Be Cool to the Pizza Dude

Author
Sarah Adams
42 words, 27K views, 11 comments

Image of the Weekપીઝા ડીલીવરી કરનાર વ્યક્તિ પ્રત્યે સમતા દાખવો

- સારાહ એડ્મ્સ

જીવન પ્રત્યે કોઇ એક મારો આધ્યાત્મિક અભિગમ હોય તો તે આ પ્રમાણે છે; કે પીઝા ડીલીવરી કરનાર વ્યક્તિ તરફ સમભાવ દર્શાવો, તે તમારા માટે શુભ હશે. પીઝા ડીલીવરી કરનાર વ્યક્તિ બાબતે આ ચાર સિધ્ધાંતો માર્ગદર્શક છે.

સિધ્ધાંત ૧ – પીઝા ડીલીવર કરનાર વ્યક્તિ પ્રત્યે સમતાભાવ એ તમારામાં વિનમ્રતા અને ક્ષમાની ભાવના જગાડશે. હું તેને ટ્રાફીક્માં આગળ જવા દઇશ. ડાબી લેન માંથી તે કઇ રીતે સહીસલામત રૂપે બહાર નીક્ળે તેમ કરવા દઇશ, મારી કારની બારી બહારના કે મારા હોર્ન વગેરે ને ભુલી, બ્લીંકીંગ લાઇટ કરવાનું ભુલી જશે તો ચલાવી લઇશ. અને મારી જીંદગીની વ્યાકુળ ક્ષણો માં તેની કાર ઘુસી જાય કે પસાર થઇ જાય તો થવા દઇશ. કોઇક્વાર હું જે લેનમાં હોઉં તે પ્રત્યે માલીકીનો ભાવ ધરાવતો હોઉં, કોઇ પણ મને ઓળંગવાની હિંમત ન કરે તે જોતો હોઉં ત્યારે પીઝા ડીલીવરી કરનાર વ્યક્તિ પોતાની જુની શેવેટ કાર ને ઝડપથી આગળ લઇ જાય. તેની ગાડી પર રહેલી ઝગમગતી લાઇટ જાણે કે મને મારી જાતને તપાસવાનો સંદેશો આપતી હોય કે તું પણ દુનિયાના પ્રવાહમાંજ વહી રહયો છે. આ બધાં ને અંતે પીઝા ડીલીવર કરનાર યુવક – યુવાનો અને વૃધ્ધો, પરિવારમાં રહેતા કે એક્લવાથી વ્યક્તિને, સમલીંગી કે સીધા સરળ માનવીઓને, કાળા, ગોરા કે બ્રાઉન વ્યક્તિઓને, અમીર કે ગરીબને, શાકાહારી કે માંસાહારી ને સમાનરૂપે પહોંચાડે છે. એ પોતાની યાત્રામાં જેમ આગળ વધે છે, તેમ હું તેને સલામત જગ્યા કરી આપું છું. મારી જાતને નિયંત્રણમાં રાખું છુ, તેના પ્રત્યે સૌજ્ન્ય દાખવુ છું, અને મારા ગુસ્સાને કાબુમાં રાખુ છુ.

સિધ્ધાંત ૨ – પીઝા ડીલીવર કરનાર વ્યક્તિ પ્રત્યે સમતાભાવ મારામાં સંવેદના જગાડે છે. આપણે બધા કોઇને કોઇ પ્રકારની નોકરી સ્વીકારીએ છીયે કેમકે કાંઈ ન મળે તેના કરતા જે પૈસા મળે તે સારા છે. આવી અનેક પ્રકારની નોકરી મેં સ્વીકારી છે પરંતુ હું એટલી સદભાગી હતો કે આ કમાણીમાંથી કોઇને કાંઇ ભાગ આપવો પડતો નહતો. જીવન ચક્ર પણ મોટા પીઝા જેવુંજ છે તે માં કોઇક વાર તમે ઉકળતી પરપોટા જીવી ચીઝ જેવા કે કોઇક વાર તમે બળેલા પીઝાનાં રોટલા જેવા બની જાવ છો. એ યાદ રાખવું વધુ સારું છે કે આ ચક્ર અસ્થિર છે, પરીવર્તનશીલ છે.

