My Misgivings About Advice

Author
Parker Palmer
43 words, 50K views, 34 comments

Image of the Weekસલાહો બાબતે મારી દહેશત

- પાર્કર પાલમર

શિખામણ પ્રત્યનો મારો અણગમો મારા ૩૫ વર્ષ પહેલા ના અનુભવ થી શરુ થયો. જે લોકો મને ટેકો આપવા માંગતા હતા તેમનો ઈરાદો સારો હતો. પરંતુ મોટા ભાગે તેઓ મને વધારે હતાશા માં ધકેલતા ગયા.


અમુક લોકોએ પ્રકૃતિ સાથે રેહવાની શીખ આપી. તમે બહારના સૂર્ય પ્રકાશ અને ખુલી હવાને કેમ માણતા નથી ? પ્રકૃતિ ખીલી રહી છે અંદ ખુબજ સુંદર દિવસ છે. તમે જયારે ડીપ્રેશનમાં હો ત્યારે તમારી બુદ્ધિ જાણતી હોય છે કે બહાર સુંદર દિવસ છે. પરુંતુ તમે તેને અનુભવી નથી શકતા. કારણકે તમારી લાગણીઓ મારી ગઈ હોય છે.


બીજા લોકો ખુશામત કરી તમાંરી છબી ને સુધારવાનો પ્રયત્ન કરશે. તમે અત્યારે આટલા નિરાશ કેમ છો ? તમે તો ખુદ ઘણા લોકો ને મદદ કરી છે. પરંતુ તમે જયારે હતાશામાં હોવ છો ત્યારે તમને એકજ અવાજ સંભળાય છે જે કહે છે કે તમે એક નકામો અને કપટી માણસ છો. આ બધી વાતો મને વધારે હતાશામાં ધકેલી દેતી હતી અને મને લાગતું કે મેં વધારે એક વ્યક્તિને છેતરી છે. જો તેને ખબર હોત કે હકીકતમાં હું કેવી વ્યક્તિ છું તો તે મારી સાથે ક્યારેય ફરીથી વાત ના કરે.


અહી એક ઉપાય છે: એક માનવ આત્માને કોઈ શિખામણ કે બચાવવાની જરૂર નથી હોતી. એ તો ફકત એવું ઇછેછે કે તેને શાક્ષી ભાવે જોવાય. તે જેવો છે તેવો તેને જોવામાં આવે, સંભાળવામાં આવે અને તેનો સાથ દેવામાં આવે. જયારે આપણે આ પ્રમાણે, પીડિત વ્યક્તિ ને માન આપીએ ત્યારે આવી વ્યક્તિ ની સુધારવાની /રુઝાવાની શક્તિ ને ફરીથી જાગૃત કરીએ છીએ જે એક માત્ર શક્તિ છે જે પીડિત વ્યક્તિને આવી પરિસ્થિતિ માંથી બહાર નીકળવાની શક્તિ પૂરી પડે છે.


અહીજ મુશ્કેલી રહેલી છે. અનાયાસે જે લોકો મદદગારી છે તેઓ મદદ કરવા કરતા તે લોકો બહુજ સારા મદદગારી છે તેવું સાબિત કરવા માંગતા હોય છે. સાક્ષી અને સાથી થવા માટે સમય અંદ ધીરજ હોવી જરૂરી છે જે આપણામાં ઓછી હોય છે. ખાસ કરીને પીડિત વ્યક્તિ સાથે જુજ જ ઉભા રહી શકીએ છીએ. જાણે એ એક ચેપી રોગ હોય અને આપણને પણ તે રોગ લાગુ પડી જશે તેવા ડર થી આપને તેને જેટલું જલ્દી બની શકે તેટલું જલ્દી તેને પીડા માંથી બહાર કાઢી ત્યાંથી ભાગી જવા ઇચ્છતા હોઈએ છીએ. અને એવું લગાડતા હોઈએ છીએ જાણે આપને આપણા સારા માં સારા પ્રયત્ન કાર્ય હોય તેને મદદ કરવા માટે.


આ બધાની વચ્ચે આપની પાસે આનાથી સારી વસ્તુ છે: જાત ની ભેટ. આપણી હાજરી અને તેનું સતત ધ્યાન. જેમ મેરી ઓલીવરે લખ્યું છે: “ સૌથી પેહલી, મૂળભૂત અને શાણપણ ની વાત હોય તો એ છે : આત્મા નું અસ્તિત્વ અને જેને આપને સભાનતા, ચૈતન્ય અને જાગરૂકતા પણ કહી શકીએ.


મનન ના પ્રશ્નો:
૧. મનુષ્યના આત્માની કેવળ સક્ષીભાવ ની ભાવના અને તવી સામે સલાહ અને સબ સલામત ની ભાવના તમે કઈ રીતે આકડો છો?
૨. તમારી સ્વાનુભવ માં આવેલી કોઈ વાત જેમાં તમે સાક્ષી અથવા સક્ષીભાવ નો અનુભવ કર્યો હોઈ?
૩. આત્યંતિક દુઃખ ની છાયા સામે કઈ વસ્તુ તમને સાક્ષી ભાવ રાખવા માં મદદ કરે છે?

 

Excerpted from this blog.


Add Your Reflection

34 Past Reflections