Trees are Sanctuaries

Author
Herman Hesse
36 words, 49K views, 24 comments

Image of the Weekવૃક્ષો પવિત્રભૂમિ છે


હરમન હેસ્સે


એક સુંદર મજબુત વૃક્ષથી વધારે પવિત્ર અને અનુકરણીય કઇજ નથી જયારે એક વૃક્ષને કાપવામાં આવે છે ત્યારે તે પોતાના નગ્ન અને મૃત્યુ-સમા ઘા ને સૂર્યની સામે છતા કરે છે, ત્યારે તેનો જીવનકાળ તેના થડ ના ચમકતા વર્તુળ માં કોતરાયેલો વાંચી શકાય છે.

તેના વર્ષો બતાવતો વલય છાપમાં તેના ઘા, તેના દુઃખો સંઘર્ષો માંદગી, ખુશી, ઉત્કર્ષ બધુજ ખરી રીતે અંકાયેલું હોય છે. નબળા-સબળા વર્ષો, કુહાડા નાં પ્રહારો અને તેને સહન કરેલા તોફાનો સ્પષ્ટ થાય છે. અને દરેક ખેડુ પુત્ર આ વાત જાણે છે કે મજબૂત અને ટકાઉ લાકડું બારીક વલયો ધરાવે છે અને તે ઊંચા પહાડ પર સતત તોફાનો થી ઘેરાઈ ને પણ અવીનાશી અને શુધ્ધ એવા મજબૂત વૃક્ષ ની દેન છે.

વૃક્ષો એક પવિત્ર ભૂમિ છે – જેમને પણ વૃક્ષો સાથે વાત કરતા આવડે છે અને તેને સાંભળી શકે છે, તેઓ સત્ય ને સમજી શકે છે. તેઓ નીતિશાશન નો ઉપદેશ નથી આપતા પરંતુ કોઇપણ વિશેષતાઓ થી ન બદલતા એવા જીવનના મૂળભૂત સીધાંતો ને સમજાવે છે. વૃક્ષ કહે છે – વિશ્વાસ મારી મજબૂતી નો પાયો છે. મને મારા પિતા અથવા હજારો બાળકો જે મારા થકી આવશે તે વિશે કશી ખબર નથી. હું માત્ર મારામાં પડેલ બી ને સંપૂર્ણરીતે વ્યક્ત કરું છુ, અને બીજુ કશી પરવા કરતો નથી. અને ઈશ્વરમાં શ્રદધા મને જીવાડે છે.

જયારે આપણે વિરોધોનો સામનો કરવો પડે છે ત્યારે આપણે જીવી શકતા નાથી. ઘાતનો આ સમયે વૃક્ષ આપણને કહે જાય છે કે “સ્થિર થાઓ, સ્થિર થાઓ”. મારી સામે નજર કરો, જીવન સહેલુ પણ નથી અને અઘરું પણ નથી. આ બધા બાલિશ વિચારો છે. તમારી અંદરના ઈશ્વર ને બોલવાનો મોકો આપો તો મન અને વિચારો આપોઆપ શાંત થઈ જશે. તમે બેચેન છો કેમકે તમારો માર્ગ તમને તમારી માં અને ઘરથી દૂર કરે છે. પણ દરેક પગલું તમને દરરોજ તમારી માં તરફ લઈ જાય છે. ઘર અહિયાં પણ નથી અને ત્યાં પણ નથી, ઘર તમારી અંદર છે, અથવા તો છેજ નહી.

આ મુક્તપણે પરિભ્રમણ કરવાની તીવ્ર ઇચ્છા મારા હૃદયને વીંધે છે જયારે હું હવામાં લેહરાતા વૃક્ષો નો અવાજ સાંભળું છું. કોઇપણ તેમને ધ્યાનથી સંપૂર્ણ મૌન સાધીને સાંભળે ત્યારે આ તીવ્ર ઇચ્છા પોતાના ગર્ભમાં રહેલ અર્થ છતો કરે છે. આ કોઈ દુઃખોથી દુર ભાગવાનો પ્રયત્ન નથી, તેવું લાગવું માત્ર આભાસ છે. આ એક પોતાનું મૂળ સ્થાન/ઘર શોધવાની તિતિક્ષા જનની ને જણાવાની અને નવા દૃષ્ટાંતો સ્થાપવાની છે. તે ઘર તરફ દોરે છે. દરેક માર્ગ ઘરભણી, દરેક પગલુ નવો જન્મ છે, નવું મરણ છે અને દરેક કબર – જનની છે.

જયારે સાંજના સમયે આપણે આપણા બાલીશ વિચારો સમક્ષ ખોવાયેલા ઉભા રહીયે છીએ ત્યારે વૃક્ષો હવામાં ફર ફરતા હોય છે. વૃક્ષો નો વીચાર અને શ્વાસ ઊંડા અને લાંબા અને શાંતિપૂર્ણ હોય છે, જેમકે તેની આપણા કરતા પણ દીર્ઘ આયુ. તેઓં આપણા કરતા વધુ પ્રબુદ્ધ હોય છે, જ્યાં સુધી આપણે તેને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન નથી કરતા. જ્યારે આપણે તેમને સાંભળવાનું શીખી ગયા કે આ ઉતાવળ, ટુંકી બુધ્ધી અને બાલીશ વિચારો અવર્ણનીય આનંદ પામે છે. જે પણ વૃક્ષોને સાંભળે તેને વૃક્ષ બનવાની ઇચ્છા કદીયે ન થાય. તેને કઈજ ન બનવું ગમે, સીવાય કે તે જે છે તેજ રહેવું. તેજ ઘર અને તેજ આનંદ.

મનન માટે નાં પ્રશનો:
૧. લેખક ના વિચારો પ્રમાણે શું તમને પણ લાગે છે કે, વૃક્ષો આપણા કરતા પ્રબુધ્ધ હોય છે, જ્યાં સુધી આપણે તેમને સાંભળી શકતા નથી?
૨. શું તમારો કઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકશો જયારે તમને વૃક્ષો ની પવિત્રતા નો અનુભવ થયો હોય?
૩. વૃક્ષો ને સાંભળવામાં તમને શું ઉપયોગી થયું છે?
 

by Hermann Hesse, Bäume. Betrachtungen und Gedichte (taken from this site)


Add Your Reflection

24 Past Reflections