સંકલ્પ પૂર્વક મુક્ત રીતે જીવો
–એકનાથ ઇશ્વરન
અર્વાચીન મનોવિજ્ઞાન મોટેભાગે એવું સ્થાપિત કરે છે કે આપણે સુષુપ્ત માં પ્રવેશ સંપૂર્ણ જાગ્રૃત રીતે શક્ય નથી. મર્મી કહે છે “હા, તું કરી શકે છે! મેં કર્યુ છે .” આ સફર પૂર્ણ રીતે વર્ણવવો અશક્ય છે, પણ હું તેને વનવાસ માંથી પાછા ફરવું એવી રીતે સમજું છું. આપણે પણ તે અજાણ અને અદ્ભુત પ્રદેશ માં જઈ શકીએ, ખૂંખાર જાનવર જે ત્યાં ફરતાં હોય તેને પડકારતા, અહં નો રાજા જે આપણા સ્થાન પર રાજ કરે છે તેનો મહેલ ખોળી કાઢવો અને ત્યાં આપણું સિહાંસન પાછું મેળવવું અને સાથોસાથ અંતર નો ખજાનો જે ખરી રીતે આપણો છે તે મેળવવો. કારણકે આ આપણીજ જમીન છે, જ્યાં આપણો જન્મ થયો. થોડા સમય માટે આપણે દેશવટો ભોગવી લઈએ, આ રાજ્ય ભલે ઝુંટવી લેનાર ના અંધેર શાસન ને કારણે અવ્યવસ્થિત હોય, પણ આપણે વિજયી બની અને બધુંજ સરખું કરી શકીએ.
પણ “જંગલી જાનવર ને પડકારવા?” આ કોઈ અતિશયોક્તિ નથી: મારું મંતવ્ય છે કે સ્વાર્થ પૂર્ણ એષણાઓ અને નકારત્મક લાગણીઓ આપણને ઘેરે છે. તે કેટલી શક્તિવાન હોય છે! એવું કહેવું કે “હું વિચારું છું” કે “હું અનુભવું છું” તે મને હંમેશ કલ્પિત આકાંક્ષા લાગે છે. મોટેભાગે આપણે વિચારો માં વિહરીયે છીએ અને લાગણીઓ માં સંવેદનશીલ છીએ: આ બાબત માં આપણું કાઈ ચાલતું નથી. મનના દ્વાર હરઘડી ઉઘાડાં છે, અને આ અણગમતી માનસિક પરિસ્થિતિ ક્યારે પણ અંદર પ્રવેશી શકે છે. આપણે દારૂ પી શકીએ, કે પછી ઊંઘ ની ગોળી લઈએ, કોઈક સારી ચોપડી માં ખોવાઈ જઈએ કે પછી દસ મિલ દોડ લગાવીએ, પણ આ બધાં થી પાછા ફરીએ કે આ ખૂંખાર પ્રાણી તૈયાર અને ત્યાંજ હોય છે, શિકાર ની તાક ના ઉપક્રમે.
બીજી બાજું આપણે આ પ્રાણીઓ ને અંકુશ માં લાવવાનું શીખી શકીયે. જેમ ધ્યાન ઊંડું થાય, મૂઢતા, મોહ અને લાગણીઓ ના ઉછાળા નું, આપણા વર્તન પર ના તેના પ્રભાવ નું જોર ઓસરવા લાગે. ત્યારે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે વિકલ્પો શક્ય છે: આપણે હા પણ કહી શકીએ અને ના પણ. આ અગાધ મુક્તિ છે. કદાચ આપણે શરૂઆતમાં ઉત્તમ પસંદગી નહી કરીએ પરંતુ આપણે એટલી ખબર તો રહેશે કે પસંદગી ના વિકલ્પો છે. પછી આપણી યોગ્યતા સુધરે: અને આપણે સંકલ્પ પૂર્વક જીવવાનું શરુ કરીએ, મુક્ત રીતે જીવવાનું.
એકનાથ ઇશ્વરન ની ‘Meditation’ માંથી ઉદધ્રુત, તેઓ બ્લુ માંઉનટન ધ્યાન કેંદ્ર ના સંસ્થાપક છે અને અધ્યાત્મિક ગુરુ છે.
મનન ના પ્રશ્નો:
૧.) દેશવટો ભોગવી પરત આવવું અને સુષુપ્ત માં સંપૂર્ણ જાગ્રૃત પ્રવેશ આ બંને ઉપમા વિશે તમારો શો મત છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમને મૂઢતા, મોહ અને લાગણીઓ ના ઉછાળા માંથી મુક્તિ નો અહેસાસ થયો હોય.
૩.) સંકલ્પ પૂર્વક મુક્ત રીતે જીવવાનું કેવી રીતે શક્ય બને?
Excerpt from ‘Meditation’ by Eknath Easwaran, a spiritual teacher and founder of the Blue Mountain Center of Meditation.
SEED QUESTIONS FOR REFLECTION: How do you relate to the analogy of returning from exile to enter into the unconscious fully aware? Can you share a personal story of a time you distinctly experienced freedom from the control of compulsions, cravings and fits of emotion? What helps you to live intentionally, in freedom?