The Glass is Already Broken


Image of the Weekઆ કાચ તુટેલોજ છે

- સ્ટીફન અને ઓન્ડ્રીયા લેવાઈન

એક વખતે કોઈકે એક જાણીતા ધ્યાન શીખવનાર ગુરૂને પ્રશ્ન કર્યો, “આ દુનિયા જ્યાં બધું બદલાય છે, જ્યાં કશુંજ શાશ્વત નથી, જ્યાં ગુમાવવું અને શોક આપણા આવતાની સાથેજ જોડાયેલ છે, ત્યાં કેવી રીતે કોઈપણ પ્રકારનો આનંદ શક્ય છે? કેવી રીતે આપણે કોઈપણ સુરક્ષિતતા અનુભવીએ જ્યાં આપણી ધારણા પ્રમાણે કશું થાય તેવી કોઈ શક્યતા બહુજ ઓછી છે. ગુરુએ ખુબજ કરુણાભાવથી શિષ્ય તરફ જોયુ અને એક પ્યાલો ઉપાડયો જે તેમને સવારે આપેલો. અને કહ્યુ, “તુ આ પ્યાલો જુવે છે”? આ મારા માટે ક્યાર નો તુટી ગયેલ છે. હું તેની મજા લઉં છું તેમાંથી પીવું છું. તે તેના ભરેલા પાણીને સારી રીતે સાચવે છે અને ક્યારેક સૂર્યના કિરણો ને ઝીલી ને સુંદર પ્રતિબિંબ પાડે છે. જો હું તેના પર આંગળી થપથપાવું તો મજાનો રણકાર પણ ઉત્પન્ન કરે છે. પણ જો હું તેને અભેરાઈ પર મુકું અને હવાથી તે પડી જાય, અથવા મારી કોણી તેને જરાક અડે અને તે ટેબલ પરથી પડે તો તેના ટુકડેટુકડા થઈ જાય, અને હું કહું, “ખરેખર, જયારે હું આ સમજુ કે આ ગ્લાસ તુટેલોજ છે ત્યારે તેની સાથેની પ્રત્યેક ક્ષણ મહામૂલી બની જાય. દરેક ક્ષણ જેવી છે તેવી જ, કોઈજ બીજી રીતે હોવાની જરુરજ નહીં.


આપણે જ્યારે આ પામી જઈએ કે આ ગ્લાસની જેમ, આપણું શરીર તૂટેલુંજ છે, અને હકીકતમાં આપણે મૃતપાય છીએ, ત્યારે જીવન અમૂલ્ય બની જશે, અને આપણે તેની પ્રત્યેક ક્ષણ ને માટે તૈયાર હશું, તે જેવી રીતે આવે છે તેવી રીતે સ્વીકાર કરવા. જયારે આપણે આ સમજીએ કે આપણા પ્રિયજનો પણ મૃતપાય જ છે – આપણા બાળકો – સાથીદાર – મિત્રો – ત્યારે તે બધા કેટલા મુલ્યવાન બની જશે. ત્યારે ભય કેટલું માથું મારશે, કે શંકા કેટલા સંબંધ તોડાવશે? જયારે તમે તમારું જીવન એમ સમજીને જીવો કે તમે મૃતપ્રાયજ છો ત્યારે જીવનનો નવો અર્થ પ્રગટ થાય છે.


દરેક ક્ષણ એક આખું જીવન, પોતાનામાં એક વિશ્વ બની જાય છે. જ્યારે આપણે આ મૃતપાય અવસ્થાને સમજીએ, ત્યારે આપણી મહત્વની બાબતો બદલાય છે, આપણું હૃદય ખુલી જાય છે અને આપણું મન જુના બંધનો અને મિથ્યા અભિમાનની , સમજણ ઝાખપમાંથી બહાર આવવા લાગશે. આપણે જીવનને વહેતું જોઈ શકીએ, અને મહત્વની બાબત તરતજ સ્પષ્ટ થઈ જશે: પ્રેમનો પ્રવાહ, સમજણ ની આડે આવતા અવરોધો ને દૂર કરવા, આપણો કબજો છોડવો અને આપણી જીતથી સંતાવાનું બંધ કરવું.


આપણી જાતને ગૂંગળાવીને જીવવું કેટલું હીન છે તેવું દેખાય, ત્યારે આપણે હળવેથી પ્રકાશ તરફ આવીએ, એજ પ્રકાશ જે આપણે બધા સાથે વહેચીયે છીએ. જો આપણે દરેક શીખ, દરેક મેળવવું, ગુમાવવું, ભય, ખુશી જેમ ઉત્પન થાય તેમજ પૂરી રીતે અનુભવીએ તો જીવન ચાલતું રહે, આપણે જીવનનાં ભોગ નહી બનીએ અને ત્યારે દરેક અનુભવ, પ્રિયજનને ગુમાવવાની ઘટના, એ એક જાગૃત થવા માટેનો મોકો બની જશે. જો માત્ર આપણી આઘ્યાત્મિક સાધના આપણે મૃતપાય છીએ તેવી રીતે જીવવાની બની જાય. અને જેને પણ આપણે મળીયે કે કઈ પણ કરીએ તે એવી રીતે કે આ જીવનની છેલ્લી ઘડીઓજ છે, ત્યારે જુઠ્ઠાપણાની કે દેખાડો કરવા ક્યાં સમય બચશે? આપણે મૃતપાય રીતે જીવીએ અને આપણા બાળકો પણ મૃતપાય છે તેવું સમજીએ તો આપણી પાસે સ્વબચાવ કે જુના ઝાંઝવા ને ફરી બેઠા કરવાનો ક્યાં સમય હશે? માત્ર પ્રેમજ ઉચિત લાગશે, માત્ર સત્યજ.


સ્ટીફન અને ઓન્ડ્રીયાની “who dies”? An investigation of conscious living & conscious dying” માંથી ઉધ્ધ્રુત.


મનના પ્રશ્નો:
૧. પોતાને મૃતપાય માનીને જીવવું તે તમે કેવી રીતે સમજો છો?
૨. આવો કોઈ અનુભવ કે જયારે તમે આવું કરી શક્યા હો?
૩. બધીજ બાબતોની અનિત્યતાને નિરઉત્સાહ થયા વગર જોઈ શકવામાં શું મદદરૂપ બનશે?
 

Excerpted from Stephen and Ondrea Levine's book, Who Dies?: An Investigation of Conscious Living and Conscious Dying.


Add Your Reflection

31 Past Reflections