Loving Your Enemy


Image of the Weekશત્રુ ને પ્રેમ કરવો


બ્રધર ડેવિડ


શત્રુ ને પ્રેમ કરવાનો અર્થ એ નથી કે આપણે અચાનક એના મિત્ર બની જઈએ. જો શત્રુ ને પ્રેમ કરવાનો હોય તો તેઓ શત્રુ રહેવા જોઈએ. જો શત્રુ ન હોય તો, તમે તેને પ્રેમ ન કરી શકો. અને જો તમારા કોઈ પણ શત્રુ ન હોય, તો મને શંકા છે કે તમારે કોઈ મિત્ર પણ હોય. જે ક્ષણે તમે કોઈને તમારા મિત્ર બનાવો કે તેના શત્રુ તમારા શત્રુ બની જાય છે. કોઈપણ પ્રકાર ના નિશ્ચયાત્મક વિચારો હોય ત્યારે જે લોકો આપણા આ વિચારો ના વિરોધ માં છે તેઓ આપણા શત્રુ બની જાય છે. પણ પહેલાં આપણે શત્રુ, મિત્ર, પ્રેમ અને નફરત જેવા શબ્દો ના અર્થ મુકરર કરવા જોઈએ.

આપણા દિલોજાન મિત્રો સાથે આપણે જે પરસ્પર ગાઢ સંસર્ગ અનુભવીએ છીએ તે જીવનની મોટા માં મોટી ભેટ છે, પણ આ, કોઈ ને પણ મિત્ર કહેતાજ નથી મળતી. મૈત્રી તો ક્યારેક પરસ્પર પણ નથી હોતી. તો આ અમુક એકમો જેમકે સ્થાનિક વાંચનાલય નું મિત્ર મંડળ? કે પછી હાથી કે અમુક જોખમ હેઠળ રહેલ પ્રજાતિ ના મિત્રો? આનું શું? મિત્રતા અનેક પ્રકારો ધારણ કરે છે અને વિવિધ અંશ ની નિકટતા અપાવે છે. એક બાબત જે તેમાં હંમેશ રહેલ છે તે જેની સાથે મિત્રતા કરીએ તેનો સાથ, અને તેમના લક્ષ સુધી પહોંચવા ની મદદ કરવા નો સંગાથ.


શત્રુઓ સાથે આ તદન વિપરીત છે. આખરે તો શત્રુ શબ્દ જે અંગ્રેજી માં ‘એનીમી” કહેવાઈ છે તે લેટીન માં “ઈમનીકસ”, માંથી આવે છે, જે નો અર્થ છે “જે મિત્ર નથી તે”. જો કે, તેનો અર્થ એવો નથી કે જે કોઈ મિત્ર નથી તે શત્રુ છે. શત્રુઓ વિરોધીઓ છે- કોઈ ખેલ માં રહેલ વિરોધી નહી, જેમકે રમતગમત માં, પણ પરસ્પર ગહન મહત્વ ની બાબતો માં આપણા વિરોધી. તેમનું લક્ષ આપણા ઉચ્ચતમ અભિલાષા ની વિરુધ્ધ માં હોય છે. તેથીજ, આપણે ખાત્રીશીર રીતે તેઓ ને તેમનાં લક્ષ સુધી પહોંચતા રોકવા જોઈએ. આ કાર્ય આપણે પ્રેમપૂર્વક કરી શકીએ, કે નહી –અને આ રીતે આપણે પોતાને શત્રુ ને પ્રેમ કરવો કે નહી તે શક્યતા ની સન્મુખ પામીએ છીએ.

પ્રેમનો દરેક પ્રકાર જીવન પ્રત્યે નો “હ” કાર હોય છે. હું તેને “જીવંત હ કાર” કહું છું, કેમ કે આજ રીતે તો અતિ પ્રેમાળ વ્યક્તિઓ જીવતાં હોય છે અને કર્મ કરતાં હોય છે જે જુસ્સાભેર ઉંચે સાદે કહે છે: “હા, હું તારો અંગીકાર અને આદર કરું છું અને તારું ભલું ઈચ્છું છું. આ સૃષ્ટી પરિવાર ના સભ્યો તરીકે આપણે એકબીજા સાથે સંલગ્ન છીએ, અને આ સંબંધ કોઈપણ વિચ્છેદ થી ઘણો ઊંડો છે. “ આ રીતે જોતાં સાવ ઊંધું વિચારીએ તો, સંબંધ નો “હ” કાર નફરત માં પણ રહેલો છે. પ્રેમ માં આ હકાર આનંદ અને સ્નેહપૂર્વક નો હોય છે, જયારે નફરત માં અસંતોષ અને ઉદ્ધત દ્વેષભાવ થી. તે છતાંય, નફરત કરનાર પરસ્પર સંલગ્નતા નો સ્વીકાર કરે છે. જીવન માં તમે એવી ક્ષણો નથી અનુભવી જયારે હ્રદય ની નજીક રહેલ વ્યક્તિ ને તમે પ્રેમ કરો છો કે નફરત તે નક્કી ન કરી શકતાં હો? આ વાત ચોખ્ખું બતાવે છે કે નફરત તે પ્રેમ નું વિરોધી નથી. પ્રેમ નું વિરોધી (અને નફરત નું પણ) એ ઉપેક્ષા છે.


દરેક અધ્યાત્મિક પરંપરા માં શત્રુ ને પ્રેમ કરવો તે મનુષ્ય માટે નો ઉચ્ચ આદર્શ છે. મહાત્મા ગાંધી એ પણ પ્રેરણાદાયી રીતે આનો પ્રયોગ કર્યો હતો જે સંત ફ્રાંસીસ કરતાં જરાપણ ઓછો નહતો.ઈસુની એક વાત મનમાં આવે છે: “તમે સાંભળ્યું હશે કે, “પાડોશી ને પ્રેમ કરો અને શત્રુ ને નફરત”. પણ હું તમને કહું છું, શત્રુ ને પ્રેમ કરો અને તમને પીડનાર માટે પ્રાર્થના કરો” (Mt. 3:43f). અને આ, વળી, જી. કે. ચેસ્ટરટન ની એક વાત યાદ અપાવે છે: “ખ્રિસ્તી આદર્શ પ્રયોગ કરી ને અધુરો છે એવો સાર નથી નીકળ્યો. પણ આ આદર્શ અઘરો છે; માટે કોઈએ પ્રયોગ કર્યો જ નથી. “ –અઘરો, હા, પરંતુ સર્વાંશે પ્રયત્ન કરવા જેવું, ખાસ કરીને વેરભાવના થી તૂટતી આ દુનિયામાં.


- બ્રધર ડેવિડ નાં લેખ માંથી ઉધ્ધૃત


મનન ના પ્રશ્નો:
૧.) શત્રુ ને પ્રેમ કરવો તે વિશે તમે શું માનો છો?
૨.) એવો કોઈ પ્રસંગ વર્ણવો જયારે તમે શત્રુ ને પ્રેમ કરવો કે પીડનાર માટે પ્રાર્થના કરવા ના આદર્શ ની સન્મુખ આવી ગયા હો.
૩.) જયારે વિચારો માં મતભેદ થાય ત્યારે આ આદર્શ ના પ્રયોગ માં શું મદદ કરશે?
 

by Brother David Steindl-Rast from this article.


Add Your Reflection

11 Past Reflections