How to Live If You're Going to Die

Author
Blanche Hartman
48 words, 74K views, 21 comments

Image of the Weekમરણ નિશ્ચિત જ છે, જીવશો કેવી રીતે ?


બ્લાન્ચ હાર્ટમેન

હું જ્યારે ગ્રીન ગુલ્ચ માં રહેતી હતી ત્યારે વર્ષો પહેલાં મેં તેને આદેશ આપ્યો હતો – તે મારી પ્રિય મિત્ર તરફથી સંદેશ આવ્યો કે તે મૃત્યુ ને આરે છે. મેં તેના પતિ સાથે જઈ તેને મળવાની અને ફરી તેને કઈ આદેશ આપવા વ્યવસ્થા કરી. જીવન અને મૃત્યુ બાબતે આ વસ્તુ મને બહુજ ઉપયોગી થઈ – મારા મૃત્યુ પ્રત્યે – ગમે તેમ હોય – મૃત્યુ ને જિજ્ઞાસા થી મળું? તે શું છે? આપણે જાણતા નથી. પછી પણ આપણે તેને જાણી શકતા નથી, શું આપણે તેની સાથે રહીને જીવન અને મૃત્યુ ના આ રહસ્ય ને જાણી શકીશું? હું જ્યારે મારી મિત્ર જેની ને મળવા ગઈ ત્યારે મેં તેને કહયું મારા અને પીટ ની પહેલાજ તું આ મહાન રહસ્ય ને શોધવા જઈ રહી છો. તે હોસ્પિટલ ના રુમમાં પથારીમાં હતી – છતાં તે કુદી ને મને વળગી પડી. અને કહયું – બ્લાંચ ! એ તો પ્રેમ અને ખુશી મારે છે. મરણ ના અઠવાડિયા પહેલાં આ શબ્દો તેને કહેલા. જેની તારી આપેલી આ શિક્ષા માટે હું તારો આભાર માનું છું. આ બધું કેવળ પ્રેમ અને ખુશી માટે છે. આ મહાન રહસ્ય ને જેમ શીખીશું તેમ આપણા હૃદયમાં પ્રેમ અને ખુશી ને ભરી શકશું? હું મારી જાત વિશે વિચારું છું કે હું વૃધ્ધ થતી જાઉં છું – માનો કે હું મરણશૈયા પર હોઉં અને આવો વિચાર વ્યક્ત કરી શકીશ? જેમ જેમ હું મૃત્યુની નજીક જઈશ તેમ તેમ પ્રેમ અને આનંદ નો અહીજ છે, આજ જાણે છે – જો આપણે આપણી જાતને તે માટે ખુલ્લી કરી દઈએ.


મને ખ્યાલ આવ્યો કે હવે મૃત્યુ નજીક છે તેથી મેં તેનો અભ્યાસ શરુ કરી દીધો. પહેલા મેં ક્યારે પણ તેને વિશે વિચાર્યું નહોતું. પરંતુ મારી સમવયસ્ક એક મિત્ર જેના બાળકો પણ મારા બાળકોની ઉમરના જ હતા. અમે બન્ને એક દિવસ સાથે જ હતા ત્યારે તેને સખત માથાનો દુખાવો ઉપડ્યો. દુખાવો સખત હતો તેથી સવારે જ તે ડોક્ટર પાસે ગઈ, અને ઓપેરશન ન થઇ શકે તેવું ટ્યુમર તેના માથામાં હતું – એવું નિદાન થયું. ત્યાર બાદ તે કોમામાં ચાલી ગઈ અને મૃત્યુ પામી. અરે રે ! પહેલા માથાનાં દુખાવા પછી ફક્ત એક જ મહિનામાં !


મારી સાથે પણ આવું બની શકે છે. ઓ ઈશ્વર હું મરીશ ! પરંતુ બીજો વિચાર એ આવ્યો કે તમે મરવાનાજ છો. એવી ખાતરી થતા પછી તમે કેવી રીતે જીવશો? આવો પ્રશ્ન મારાં મનમાં ઉદ્ભવ્યો તેજ મને મળેલી ભેટ હતી. અને તેથી કઈ રીતે જીવવું? મરવાનું તો નિશ્ચિત જ છે – મને કોણ એ વિશે માર્ગદર્શન આપી શકે તેની ખોજ શુરુ કરી. મને ખબર જ છે તે મૃત્યુ નિશ્ચિત છે. તેથી ભગવાન બુદ્ધ ના ઉપજ્જથાના સુત્રમાંથી દરરોજ સ્મરણીય એવા પાંચ સૂત્ર તમારી સાથે શેર કરું છું.
૧. વૃધ્ધ થવું એ મારો સ્વભાવ છે. તેમાંથી કોઈ બચી શક્યું નથી.
૨. બીમારી એ મારો સ્વભાવ છે, તેમાંથી બચવા નો કોઈ માર્ગ નથી.
૩. મરણશીલતા એ મારો સ્વભાવ છે. મૃત્યુથી કોઈ બચી શક્યું નથી
૪. મારી પાસે જે છે અને મને જે પ્રિય છે તેવી વસ્તુ કે વ્યક્તિ પણ પરિવર્તનશીલ છે. તેને ગુમાવવાથી કોઈ બચી શક્યું નથી.
૫. મારાં કર્યો જ મારી સાચી મૂળી છે. મારાં કર્મનાં ફળમાંથી હું ક્યારેય બચી શકીશ નહીં. મારા કાર્યોનાં આધારેજ મારું જીવન છે.


તમે જાણો છો કે તમે મારવાના જ છો તો આ પાંચ સુત્રો જીવન કેમ જીવવું તેને સ્મરણમાં રાખવા એજ જીવાની ચાવી સમાન છે. તમારાં કર્યો પર ધ્યાન આપો. તમારાં કર્યો દયા સભર છે? પ્રમાણિક છે? લોકો ને સહાય રૂપ બનવા કે જેનાથી અન્ય ને ફાયદો થાય એવી કોઈ ભાવનાથી તમે કાર્ય કરો છો? તમારા કાર્ય સ્વાર્થપૂર્ણ કે ઉદાર છે? તમે આ જીવન કેવી રીતે જીવો છો?


મનન નાં પ્રશ્નો:
૧. રોજના આ પાંચ સુત્રો નું સ્મરણ તમારાં જીવનમાં કેટલે અંશે ઉપયોગી છે?
૨. શું તમે તમારો મૃત્યુ સાથે નો નજીક અને વ્યક્તિગત અનુભવ વર્ણવી શકશો?
૩. તમારા કાર્યો પ્રત્યે તમારે સજગ રહેવું જોઈએ એ બાબત યાદ રાખવા તમે શું કરશો?


બ્લાંચ હાર્ટમેન સાન ફ્રાન્સિસ્કો ના ઝેન સેન્ટરમાં પહેલા મહિલા અબ્બોટ (મુખ્ય પુજારી) છે.
 

Zenkei Blanche Hartman was the first woman abbot of the San Francisco Zen Center, practicing in the lineage of Shunryu Suzuki.


Add Your Reflection

21 Past Reflections