એક્કા કલાકાર થવું
–એકનાથ ઇશ્વરન
આપણે જેવા છીએ તેવો આપણો સ્વીકાર કરવાની જરૂર નથી. જનીન માળખું કે મગજ ના જૈવિક રસાયણ, જ્યોતિષ પ્રમાણે સાપેક્ષ સ્થિતિ કે ટેરો ના કથન, નાનપણ ના માનસિક આઘાતો કે પાલન - આ બધું આપણી શક્તિ ને કુંઠિત નહીં કરી શકે. બુદ્ધ સમજાવે છે, “આપણે જે કંઈ છીએ તે આપણા વિચારો નું ફળ છે.” આપણા વિચારો ના વહેણ ને મૂળ માંથી બદલીએ, તો આપણે આપણી જાત ને સંપૂર્ણ પણે નવું રૂપ આપી શકીએ.
ત્યારે આપણે એક્કા કલાકાર બની જઈશું. કોઈ ગીત લખવું કે કોઈ જ્ઞાન વિષયક કથા લખવી એ કોઈ નાનું કામ નથી; મહાન લેખકો અને સંગીતકાર ના આપણે ઋણી છીએ કે તેમને આપણને સુંદરતા અને માનવ સ્વભાવ ની આંતર સૂઝ આપી. હું ઉત્તમ રીતે કંડારેલ જીવન થી ખુબ પ્રભાવિત થાવ છું, જ્યાં સ્વાર્થ ના પ્રત્યેક કણ ને ઉત્કીર્ણ કરવામાં આવ્યો છે અને જે કંઈ વિચારમાં, વાણી માં, ભાવ અને કાર્ય માં છે તે બધું સંવાદિતા માટે છે.
આવા જીવન ને કંડારવા માટે અથાગ પ્રયત્ન અને મહેનત લાગે છે. આ (ધ્યાન) તેનો પડકાર છે – અને એટલેજ તે (ધ્યાન) નાસ્તિક મનુષ્યો ને ખુબ આકર્ષિત કરે છે, જેઓ આજકાલ સામે મુકાતા તત્કાલ પરિવર્તન ના દાવા ને જરાપણ ગંભીરતા થી નથી માનતા. તેઓ જાણે છે કે તમે જૂની ટેવો કે મનોભાવ ને એક “એન્લાઈટનમેન્ટ વિકેન્ડ” માં સામેલ થવાથી પલટી નહીં શકાઈ, જેમ પિયાનો માં હજી એક ચાવી શીખીને તરત બિથોવન કે ચોપિન ની જેમ વગાડવા માંડવું.
આપણામાં ના મોટાભાગના માટે, જડ થયેલી વિચાર, ભાવ કે ક્રિયા ની ટેવો આખો દિવસ શક્તિશાળી નદી ની જેમ આપણા દિવસ દરમિયાન વહે છે. સમજણ પ્રમાણે આપણે ચત્તા સુઈને વહેણમાં વહીયે છીએ. જેમકે, નદી માં તોફાન આવે, ત્યારે એ કેટલું સરળ અને સંતોષ જનક લાગે કે આપણે તેના વહેણમાં વહીયે. તેની સામે તરવાની કોશિશ તો કરો! તમારા દાંત કકળી જાય, શ્વાસ અધ્ધર ચડે, અને પગ નબળા પડી જાય. અધ્યાત્મિક જીવન ની આજ જરૂરીયાત છે કે આપણે આવું કરીએ, આપણી પરીસ્થિતિ ને પલટાવી અને સામે પાર તરવું, જેમ સેલમન માછલી ઘેર આવે.
ભારત માં, જયારે ચોમાસું આવે, અને વાદળા દિવસો સુધી સુપડાધારે વરસે, અને નદી ભરાઈ ને પુર આવે. મારા ગામના અનેક યુવાનો ઘણા મજબૂત તરવૈયા અને બહાદુર હતા. અમે આવા વમળ વાળા પાણીમાં ડૂબકી લગાવી ને સીધા સામે પાર તરવાની હોડ લગાવતા. આમાં એકાદ કલાક થી વધુ વાર લાગતી, આમ સામે પાર પહોંચતા, અને અમુક વિરલાઓ નિયત મુકામે પહોંચી જતા; બાકીના અમે મોટાભાગના સોએક ફલાંગ નીચે પહોંચતા. પણ બધાને આ હોડ માં ખુબ મજા આવતી.
તમે કહેશો કે,” હું કદાચ આવું ના કરી શકું.” પણ બધાજ કરી શકે. આ આપણા સ્વભાવ માં છે; તેને માટે આપણો જન્મ થયો છે. મનુષ્ય જન્મ જ એ માટે છે કે આપણી પાસે નક્કી કરવાની, બદલવાની અને આગળ વધવાની શક્તિ છે.
-એકનાથ ઇશ્વરન ના “Meditation” માંથી ઉદ્ધૃત
મનન ના પ્રશ્નો:
૧.) આપણો જન્મ આપણી પરીસ્થિતિ ના માળખાં ને પડકારવા જ થયો છે તે વિષે તમારો મત શું છે?
૨.) એવો કોઈ અનુભવ વર્ણવો જ્યાં તમે પરીસ્થિતિ ના પલટાવી હોય અને સામે પાર તર્યા હોવ.
૩.) આંનદપૂર્વક કેવી રીતે તમે પરીસ્થિતિ ના માળખાં ને પડકારશો ?