Love Needs to be Constantly Cleansed

Author
Ajahn Jayasaro
32 words, 20K views, 7 comments

Image of the Weekપ્રેમને કાયમ ઊજળો રાખવો

ઝાન જયાસરો

નાનપણમાં જે વાર્તાઓ મેં ખુબ માણી, તેનો સુખદ અંત મોટાભાગે કૈંક પ્રેમને લગતી બાબત થી થયો હોઈ, પણ મેં જોયુ કે હકીકત માં “વાસ્તવિક જીવનમાં” પ્રેમ હંમેશા ખુશી ની જ ખાતરી આપનારો નથી, અને લાંબા સમય સુધી કોઈપણ પરિસ્થિતિ નો ઉકેલ પણ ન આપી શકે. યુવા અવસ્થામાં એક સૂત્ર એ મને ઘણોજ પ્રભાવિત કર્યો. જયારે એવું પૂછવામાં આવતું કે તમે મુશ્કેલી ઉભી કરવામાં સહાયક બનશો કે તેનો ઉકેલ મેળવવામાં. મને એવું લાગે છે કે આજ પ્રશ્ન આપણે પ્રેમ માટે પૂછવો જોઈએ, કે ખરેખર પ્રેમ જીવનમાં આપણા દુઃખો નો ઉકેલ લાવવે છે કે તેમા વધારો કરો છે. આ પ્રશ્ન માટે મારો બહુ ટુંકો જવાબ છે કે તે આધાર રાખે છે. અને કેવો આધાર ? કે તમે કઈ પ્રકાર નો પ્રેમ કરો છો અને કેવી રીતે તેની માવજત કરો છો. શુધ્ધ પ્રેમને પણ સતત ઉજળો કર્યા કરવો પડે છે.

પ્રેમ ને ઉજળો રાખવાની શી જરૂર છે. આનો સરળ જવાબ છે કે તેના ખરડાઈ જવાની શક્યતા છે. અને તેને ખરડાવે તેવી ગંદકી છે પીડા. અને પીડા નું કારણ: રાગ અને મોહ. આપણે માનવો તાંતણા જેટલું પણ દુઃખ નથી ઈચ્છતા. અને આનંદ થી નાનકડી ખુશી પણ લેવા તત્પર હોઈએ છીએ. બુદ્ધીપ્રદ રીતે એવું લાગે છે કે આપણે જીવન ના પ્રેમ સહીત દરેક પાસાઓમાં ખુશી માટેજ અનુકૂળતા ઉભી કરવી, જે શક્ય હોઈ તેટલી પીડા રહિત હોઈ. પ્રેમ જીવન નો એવો હિસ્સો છે જેને સમજ અને પ્રજ્ઞા થી ભીંજવી દેવા ની જરૂર છે. પ્રેમ ક્યારેક બીજી લાગણી ઓ સાથે ગુંથાઈ જતો હોઈ છે. ત્યારે જે લોકો બારીકાઈથી પ્રેમ ને નથી સમજતા તેઓ આ લાગણીઓ ને પ્રેમ ની અભિવ્યક્તિ અથવા પ્રેમજ માની લે છે. મોટે ભાગે, દાખલા તરીકે ચિંતા ઈર્ષા ને પ્રેમ ને ખરડાવતી ગંદકી માનવને બદલે તેનો પુરાવો માનીએ છીએ, અને સંતોષ થી તેને સાચવિએ છીએ. આવી ગંદકી તરફ આપણે દ્રષ્ટિ વિહીન બની જઈએ છીએ. આ ઘણું આઘાત જનક છે કે શીલ ભંગ કરાવનારી (દા.ત.લાલચ,નફરત,મોહવશતા) લાગણી જે પ્રેમ ને નષ્ટ કરી શકે તે આપણા હૃદય માં ચુપકે થી ઘુસી જાઈ છે. મોટા ભાગ ના લોકો આવા મકાન ના માલિક હોઈ છે જ્યાં મોટું બાકોરું હોય પણ દરવાજો ન હોય. આવા ઘરમાં કોઈપણ પેસી શકે એમાં આશ્ચર્ય નથી અને અનેક ચોર તો છેજ.


વિવેક પૂર્ણ પ્રયાસ એ કે પ્રેમ વિશે શીખવું, કારણ કે આપણા સ્વભાવને ખરી રીતે જાણવા અને સમજવા થીજ અનંત શાંતિ અને આનંદ નો માર્ગ મેળવી શકાય છે. આપણે માનવોએ તે મેળવવાની મનોકામના કરવી જોઈએ.

આઝાન જયાસરો ની “On Love” માંથી ઉધ્ધ્રુત.

મનન ના પ્રશ્નો:
૧. ચિંતા અને ઈર્ષા ને ભૂલ થી આપણે પ્રેમ નો પુરાવો માનીએ છીએ. આ વિશે તમે શું માનો છો?
૨. તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારે તમારા પ્રેમ ને ઉજળો કરવા ની જરૂર પડી હોય? તેવો કોઈ પ્રસંગ વર્ણવો.
૩. કેવી રીતે તમે સજગતા થી સતત પ્રેમ ને ઉજળો રાખવાનો પ્રયત્ન કરી શકો?
 

excerpted from Ajahn Jayasaro's book, On Love.


Add Your Reflection

7 Past Reflections