The Power Paradox

Author
Dacher Keltner
74 words, 49K views, 13 comments

Image of the Weekવિરોધી વિચારની શક્તિ


ડેચર કેલ્ટનર


જીવન એક નિયમ પ્રમાણે ઘડાયેલું છે, અને છેલ્લા વીસ વરસના વૈજ્ઞાનિક અભ્યાસ પછી એક વૈજ્ઞાનિક નિયમ સૂજ્યો છે જેને વિપરીત વિચારની શક્તિ કહીશું. આપણે શક્તિનો વિચાર કરીએ અને માનવ સ્વભાવમાં જે સારાપણું છે તેનાથી દુનિયામાં પરિવર્તન લાવીએ, પરંતુ જે ખરાબ છે તેનાથી આપણે ટે શક્તિથી નીચા પડીએ છીએ. આપની બીજાઓની જીંદગીને ઉપર લાવવાથી જ આપણી વિશ્વને બદલી નાખવાની શક્તિ મેળવીએ છીએ પરંતુ એવો અનુભવ છે કે આ શક્તિ હોવાને આપણે ગમે તે રીતે વર્તન કરવાની છુટ મેળવીએ છીએ,અને એ ખરાબ ક્ષણોમાં ઉત્તેજિત થવું, અંકુશ બહાર થવું.

આપણે આ વિપરીત વિચારને એવી રીતે વાપરીએ છે કે જે આપણા વ્યક્તિગત અને વ્યવહારિક જીવનમાં આપણે કેટલા સુખી છીએ અને આપણે જે લોકોની સંભાળ રાખી છીએ તે કેટલા ખુશ છે તે નિર્ણય કરે છે.
વીસ વર્ષ પેહલા જયારે મેં અભ્યાસ શરુ કર્યો જેનાથી વિપરીત વિચારોની શક્તિ મારી સામે પ્રત્યક્ષ થઇ. મેં પ્રશ્ન કર્યો- શક્તિ શું છે?


આપણે એ જાણવું જરૂરી છે કે શક્તિ શું છે? મારી વૈજ્ઞાનિક ખોજથી મારાં આશ્ચર્ય વચ્ચે પેહલી વાત એ મલી કે આપણી સંસ્કૃતિમાં શક્તિને એક વ્યક્તિ નીકોલો માચી દ્વારા બહુ ઊંડાણથી એક આકાર આપવામાં આવ્યો છે. સોળમી સદીના તેના શક્તિશાળી પુસ્તક ‘The Prince’ તેઓએ શક્તિ વિષે જણાવ્યું છે કે પાવર એટલે ફોર્સ અને એટલે જુઠ અને દાવપેચથી કરવામાં આવેલી હિંસા. મીચેઆવેલીના મતે શક્તિ એટલે પ્રતિરોધક શક્તિનો મહત્તમ ઉપયોગ. સરમુખત્યારો પાસે જે શક્તિ હતી તે યુધ્ધભૂમિ વખતે નિર્ણાયક પગલા લેવાની સેનપતિઓની શક્તિ અથવાતો પોતાની કારકિર્દી બનાવવા માટે સહ્ભાગીનું બલિદાન, અને નાના બાળકને હેરાન કરતા સાંઢ જેવા માધ્યમિક શાળાના છોકરાઓની શક્તિ.


પ્રાંતિ વિચાર કરતાં આજના સંદર્ભમાં પાવરની આ વ્યાખ્યા વ્યર્થ છે. આનાથી સમાજમાં કોઈ ખાસ પરિવર્તન લાવી શકાતું નથી, જેવીકે ગુલામી પ્રથાની નાબુદી, સરમુખત્યારશાહીને ઉથલાવી નાખવી, સામાજિક હક્કોનો વિકાસ, સ્ત્રીઓને વિશેષ અધિકાર....વિગેરે વિગેરે. સમાજ હવે બદલાયો છેઅને મીચીઆવેલીના એ વિચારો હવે નકામા થઇ ગયા છે.


