The Grandest Vision For Humanity

Author
Riva Melissa Taz
49 words, 28K views, 10 comments

Image of the Weekમનુષ્યત્વ ની ભવ્ય દ્રષ્ટિ


રિવા મેલીસા તઝ


બ્રહ્માંડ મિશ્ર અને સુંદર છે. જયારે આપણે મનુષ્યત્વની વાર્તાઓ સાંભળીયે, જીવન અને મરણ ની, આપણે આપણી પહેલા જીવી ગયેલા લોકો કે આપણી પછી જીવવાવાળા ના જીવન વૃતાંત ની ગુંચવણ કલ્પી શકીએ તેમ નથી, અને શાશ્વત પરંપરા માં આપણા અસ્તિત્વ ની બહોળી અલ્પતા. બ્રહ્માંડ ને તો ખબર પણ નથી અને કદાચ ખરેખર જાણ પણ નહી થાય કે આપણે શું છીએ, આ વિશાળ અવકાશ-સમય ના તખ્તા પર આપણે માત્ર એક ટપકાં બરોબર. આ વિશાળ અવકાશ-સમય નો તખ્તો જેનું આપણે રક્ષણ કરવાનું છે. અને રક્ષણ પણ શાં માટે? આપણા માં ના કેટલાં ખરેખર સૃષ્ટી માં માનવતા માટે ના લક્ષ ના શમણાં સેવે છે? અને આ કેવું દીસે?


કયારેક હું માનવતા વિશે એ રીતે વિચારું છું જે રીતે જ્યોર્જ સુરત ના ચિત્ર વિશે વિચારું. તેમનો પોઇન્તિલિસ્મ નો ઉપયોગ, જે એક એવી કળા છે જેમાં એકસાથે હજારો ઝીણી ટપકીઓ ને એકસાથે કેનવાસ પર ઉતારવાની પધ્ધતિ હોય છે, જે ટપકીઓ એકબીજાને વિવિધ રંગો દ્વારા તફાવત બતાવતા પુરક બને છે. નજીકથી જોતાં આ ટપકાં કંઈ નિરર્થક લાગે છે, કદાચ સાવ ખોટાં પણ- એક નીલું ટપકું પીળા ની બાજુમાં, જે દુરથી સફેદ ભાસે છે. જરા આઘેથી આ ટપકાં મળી ને એક બારીક રચના દ્રષ્ટિગોચર થાય છે. સૃષ્ટી માં રહેલ બધી વસ્તુઓ સાથે સાદ્રશ્ય. દરેક જીવન, વિચાર, પ્રેમ માત્ર એક નાનું રંગીન ટપકું, પોતાની નજીક રહેલ સાથે તફાવત અને પુરક બનતાં, અને થોડાં વધું દુરથી મિશ્રિત થઇ ને એક મોટું ચિત્ર બનતાં, એક મોટું લક્ષ.


આ સમગ્ર ચિત્ર કેવડું મોટું છે? હકીકતે, તે ઘણું વિશાળ છે. જે બ્રહ્માંડ આપણી જાણ માં છે તે ૯૦૦ (નવસો) બિલિયન પ્રકાશ વર્ષ મધ્ય રેખા થી દૂર છે, જ્યાં એક પ્રકાશ વર્ષ ૫.૮૭ (પાંચ પોઈન્ટ સત્યાંસી) ટ્રિલિયન મીલ છે. આ આખું માપ સમજવું આપણા ગજાબહાર નું છે. અને આ ઘણું જુનું છે. ૧૩.૭૫ (તેર પોઈન્ટ પંચોતર) બિલિયન વર્ષ જુનું. આપણી માનવ જાતી સમાન પૂર્વજો આ બ્રહ્માંડ પર વસ્યા, આ પૃથ્વી પર જ્યાં આપણે ઉભા છીએ, ત્યાં માત્ર ૬ (છ) મિલિયન વર્ષ નો ઇતિહાસ છે, આ સાચા માપ ના સંદર્ભ માં હાસ્યાસ્પદ રીતે નાનો સમય છે-એક ટુકડો માત્ર. આપણે કેટલાં નસીબવાન છીએ, કે અત્યારે, આ સમયે, આપણને એક તક મળી છે, એક સત્તા આ ગ્રહ ની રચના કરવાની જે માનવજાત ના પ્રતિનિધિત્વ ને પ્રકાશમાન કરે.


આપણે ઘણા દૂર આવી ગયાં છીએ, અને હજી પણ આગળ દૂર સુધી જઈ શકીએ. આપણે વાસ્તવ માં સૃષ્ટી નો વારસો લઇ શકીએ એમ છીએ, તેને આપણું બનાવી લઈએ, તેના પર હક્ક જાહેર કરવા નહી પણ તેનું રક્ષણ કરવા. બ્રહ્માંડ નો ઉત્કર્ષ આણવા. દરેક માનવ નું મૃત્યુ ઉત્ક્રાંતિ માટે ની શહીદી જેવું છે. આ બધી રચના અને નાશ નું અંતિમ લક્ષ શું છે? આપણે માનવ જીવન નું લક્ષ માત્ર હયાત રહેવું કે નિર્વાહ ચલાવવા પુરતું નથી અને તે માટે લડવું પડશે.


---- રિવા મેલીસા તઝ વેન્ચર ફંડ ના સ્થાપક છે અને ઉદ્યોગી છે તેઓ ને સમજણ ના માનસશાસ્ત્ર માં રસ છે.


મનન ના પ્રશ્નો:
૧.) બિલિયન વર્ષ વિશે દ્રષ્ટિ કેળવવી તે બાબતે તમારી સમજણ શું છે?
૨.) મનુષ્યત્વ ની ભવ્ય દ્રષ્ટિ તમે ક્યારેય અનુભવી હોય તો તે વર્ણવો.
૩.) માનવ જીવન નું લક્ષ માત્ર હયાત રહેવું કે નિર્વાહ ચલાવવા પુરતું નથી એ વાત યાદ રાખવા શું મદદ કરશે?
 

by Riva Melissa Taz, excerpted from here. Riva is an entrepreneur and founder of a venture fund and an enthusiast of life psychology.


Add Your Reflection

10 Past Reflections