વર્તમાનમાં પદાર્પણ એ ભેટ સમાન છે
કેરોલીન હોબ્સ
આપણામાંના ઘણા એ અહમ વિશે સાંભળ્યું હશે અને એજ અહમભાવ આપણા થકી અજાણપણેઆપણું જીવન વહન કરે છે. પરંતુ આપણામાંના ઘણાંજ જૂજ માણસોને ખબર હશે કે આપણી તે અહમિયત ઘણી સૂક્ષ્મ રીતે આપણા નાના અને અવિક્ષિત સંરક્ષણાત્મક પાસાને વ્યક્તિગત રીતે તમામ નાની વસ્તુઓને અસર કરે છે, અને આપણો વર્તમાન પ્રત્યે વિરોધ ઉભો કરીને નાશ નોતરે છે. મૂર્ખતાપૂર્ણ અને નીરસ વર્તમાનમાં આપણો સમય બગાડવાને બદલે, બીજી ઘણી મહત્વની વસ્તુઓ વિષે ચિંતા કરવાની છે એવું આપણો એ અહમ કોમળ અને લલચાવનાર અથવા મોટેથી અને પડકારજનક રીતે આપણને પોકારીને કહે છે પણ આ બધી બહાદુરીની નીચે આપણો અહમ વર્તમાન જિંદગી માટે કષ્ટદાયક પ્લેગની જેમ વર્તે છે.
અહમનું કામ આપણને જીંદગીમાં દરેક રીતે રક્ષવાનું છે. એક રક્ષક તરીકે તે પોતાનું કામ ગંભીર તરીકે કરે છે જે ખરેખર મહત્વનું નથી. ભય અને ખરાપણા વચ્ચેની તેની ટુંકી દ્રષ્ટિને કારણે ભેદ પારખી શકતો નથી, આપણો અહમ કદાચ આપણને ઘાયલ કરી બેસશે એવું આપણને ઠસાવીને અહમ પોતાની સમજશક્તિ વડે આપણા સંબંધોને નષ્ટ કરી શકે છે. અહમ પોતાના વફાદાર સૈનિકો જેવાકે ભય, ચિંતા, શંકા, નિર્ણાયક શક્તિ અને નિરાશા વડે પોતાનું ચૌર્યકર્મ પાર પાડવા માટે આધાર રાખે છે.
યાદ રાખો પ્રેમ કે સુખ નહીં પણ સુરક્ષિતતા એ અહમનું એકમાત્ર લક્ષ્ય છે. અસુખ, માંદગી, ખાસ કરીને હૃદયદ્રાવક ઘટનાના દુઃખથી દૂર રેહવાના પ્રયત્ન કરતી વખતે અને આઘાતથી દૂર રેહવાના પ્રયત્ન વખતે એ દરેક જગ્યાએ મદદ કરે છે. આપણને બેધ્યાન કરવા, વેરવિખેર કરવા માટે અહમ અનેક અવિરત વિચારોની, જૂની યાદોની, કલ્પનાઓની, ભયની, હારની યોજનાઓની, ચિંતાઓની, નીરાશાઓની આપણા મનમાં માળા જપે છે. આપણે એમ કહીએ કે અહમને વર્તમાનની હંમેશા બીક રહે છે.
દાદીમાની લગ્નની વીંટી અને બાપુજીની સોનાની ઘડિયાળની સાથે આપણને અહમીયતના સૈન્યનો પણ વણપૂછ્યો વારસો મળ્યો છે. એ આપણા વર્તમાન અનુભવોને ખરાબ કે સારા ચીતરે છે. આ ચુકાદાને આપણે સ્વીકારી લઈએ છીએ. અહમ ભવિષ્યમાં થનાર આઘાતને નિવારવા ભૂતકાળમાં થયેલ આઘાતના વિશ્લેષણમાં વાહિયાત રીતે કલાકો વ્યતીત કરે છે. તેનું સમગ્ર એર્થઘટન આપણે ગળે ઉતરી જાય છે. જયારે અહમ મારાં વિચારો, મારી લાગણીઓ, મારી અપેક્ષાઓ જેવી રસાળ વાર્તાઓ વડે આપણને સપેટામાં લે છે ત્યારે આપણે જાણે મોટા મોજા પર ચડ્યા હોઈએ તેવી રીતે એ વાર્તાઓમાં કેવા ઓતપ્રોત થઈએ છીએ તે આપણે જાણીએ છીએ.