સિધ્ધાંત ૩ – પીઝા ડીલીવરી કરનાર યુવક પ્રત્યે સમતા ભાવ એ સમ્માનની ભાવના જગાડે છે અને નિષ્ઠાપૂર્વક ના કાર્યને સમ્માનવાની યાદ આપે છે. આવા યુવક પ્રત્યે મારે તમને કંઇક કહેવું છે. તેઓ કોઇ દિવસ કંપની હડપી લેતા (પચાવી પાડતા) નથી. જ્યારે કોઇ કંપની નો માલિક પોતાના સ્ટોકની કિમત ખોટી રીતે વધારી અને પોતાના શેરઝ વચવી લે છે જેથી કંપની નું દેવાળુ કાઢે છે, જેના પરિણામે ૨૦,૦૦૦ લોકો પોતાની આજીવિકા ગુમાવે છે, જ્યારે કંપનીનો માલિક કોઇ ભવ્ય હોટલ જેવું પોતાનું ઘર બાંધે છે. જયારે પીઝા ડીલીવર કરનાર વ્યક્તિ ન્યાય ને નીતિની નીદ્રા માણે છે.

સિધ્ધાંત ૪ – પીઝા ડીલીવર કરનાર યુવક પ્રત્યે સમતા ભાવ સમાનતા ની ભાવના જગાડે છે. મનુષ્ય તરીકે મારો મુલ્યાંક્ન, મારી લાયકાત નું ગૌરવ હું મારી કોઇપણ પ્રકારાની નોકરી કરતી વખતે લઇ શકું અને બીજાને આદર ભાવથી જોઇ શકું. હું દુનિયામાં બધા જેવોજ છું. હું કઇ કાર ચલાવું છું, કે કયા પ્રકારનું ટી. વી મારી પાસે છે, હું જીમમાં કેટલું વજન ઉપાડી શકું છું, કે કેટલા દાખલા હું સુલઝાવી શકું છું તેના પર નથી. મારા હૃદયમાં રહેલી કરૂણા ભાવનાથી હું જેને મળું છું તે બધા મારે માટે સરખાજ છે. અને આ ભાવના પીઝા ડીલીવરી કરતા યુવક પ્રત્યે રાખેલી સમતાની ભાવનાથી શરૂ થાય છે.

મિત્રો અને ભાઇ-બહેનો, તેને સારી ટીપ્સ આપો, તમે દિલ ખોલી ને સ્વેચ્છાથી જે આપશો તે તમારા માટે ખુશી ભર્યુ સદભાગ્ય લાવશે, કેમકે અખિલ સૃષ્ટિ જાણે છે કે કૃતજ્ઞતાનો બદલો કઇ રીતે વાળવો.

લેખકઃ સારાહ એડ્મ્સ પોતાના જીવનમાં ઘણાં પ્રકારની નોકરીઓ કરી છે. જેવી કે ટેલી માર્કેટિયર, કારખાના માં, હોટલ ક્લાર્ક તરીકે, અને ફુલોની દુકાનમાં કેશીયર તરીકે, પણ તેમને પીઝા ક્યારેય ડીલીવર કર્યા નથી. કનેકટીકટમાં જન્મ, વીસ્કોનસીનમાં ઉછેર, હાલમાં તેઓ વૉશીંગ્ટન્માં રહે છે અને ઓલીમ્પીક કૉલેજમાં ઇંગ્લીશનાં પ્રૉફેસર છે. ‘This I believe’ (હું આમ માનુ છું) તેમમા લેખમાંથી ઉધ્ધૃત.

મનન નાં પ્રશ્નોઃ
જીવન ચક્રની ક્ષણભંગુરતા તમને શું યાદ અપાવે છે? એવી કોઇ ઘટના વર્ણવી શક્શો જેમાં તમે માલિકીભાવ મુકી ને અન્યને જ્ગ્યા (space) આપશો? આ લેખમાંથી કયાં કયાં સિધ્ધાંતો ને તમે જીવનમાં વણી લેશો?
 

Sarah Adams has held a number of jobs in her life, including telemarketer, factory worker, hotel clerk, and flower shop cashier, but she has never delivered pizzas. Born in Connecticut and raised in Wisconsin, Adams now lives in Washington where she is an English professor at Olympic College.  This article was originally published in This I Believe.


Add Your Reflection

11 Past Reflections