Medicine for the Earth

Author
Sandra Ingerman
54 words, 43K views, 11 comments

Image of the Weekધરતી માટે ની ઔષધિ

- સેન્ડ્રા ઇન્ગરમેન

બધી આધ્યાત્મિક પરંપરાઓ માં એજ શીખવવામાં આવે છે કે ભૌતિક દુનિયા નું સર્જન અદ્રશ્ય શક્તિ નાં ક્ષેત્રથી જ શરુ થાય છે.

આપણે યાદ રાખવું જોઈએ કે બાળક માં ના ગર્ભમાજ વિકસિત થાય છે. વૃક્ષો અને છોડવાઓ ધરતી માં ઘરબાયેલા બીજ કે જે ધરતીમાં રહીને પોષાય છે અને પછી તે મૂળીયા, ડાળીઓ, પાંદડા, કળીઓ, ફળ અને ફૂલના રૂપે વિસ્તૃત થાય છે. સર્જન આપણાજ દ્વારા થાય છે.

આપણે બાહ્ય પરિવર્તન કોઇપણ પ્રકારની આંતરિક ક્રિયા વગર – જાદુઈ રીતે થાય તેવી આશા રાખીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે વિજ્ઞાન દ્વારા જાદુઈ રીતે બદી ઓ કે બીમારી ઓ નો ઈલાજ થઈ જાય. પરંતુ આપણે જે સાચું પરિવર્તન ઈચ્છીએ છીએ તે કેવળ આંતરિક પરિવર્તન થી જ શક્ય છે. આપણે આધ્યાત્મિક અભ્યાસને આપણા દૈનિક જીવન માં વણી લેવો જોઈએ અને તે મુજબ જીવન જીવવું જોઈએ. આપણે ચૈતન્યના અંધકાર થી જીવન ને સોનેરી પ્રકાશ તરફ વાળવું જોઈએ. આજ જીવનનું સાચું રસાયણ છે. પછી આપણી બહારની દુનિયા અંદરના પ્રકાશ ને પ્ર્તિબિંબિત કરશો.

આપણે યાદ રાખવું જોઈએ કે આપણે કેવળ સ્થૂળ દેહ કે આકાર નથી. આપણે તો તેજસ્વી માનવીઓ છીએ. અને આપણું લક્ષ્ય આત્મા ને ઝળહળીત બનાવવાનું છે.

આપણામાં ના ઘણાં આભ નિરીક્ષણ વગર જ વિચાર, વર્તન કે લાગણી દર્શાવતા હોય છે. આપણે ભય થી ભરેલું જીવન જીવીએ છીએ અને જે દ્વારા તિરસ્કાર અને તકરાર ભરેલી જિંદગી જીવીએ છીએ. આપણી પાસે સર્જન કરવા માટે મૂળભૂત સંપત્તિ નો અભાવ હોવાથી આપણે અમુક અંશે જ સર્જન કરી શકીએ છીએ એમ આપણું માનવું છે. એના થી આપણા દ્વારા એ પ્ર્તિબિંબિત થાય છે એ આપણે જે સાચું છે એનાથી કેટલી દૂરી પર રહી છીએ.

ઉત્તમ શિક્ષા એ જ છે કે “આપણે શું બનીએ કે જેથી દુનિયા પરિવર્તિત થાય ના કે આપણે શું કરીએ છીએ”. આપણે જે બની રહયા છીએ તે આપણે એક આધ્યાત્મિક માનવ છીએ જે નું લક્ષ્ય આભાનાં પ્રકાશ ને ઝળહળતો કરવાનું અને નિર્ભેધ – નિર્વ્યાજ પ્રેમ તરફ વાળવાનું છે. આપણે જે કરીએ છીએ તે આપણે આ પૃથ્વી પર જાગૃત માનવ તરીકે જીવીએ. આપણા દરેક કાર્ય, વિચાર કે શબ્દો પૂરી જાગૃતિ થી કરવા જોઈએ, જેથી ફરી એકવાર આપણી બહારની દુનિયા આપણી આંતરિક સ્થિતિ ના પ્રતિબિંબ રૂપે હોય.

‘spiritual ecology – cry of the earth’ માંથી ઉધ્ધૃત.

મનન નાં પ્રશ્નો:
૧. આપણે જે પરિવર્તન ની આશા રાખીએ છીએ તે આંતરિક હોવું જોઈએ એ વાત તમે કેવી રીતે મૂલવશો?
૨. “તમે જે બન્યા” અને એ બદલાવ થી દુનિયા બદલી હોય - એવી કોઈ વ્યક્તિગત વાત બતાવી શકશો?
૩. કોઈ પણ કાર્ય કરતી વખતે “પૂર્ણ જાગૃતિ” તમને કેવી રીતે સહાયક થઇ શકે છે.
 

Excerpted from Spiritual Ecology: The Cry of the Earth, chapter Medicine for the Earth by Sandra Ingerman.


Add Your Reflection

11 Past Reflections