પ્રેમ પ્રયોજનાર્થે મનોરથના (ઈચ્છાઓના) લેખાજોખાં
મારી બહેન ઇન્બાલનો પુત્ર યાન્ની જે સાડાત્રણ વર્ષનો છે. તેના દાદા-દાદી તેની મુલાકાતે આવ્યા હતા. તેઓને ભોયતળિયાંના ઓરડામાં ઉતારો આપેલ હતો. બીજે દિવસે સવારે આઠ વાગે યાન્નીએ એક લાકડી ઉપરના ઓરડાની જમીન પર પછાડવાનું ચાલુ કર્યું જેની નીચે તેના દાદા-દાદી હતા. અને શરુ થયો મમ્મી સાથે ઇન્બાલનો વાર્તાલાપ જે નીચે પ્રમાણેનો હતો.
ઇન્બાલ : તને ભોયપર ધમાલ કરતો જોઈને મને આપણા મેહમાનોની ચિંતા થાય છે, હું ઈચ્છું છું કે તેઓ તેમની ઈચ્છા પ્રમાણે જ્યાં સુધી કરવો હોય ત્યાં સુધી આરામ કરી શકે. તને લાકડી ભોયપર પછાડવાની જગ્યાએ તારા ખાટલાપર પછાડવાનું ગમશે?
યાન્ની : મારે એવું કરવું તો ના જોઈએ છતાં પણ મારી ઈચ્છા છે.
ઈ : તને કેમ ખબર પડી કે તારે એવું ના કરવું જોઈએ?
યા : કારણકે તે મને જગાડી શકતું નથી.
ઈ : તો પછી તું તે શા માટે ઈચ્છે છે?
યા : કારણકે તમારી વાત પર હું ધ્યાન આપવા માંગુ છું.
સામાન્ય રીતે આપણે આપણી ઈચ્છા વિરુધ્ધનું કામ કરવું પડે ત્યારે ક્રોધિત થઈને માઠું લગાડીએ છે. આવી કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર તેણે લાકડી નીચે મૂકી દીધી. ઇન્બાલે તેના સહકારથી આનંદિત થઈને તેણે શાબાશી આપી અને આ રીતે તેઓની સવારની ક્રિયાઓ ચાલતી રહી.
જયારે ઇન્બાલે તેનાં એક વર્કશોપમાં કેટલાક લોકો સાથે આ વાત કરી ત્યારે તેઓમાંના એકે કહ્યું, ” અલબત તમારો પુત્ર તમારા કેહવા મુજબ ના કર્યું હોત તો તમે તેની પાસેથી લાકડી લઇ લીધી હોત તે વાતે તે ચોક્કસ માનતો/ જાણતો હતો.” “ના” તેણીએ જવાબ આપ્યો. મેં લાકડી ના લઈ લીધી હોત. ખરેખર તો મારો પુત્ર સમજતો હતો કે હું તેનાં હાથમાંથી લાકડી નહીં લઇ લવું. તેને લાકડી નીચે તો મુકીજ દેવી હતી છતાં તેની તે માટે ઈચ્છા ના હતી તેમ મારું માનવું છે.
દબાણ અને કરશેજ એવા પ્રત્યાઘાતની ગેરહાજરીને કારણે યાન્ની પોતાની માતાની ખાત્રીપૂર્ણ અને નૈસર્ગિક કાળજીનું આરોપણ કરવાનો મનોરથ સફળ રહ્યો..
જયારે હું વિચાર કરું છું કે “આવું તો થવું જ જોઈએ “ એનો વિચાર કરવાનો વિચાર આવે ત્યારે જરા થોભીને તેને હું કરીશ અથવા મને લાગે છે કે હું ઈચ્છુ છું એવું ભાષાંતર કરી નાખુ છું. આવો ભાષાકીય વળાંક સામાન્ય છે પરંતુ તે અંતરનો વળાંક નથી.
હું થોડીક ચોકલેટ ખાઇશને બદલે મારા શરીરની કાળજી માટે ચોકલેટ ખાવાની ઈચ્છા છે એમ કહીશ. આપણી ઈચ્છા છે કે આપણા શરીરની જરૂરિયાત છે તેના લેખાં-જોખાં કરવા સરળ નથી. આપણી ઊંડે ધરબાયેલી ઈચ્છાઓને એવી કસોટીની એરણ પર ચડાવીએ કે સ્વનિંદાથી ખાવાની જગ્યાએ પ્રેમાળ પ્રયોજન બની રહે.
મીઠી કાસ્તાન અહિંસક ચર્ચા વિચારણાનો સ્વભાવ ન ધરાવતા વકીલ છે. એમના બ્લોગ ધ ફીયરલેસ હાર્ટ માંથી ઉધ્ધૃત
મનન માટેનાં પ્રશ્નો :
બીજાની કાળજી રાખવા માટે આપણી મૂળભૂત અને કુદરતી ઈચ્છાઓને બળપૂર્વક વાળવા કરતાં આપણે આ કરવું જોઈએ એવી ભાવના કેવી રીતે વિકસાવશો?
તમે કોઈ એવી ઘટના વર્ણવી શકશો જયારે “ મારે કરવું જોઈએ, મારી ઈચ્છા છે .... કેમકે “ હું એં બધી વાતને તમે અંતરનો વળાંક આપ્યો હોય?
તમારી ઈચ્છાઓનાં લેખાં-જોખાં તમે પ્રેમ પ્રયોજનાર્થે થવામાં તમને કઈ રીતે સહાયક થઇ શકે?