જો આપણે વિશ્વમાં પરિવર્તન લાવવું હોય તો બીજાને આ સામાજિક નેટવર્ક પ્રતીજાગૃત અને પ્રગતિશીલ કરવા જોઈએ.


પાવરની આ નવી વ્યાખ્યા એ હકીકત બતાવે છે કે કોઈ અસાધારણ વ્યક્તિ કોઈ અસાધારણ પળોમાં આ કરી શકે_ અનિષ્ઠ ચિંતક, ઉંચો હોદ્દો ધરાવતો રાજનીતિજ્ઞ, ધનવાન કે પ્રખ્યાત અથવાતો યુધ્ધમાં કે યુ.એસ સેનેટમાં પાવર એમ નહીં. દરેક વ્યક્તિની જીવન પ્રત્યેની જાગૃતિ એટલેજ પાવર. ટે કેવળ વિશેષ કાર્યોમાં જ છે એવું નથી. ટે રોજેરોજના કાર્યોમાં દેખાતી હોય છે. ખરેખરતો બધી ચર્ચા, બધા સંબંધો કે પછી બે વર્ષના બાળકને લીલા શાકભાજી ખવડાવવાનો પ્રયત્ન અથવાતો અક્કડ સહકાર્યકરતાને તેનાં શ્રેષ્ઠ કામ તરફ વાળવો. કોઈકને તકો પૂરી પાડવામાં કે રચનાત્મક વિચાર તરફ મિત્રને વાળવા પ્રશ્નોપૂછવા કે ઉત્તેજીત સહકાર્યકર્તાને શાંત પાડવો કે પછી યુવાન કે જે સમાજમાં પ્રવેશી રહેલો છે તેણે પ્રેરણાત્મક વિકલ્પો આપવા.


શક્તિ સંચાલનમાં પરસ્પર અસર કરતી સંરચના ઉત્પન્ન થઇને, માતા અને ગર્ભસ્થ શિશુનાં પારસ્પરિક વ્યવહાર, માતાપિતા અને બાળક વચ્ચેના પારસ્પરિક વ્યવહાર, પ્રેમીજનો ના વ્યવહાર, બાળપણનાં મિત્રો, યુવાવસ્થા, કામ કરતાં લોકો અને પરસ્પર ઝગડતા વ્યક્તિઓના જથ્થાને પ્રબોધે છે. એકબીજા સાથેના પરસ્પીક સંબંધોને જોડતું માધ્યમ એ શક્તિ છે. આ શક્તિ આપણને કોઈની પાસેથી ઝુંટવીનેનહિ પણ સહજ રીતે પ્રાપ્ત થયેલી છે, બીજાઓએ આપેલી છે.


પ્રતિબોધ બીજ મંત્ર:
(૧) આપણા પારસ્પરિક સંબંધો માટે શક્તિ એક માધ્યમ છે તે વિચારને તમે કઈ રીતે મૂલવો છો?
(૨) શક્તિ એ છીનવી લીધેલ નથી પણ બીજાઓએ આપેલ છે તે સંદર્ભમાં આપના વ્યક્તિગત અનુભવો ટાંકી શકો છો?
(૩) ‘મીશીપાવેલી ની વિચારધારા’થી જુદી પડે તેવો દ્રષ્ટિકોણ જેમાં શક્તિએ સેવાની વિચારધારાથી ઉત્પન્ન થાય છે તેના વિષે કંઇક જણાવી શકો છો?


ડેચર કેલ્ટનર કે જેઓ બર્કલી વિદ્યાલયના રિસર્ચર અને ગ્રેટર ગુડ સાયંસ કેન્દ્રના સ્થાપક છે. તેઓના તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક ‘બુક ઓફ પાવર’ માંથી આ સંદર્ભ લેવામાં આવેલ છે.
 

Excerpted from this article.  Dacher Keltner is a researcher at UC Berkeley, founder of Greater Good Science Center, and speaks about these themes in his latest book on power.


Add Your Reflection

13 Past Reflections