For the Traveler

Author
John O'Donohue
68 words, 126K views, 43 comments

Image of the Weekયાત્રી માટે

જોન ઓડોન્હું


જ્યારે પણ તું ઘર છોડે છે,
બીજો રસ્તો તને દોરે છે,
એક એવા વિશ્વમાં, જ્યાં તું કદીયે ના હો.


નવા અજાણ્યા લોકો ને અ માર્ગ તારી જુએ છે વાટ
નવી જગ્યાઓ જેણે કદી તને નથી નિહાળ્યો , તે જરાક ચમકી જશે તારા પગલાથી


જૂની જગ્યાઓ જેને તું સારી રીતે જાણે છે,
તારી છેલ્લી મુલાકાત પછી, કઈંજ ના બદલાયું હોય તેવો ડોળ કરતી રહે છે.


જ્યારે તું યાત્રા કરે છે, ત્યારે તારી જાતને અવનવી રીતે એકલો પામીશ
થોડો વધારે એકચિત્ત તારી પોતાની હસ્તી પ્રત્યે.
તારી સૂક્ષ્મ દ્રષ્ટિ તને નવા દેશમાં જતો જોશે,
અને કેવી રીતે જે તને મળે છે તે તારા ઘરમાં રહેલાં હૃદયને મળે છે,


જેનાથી તું અજાણ છે તેવો એક અંતરદ્રષ્ટિનો કણ જે તારા માર્ગ ને પ્રકાશિત કરે, તેને માટે
ક્યાંક કોઈક અંધારે ખુણે તે ઊંડી ગોષ્ટીની ઈચ્છા કરી છે,
તેના અવાજ ના તાલ સાથે અચાનક જ તું એક તાલ થઈ જાય છે.


જ્યારે તું યાત્રા કરે છે ત્યારે એક નવું મૌન તારી સાથે જાય છે,
અને જો તું ધ્યાનપૂર્વક સાંભળે તો તારા હૃદયને પ્રેમથી જે કહેવું છે તે તેને સંભળાય


યાત્રા પવિત્ર બની શકે: જો તું જતા પહેલા ખાતરી પૂર્વક પૂરતો સમય આપીને,
તેને આશીર્વાદ આપે, તારા હૃદયને ભાર મુક્ત કરે
જેનાથી તારા આત્મા નું દિશાસૂચન તને ચૈતન્ય ની સીમા ઓ સુધી દોરી જાય
જ્યાં તું તારી ગુપ્ત જીંદગી ને અને જે આવશ્યક બાબતો તારી વાટ જુએ છે તેને પિછાણ


તું સચેત થઈને યાત્રા કર, તારી અંતરની સમજ ના ક્ષેત્રમાં.
કે તારે માર્ગે આવતા, તારી અંદર બદલાવ લાવવા ની રાહ માં રહેલા આમંત્રણ વેડફાઇ નહીં.
તારી યાત્રા ક્ષેમ કુશળ હો, તું તેજ ભર્યો આવ,
તારો સમય સંપૂર્ણ પણે જીવ,
અને ધનવાન બની પાછો ફરે, અને મુક્ત બને,
બાકી ના દિવસો ની ભેટ ને સરભર કરવા.


મનન ના પ્રશ્નો:
૧. યાત્રા પવિત્ર બની શકે તે વિશે તમારું મંતવ્ય શું છે?
૨. કોઈ એવો પ્રસંગ વર્ણવો જ્યાં અંતર મૌન રહીને તમે હૃદયનો અવાજ સાંભળ્યો હોય
૩. તમે જે “જાત” ને લાવ્યા છો તેના પ્રત્યે સભાન રહેવા શું કરશો?
 

by John O'Donohue


Add Your Reflection

43 Past Reflections