આપણા અજ્ઞાનનો લાભ લઈને અહમ આપણી પાસે અજાણપણે આ બધું કરાવતો રહે છે.
આપણી આંતરિક પ્રમાણિકતાને એક નાનો પ્રશ્ન કરવાનો સમય આવી ગયો છે કે આપણે એટલે કોણ? ઉપરની સપાટીને તરાશીને જોઈએતો પાંચ વર્ષનો નાનો બાળક અજાણ્યા અવાજથી પોતાની જાતને પલંગ નીચે છુપાવી દે તેવી રીતે અણગમાજનક અચિંત્ય, અચાનક આવી પડેલી વસ્તુ જે આપણને નુકશાન કરી શકે ટે એટલે આપણે. આપણો અહં વિચારે છે અને વર્તે છે અને તે આપણે માટે વધારે અશાંતિ ઉજાગર કરે છે અને વધારે ચિંતા સર્જી શકે છે.
જો આપણું લક્ષ્ય સુખ અને સ્વતંત્રતા હોય તો આપણે અહમની ચતુરાઈભરી કારીગરીની ઉપેક્ષા કરીને જોવાની જરૂર છે. તે માટે પદ્ધતિસર અને થોડા ઉંડાણ ભર્યા ખેડાણની જરૂર છે. હંમેશા સુંદર રીતે આપણું ધ્યાન જકડી રાખતો અહમ સદીઓથી તેની રમતમાં સર્વોપરી રહ્યો છે. આપણી પ્રથમ જરૂરિયાત અહમના રાજ્યને દૂર કરવાની છે. જો હવે તમે આ સત્ય સમજી શકો તો તમારે ફરીથી આઘાત પામવાનાં, ભયભીત થવાનાં કે નિરાશ થવાનાં વાર નહીં આવે.
જિંદગીની સાથે સંઘર્ષ જોડાયેલો છે. આપણે અહંની વાતોથી આનંદ પામીને હકારાત્મક બનવાને બદલે આપણા હૃદયનો કોમળ અવાજ વિશ્વાસ રાખીને સાંભળવો જોઈએ. તમે ભય અને શંકાનો સીધો અનુભવ કરીને પણ તેને ત્યાગીને સુરક્ષિત રહી શકો.
આપણે ભય અને નીર્ણાયાત્મકતાને અટકાવી શકતા નથી. આપણે તેના વિષે વિચાર કરીએ તે પેહલાં જ અહમિયતના વિચારો કબજો કરી લે છે. પરંતુ આપણે સજાગ રહીને આપણો પ્રત્યઘાત (નિર્ણય) ચયન (નક્કી) કરી શકીએ છીએ.
વર્તમાનમાં પદાર્પણ માટેની ભેટ આપણે આપણને ગમે તે ક્ષણે, ગમે ત્યાં કે ગમે તે સમયે આપી શકીએ છીએ. આપની આંતરિક શાંતિ અને મુક્તિ માટેનો આપણો ઈરાદો આપણું હોકાયંત્ર છે. તે જ આપણને દોરવણી આપે છે.
મનન માટેનાં પ્રશ્નો:
૧. સુરક્ષિતતા અહમનો એકમાત્ર લક્ષ્ય છે તેને તમે કેવી રીતે મૂલવો છો?
૨. તમારી અહમીયતની વાતોની ઉપરવટ જઈને તમારા હૃદયનો અવાજ સાંભળવા મળ્યો હોય તેવો કોઈ પ્રસંગ અહીં ચર્ચી શકો છો?
૩. કયા અભ્યાસથી તમને વર્તમાનમાં પગ મુકવાની ભેટ પ્રાપ્ત થઇ છે?
કેરોલીન હોબ્સના પુસ્તક “તમારી જાતને મુક્ત કરો”, “Free Yourself” માંથી ઉધ્ધ્રુત. કેરોલીન હોબ્સ વીપશ્યનાના ઉપાશક, શિક્ષક અને લેખક છે.