Praise Song for Wide Open Space

Author
Omid Safi
51 words, 17K views, 8 comments

Image of the Weekખુલ્લી અવકાશી જગાઓ નું સ્તુતિ ગાન


-ઓમીદ સાફી


ખુલ્લી અવકાશી જગાઓ મારા હૃદય ને અચંબિત કરે છે. તે ક્યારેક સપાટ જમીન, રણ, પર્વત પર થી દેખાતો નઝારો કે કુંજ. આવી જગાઓ મને ઈશ્વર ની હાજરી ની યાદ અપાવે છે. જે હાજરી કોઈ મંદિર, મસ્જીદ કે ચર્ચ માં ભાગ્યેજ મળે. હું અ રહસ્ય વિષે વિચાર વા બેસું છું કે એવું શું છે કે જે આપણા હૃદય ને સ્પર્શી જાય.

રુમી કહે છે –
“ ચિંતા થી વિમુક્ત બનો
એ વિચારો કે વિચાર કોને બનાવ્યો!
જેલ માં શાને રહો છો
જયારે દરવાજા ખુલ્લા જ છે.”


આવું ખુલ્લા પણું મને ખાલી લાગવાને બદલે આમંત્રણ જેવું લાગે છે, એક પોકાર, આવકાર – આવી ખુલ્લી જગાઓ કોઈક સ્થાન વગરના અવકાશ તરફ ખેચી જાય છે, જે સમય થી પર સમય જેવું છે. ઘણા પૌરાણિક સંતો એ કહ્યું છે “જેવું ઉપર તેવું જ નીચે”.


કદાચ આ અવકાશ પ્રત્યે ના પ્રેમ નું કંઇક કારણ હશે; એક ઈચ્છા મોટું, મહાન કે સંયુક્ત રહેવાની આપણી રોજીંદી ઘરેડ ના નાના નાટકો માંથી નજર હટાવી ને ઉપર જોવાની તડપ માં કંઇક તો હશે, જે સૃષ્ટિ ના તાલ સાથે અને સર્જક સાથે ઐકય સાધે.


જીવન આપણા પૂર્ણ પણે જીવવા માટે છે.


કમ સે કમ મારે માટે તો આ ખુલ્લા અવકાશ તો આ પોકાર છે, એક યાદી કે આપણે કોણ હતા કોણ છીએ અને આપણે શું બનવું જોઈએ. એક યાદી કે જીવન ગંગામાં આપણે “માત્ર તરતા- વહેતા” નથી. જેમ માર્ટીન લુથર કિંગ કહેતા કે, આપણી અંદર સમગ્ર સૃષ્ટિ જેવડું વિશાળ તત્ત્વ છે. આપણા હૃદય ના ઉંડાણ માં એવી એક શક્તિ છે જે સમગ્ર બ્રહ્માંડ સુધી પહોંચી શકે, કેમ કે તે સૃષ્ટિ સર્જક ની છબી માંથી બનેલ છે.


ખુલ્લી અવકાશી જગાઓ આ યાદી છે કે આપણા હૃદય વધુ ખુલ્લા, છુટ્ટા મૂકવામાં આવે, એવી રીતે કે સમગ્ર સૃષ્ટિ તેની અંદર પ્રતિબિંબિત થાય.


મનન ના પ્રશ્નો:
૧. તમારા જીવન માં ખુલ્લી અવકાશી જગાઓ શું છે.
૨. કોઈ એવો અનુભવ વર્ણવો જ્યારે આવી જગાએ રોજીંદી ઘટમાળ માંથી તમારી નજર બ્રહ્માંડ ના તાલ તરફ ફેરવી કરી હોય.
૩. હૃદયને વધુ ખુલ્લું અને છૂટું કઈ રીતે મૂકી શકાય કે તેમાં સમગ્ર સૃષ્ટિ પ્રતિબિંબિત થાય

 

Excerpted from this page.


Add Your Reflection

8 Past Reflections