Moved by Love

Author
Sri M
39 words, 19K views, 15 comments

Image of the Weekપ્રેમ થી પરિવર્તન

શ્રી એમ

હિમાલય માં સુલતાન નામનો એક બદનામ લુંટારો રહેતો હતો, તે યાત્રીઓના કાફલા ને અને ધનવાન મઠોમાં લુંટ ચલાવતો હતો. સુલતાન નું નામ સાંભળતા જ ધનવાન માણસો ભય થી કાંપી ઉઠતા. એની વિશિષ્ટતા એ હતી કે તે અગાઉથી જાણ કરતો અને ધોળે દિવસે લુંટ ચલાવતો. સ્વર્ગાશ્રમ જેના મહંત કાલી કમલી વાલા બાબા હતા – તેમને સંદેશો મોકલ્યો કે લુટારા ઓ ની ટોળકી તેમનો ખજાનો લુંટવા નિશ્ચિત સમયે આવી પહોંચશે. મઠના દરેક સભ્ય ચિંતાતૂર હતા. કેવળ બાબામાં કોઈ પરિવર્તન હતું નહીં. તેમણે સુલતાન અને તેમની ટોળકી માટે વિવિધતા સભર ભોજન બનાવરાવ્યું અને ઝુંપડીના આંગણા માં ઉભા રહી તેમની રાહ જોવા લાગ્યા.

આ બહારવટિયો તલવાર અને બન્ધુકથી સજ્જ ૬ સાથીઓ ને લઈને આવી પહોચયો. જેવો તે ઘોડા પર થી ઉતાર્યો – કાલી કામલી વાલા તેમની સામે ગયા અને આવકાર આપ્યો. તેમણે તેને અને તેની ટોળીના સભ્યોને બેસાડયા અને પાણી પી ને આરામ કરવા સૂચવ્યું.

ત્યાર બાદ તેમને તેમની તીજોરી ની ચાવી સોંપી અને કહયું કે તમે જે ચાહો તે લઈ જઈ શકો છો પરંતુ મને હિંસા કે રક્ત વહાવવું નથી. છતાં પણ તમને કોઈ ને મારી નાખવાની ઈચ્છા થાય તો મને મારી નાખજો કેમકે મારે માટે જીવન અને મૃત્યુ સરખા જ છે. આ ક્ષેત્ર નો મુખ્ય પોલીસ અધિકારી આ મઠનો સભ્ય છે. હું તેની મદદ માગી શક્યો હોત પણ તેમાં પણ હિંસાની શક્યતા હતી – અને કેટલાક ને તેમાં જિંદગી ગુમાવવી પડત. પણ મને બે માંથી એક પણ મંજૂર નથી.

ખજાના માંથી જે જોઈએ તે લીધા પછી તુરંત જ તમે ચાલ્યા નહીં જતા. મેં તમારે માટે મિજબાની ગોઠવી છે. તમે અને તમારા મિત્રો ભોજનનો આનંદ માણજો અને મને તમારા કે કોઈ અન્ય લોકો પ્રત્યે દ્વેષ ભાવ નથી. હવે તમને જે ઉચિત લાગે તેમ કરો.

આ બહારવટિયો ક્યારેય પણ આવા માણસ ને મળ્યો ન હતો. તે તેમને નમ્યો, માફી માગી અને લૂંટવાને બદલે કેટલીક સોના મહોરો આપી. આવા ઉમદા – મજેદાર ભોજન પીરસવા બદલ આભાર માની ચાલ્યો ગયો.

હિમાલય ના માસ્ટર શ્રી એમ ના “Apprenticed to a Himalayan Master” માંથી ઉધ્ધૃત.

મનન ના પ્રશ્નો:
૧. હિંસક મનોવૃત્તિ થી આવેલા વ્યક્તિના આશય ને પ્રેમની ભાવના કેવી રીતે પરિવર્તીત કરી શકે છે તે આ વાત દ્વારા તમે કેવી રીતે મૂલવશો ?
૨. ક્યારેક હિંસક વૃત્તિ ને પ્રેમ થી ઓગળી જતા જોઈ હોય એવો કોઈ પ્રસંગ વર્ણવી શકશો?
૩. હિંસક ભાવના ની સામે પણ તમે પ્રેમ-ભાવનામાં સ્થિર રહેવા માટે શું કરશો?
 

Excerpted from Apprenticed to a Himalayan Master by Sri M.


Add Your Reflection

15 Past Reflections