવામાં પણ ભય નથી. આ ક્ષણેજ આપણે ભય ની વશ કરનારી જકડ માંથી મુક્ત થઈએ છીએ.


ભયમુક્ત થવા આપણે માત્ર વર્તમાન ની ક્ષણ માં હાજર રહેવું પડશે. ત્યારબાદ બધું ચોખ્ખું દેખાઈ આવે છે.


માર્ગરેટ વિટલી એક અમેરીકન લેખિકા અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, આ તેમના પુસ્તક Perseverance માંથી ઉધૃત છે.


મનન ના પ્રશ્નો:

૧.) આપણે બધુંજ સમાવી લેવા જેટલાં વિશાળ છીએ તે વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) સંપૂર્ણપણે ખુલ્લાં રહીને જે છે તેને સાક્ષીભાવે જોવા નો ક્યારેય અનુભવ કર્યો હોય તો વર્ણવો.
૩.) ભયમુક્ત બની ને ચોખ્ખું જોવા તૈયાર થવામાં શું મદદ કરી શકે?
 

Margaret Wheatley is an American writer and management consultant who studies organizational behavior. This piece is excerpted from her book Perseverance.


Add Your Reflection

7 Past Reflections