Three Millimeters of the Universe

Author
Daniel Gottlieb
48 words, 14K views, 8 comments

Image of the Week૩ મિલીમીટર નું વિશ્વ


- ડેનિયલ ગોટલીબ


પ્રિય સેમ,

એક રાત્રે હોસ્પીટલમાં એક બહેનપણી મને મળવા આવી. મેં તેને કહ્યુ કે મને એવું નથી લાગતું કે હું હવે વધુ ખેંચી શકું. હું જે લાગણી અનુભવતો હતો તે વિષાદ થી પણ પર હતી. તે એક નિરાશાવાદ હતો – બધા પ્રત્યે જેને હું ચાહતો, વિશ્વાસ કરતો અને મુલ્યવાન માનતો. આ પીડા અસહ્ય બની ગઈ હતી.

મારી બહેનપણી એ મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું “ડેન, તું શું છે, તે, તુ કોણ છે તેના કરતા વધારે મહત્વનું છે”. તે રાત્રે મને સ્વપ્ન આવ્યું જેમાં ઈશ્વર મારી સમક્ષ આવ્યા. આ તે ઈશ્વર નહી જેમને હું માનતો કે જેમનું વર્ણન બાઈબલ માં છે. આ કોઈક અલગ ઈશ્વર, જેમણે મારી સાથે વાત કરતા કહ્યું “હું તને વિશ્વનો એક ટુકડો આપીશ. જેનું જતન કરવાની તારી ફરજ છે. તારે તેને મોટો કે વધુ ઉત્તમ બનાવવાની જરૂર નથી. માત્ર જતન કરજે અને જ્યારે હું તૈયાર હોઈશ ત્યારે હું તે તારી પાસેથી પાછો લઇશ અને તારું જીવન સમાપ્ત થઈ જશે”.

ઈશ્વર જે વિશ્વનો ટુકડો બતાવી રહ્યા હતા તે માત્ર ૩ મિલીમીટર નો હતો! બસ આટલોજ? મેં મારા અહમ ને આવા અપમાન ની સામે ઉભો થતો અનુભવ્યો. હું એક માનસશાસ્ત્રી છું. એક લેખક છું, મારે અનેક રેડીઓ કાર્યક્રમ હતા. શું આ વધુ મહત્વના નહીં? પણ હું કેટલો એ પણ વિરોધ દાખવું તે અહીં ચાલવાનું ન હતું. મને તો આજ મળ્યું અને મળશે – ૩ મિલીમીટર નું વિશ્વ, બસ આજ.

આજ સ્વપ્નમાં મેં જોયુ કે આ ૩ મિલીમીટર નું વિશ્વનુ જતન કરવું તે પણ અદભૂત જવાબદારી હતી. ઈશ્વરે આપેલ જવાબદારી. મને ભલે તેવું લાગ્યું હોય કે હવે હું વધુ ખેંચી ન શકું, પણ મારે એટલુ માનવુંજ પડે કે મારે આ ૩ મિલીમીટર નો ટુકડો મારી તૈયારી વગર પાછો આપવો પડશે. અને કારણકે આ સ્વપ્ન વખતે મારા શરીરમાં પડેલો ઘા મિલીમીટર ની ગતિએ સાજો થઇ રહ્યો હતો. મને જ્ઞાન થયું કે મારે આ ૩ મિલીમીટર વિશ્વને સાજા કરવામાં મદદરૂપ બનવાનું હતું.

સેમ, હું મારા જીવનમાં ખુબ શાંતી અનુભવું છું તેનું એક કારણ આ છે કે હું મારા વિશ્વનું ધ્યાન રાખું છું, હું તેને માટે જવાબદાર છું. મેં તેને મોટો કે વધુ સારો બનાવ્યો નથી, નથી તેનામા કોઈ ફેરફાર કર્યો. માત્ર જતન કર્યું છે. તને આ પત્ર લખવા તે પણ આ જતનના ભાગરૂપ છે.

સેમ, મારી આશા તારે માટે અને બધા માટે એવી છે કે – તમારું જીવન શું છે તેની તમને ચોખ્ખી સમજણ મળે, જેમ મને આ સ્વપ્નમાં મળી. તમારું ૩ મિલીમીટર નું વિશ્વ વિસ્તાર નાં રૂપમાં નથી. પરંતુ મને આશા છે કે મારી જેમ તમે પણ આનંદ અને કૃતજ્ઞતા અનુભવશો કે આટલું જતન કરવા મળ્યું.

પ્રેમ સહ,

પિતા

લેખક: ડેનીયલ ગોટલીબ ને બંને હાથ-પગ લકવાગ્રસ્ત છે અને તેમનો પૌત્ર જ્યારે ૧૪ મહિનાનો થયો ત્યારે તેને ઓટીઝમ નો રોગ થયો ત્યારે ડેનીયલ એ તેણે પત્ર લખવાનું શરુ કર્યું. તે પત્રસંગ્રહ ‘લેટર્સ ટુ સેમ, માંથી ઉધ્ધૃત

મનન નાં પ્રશ્નો:
૧. તમારુ ૩ મિલીમીટર નું વિશ્વ શું છે?
૨. એવો કોઈ પ્રસંગ કે જ્યારે તમને આ વિશ્વ વિશે જ્ઞાન થયું હોય.
૩. કેવી રીતે તમે મજબૂતી થી આનું જતન- દેખભાળ કરી શકો?
 

Daniel Gottlieb is a quadriplegic, and when his grandson was 14 months, he was diagnosed with autism.  He started writing him letters that were complied in 'Letters to Sam'.  Above is an excerpt from that book.


Add Your Reflection

8 Past Reflections