Destiny is Within Us

Author
Hawah Kasat
34 words, 17K views, 11 comments

Image of the Weekપ્રારબ્ધ આપણી અંદર છે


- હવાહ કાસટ


એક દિવસ હું બસ સ્ટેન્ડ તરફ ચાલી રહ્યો હતો. પરસેવાથી નીતરતા મેં થોડાક દુર ઝાંખા પડેલા ધાતુના પાટીયા ભણી નજર કરી. ત્યાં મેં અવ્યવસ્થિત ટોળું જોયુ. થોડાક લોકો લાકડાની બેઠક પર બેસેલા, ધુમ્મસ છાયા ફ્લેક્સ નાં બોર્ડ ને તાકી રહ્યા હતા. મેં મારી કાંડા ઘડીયાળ માં સમય જોયો અને હું થોડાક વહેલો હતો. બસ હજુ પાંચેક મીનીટ સુધી આવે તેવું નહોતું લાગતું. તેજ ક્ષણે મને મોટા પૈડાનો અવાજ મારી પાછળ આવ્યો અને ક્લ્ચના જમીન સાથે દબાઈને મરડવાનો અવાજ, સાથે સાથે પૈડાના નાના ખાડામાંથી નીકળતા બસની બારીયો માં થતી ધ્રુજારી આ બધુ સંભળાયું. મેં ઝડપથી પાછું વળીને બસને જોઈ. બસને ધીમી પાડવા કોઈજ ટ્રાફીક નહોતો. હું એક ફર્લાંગ દૂર અને બે વિકલ્પો વચ્ચે ફસાઈ ગયો હતો.

પહેલો વિકલ્પ ત્યાં ઉભા રહીને મારું ભવિષ્ય “બહ્માંડ (universe) પર છોડી દેવું એવું પોતાની જાતને કહેવું કે કદાચ બ્રહ્માંડ ને મંજૂર નથી કે હું આ બસ પકડું અને જાણીતું વાક્ય વાગોળું કે આતો બનવાનુજ નહોતું”.

બીજો વિકલ્પ એ હતો કે મારી બેગ મજબૂત રીતે પકડી અને દોડું. દોડવાથી બસ પકડી શકું એવી કોઈ ખાતરી ન હતી પણ આ મને હારી ને હતાશા માંથી સર્કિજવામાથી મુક્ત કરી શકે. વિકલ્પ ઉપર ચિંતન કરવું તે દિવસના ગમે તે ભાગે અઘરુજ છે.

બ્રહ્માંડ પાસેથી મને થોડોક ઈશારો મળયો હતો કે લાગે છે કે હું આ બસ કદાચ ચુકી જાઉં તે છતાય પરિસ્થિતિ બદલાવવા મારી પાસે કશુંક કરવાનો અવકાશ હતોજ. ચોક્કસપણે બસ સમય કરતા વહેલી હતી, પણ મારી પ્રતિક્રિયા મારા વશમા હતી અને જે મારી યોગ સાધના એ મને શીખવ્યું હતું. મારી પ્રતિક્રિયા બ્રહ્માંડને દોષ દેવાની હોઈ શકે અથવાતો આવા વિચાર માં ફસાવું કે “આ થવાનુંજ નહોતું” અને બીજું કે પોતાના પગ પર વિશ્વાસ રાખી ને દોડી જાવું.

જીવનની દરેક ક્ષણે આપણે આવતી ક્ષણોને વહેતી મુકીએ છીએ જે આપણા ભવિષ્ય ને આકાર આપે છે. હવે મારી પાસે બે પસંદગી છે કે હું તેને પ્રારબ્ધ પર છોડી દઉં અથવાતો મારી ચેતના ને જાગૃત કરીએ અને એવા વિશ્વાસ ને અંગીકાર કરું કે હુંજ બ્રહ્માંડ છું. જ્યારે આ બને ત્યારે પહેલાની જેમ બહારના કોઈ પ્રારબ્ધને દોષ દેવાને બદલે આપણે પ્રારબ્ધને આપણી અંદર રહેલ છે તેમ સમજીએ. પસંદગી મારી છે. આપણી છે. પસંદગી આપણા બધાની છે.

‘Your path to destiny’ – હવાહ કાસટ, માંથી ઉધ્ધૃત.

મનનના પ્રશ્નો:
૧. પ્રારબ્ધ આપણી અંદર છે તેને તમે કેવી રીતે સમજો છો?
૨. એવો કોઈ પ્રસંગ વર્ણવો જ્યાં તમે તમારી ચેતના બહારની દશા ને બદલે અંદરની પસંદગી તરફ વાળી શક્યા હો?
૩. આવી જાગૃતિ કેવી રીતે લાવી શકાય?
 

Excerpted from "Your Path to Destiny" by Hawah Kasat.


Add Your Reflection

11 Past Reflections