We Are What We Choose to Be

Author
Dawna Markova
43 words, 30K views, 8 comments

Image of the Weekઆપણે જેવા બનવાની ઇચ્છા રાખીએ તેવા બની શકીએ

ડૉના મારકોવા

કોઇ દુર્લભ અને અમૂલ્ય પળે કોઇ મને કહે કે ક્યારે તેણે સેક્સોફોન (એક વાજીંત્ર) નો ઉપયોગ કર્યો હતો, અથવા ક્યારે તેને પીડીત સ્રીઓ માટે કોઇ ઘર ખોલવાનું સ્વપ્ન જોયું હતું, અથવા તે શેહરમાં રહેતા પછાત છોકરાઓનો માર્ગદર્શક ક્યારે બનશે અથવા પોતાના બાળપણમાં પણ આ બધું કેવી રીતે પસાર કર્યું તેના વિશેનું પુસ્તક લખશે, અને જેનાથી તેઓ પ્રોત્સાહિત બનશે. શું બનશે તે વર્ણવવાનો બીજો કોઇ માર્ગ નથી. તેમના ગાલ લાગણીથી ઉભરાઇ જશે, તેમનું શરીર ઉત્સાહથી આનંદિત બની જશે, તેમના અવાજમાં જાણે વિદ્યુત શક્તિ વહેશે. થોડીવાર માટે જાણે ઘડિયાલ ટીક ટીક કરવાનુ બંધ કરી દે છે. (જાણે સમય થંભી જાય છે). પછી તેઓ થોડી વાર અટકે છે, (વિસામો લે છે) અને પોતાની જાતને ઢંઢોળે છે. જેમ ગરમીનાં દિવસોમાં ઠંડા તળાવમાં નહાયા પછી કુતરો જેમ પોતાના નિયત કેન્દ્રમાં પાછો ફરે છે તેમ આપણે પણ પુનઃ પૈસા, સમય, અને આ ન થયું – વગેરે વિચારો શરૂ કરી દઇએ છીએ. “સારું હું એવા પ્રકારની વ્યક્તિ નથી – કે જે ફ્ક્ત વિચાર કરીને જ બેસી રહે, હું મારી જાતને તે પ્રમાણે કલ્પી શકતો નથી, જેવી ઘડિયાલ ફરી શરુ થાય છે ત્યારે મારા હ્રદયને નિરાશ થતું જોઉ છું.

મારાં પુત્રએ એકવાર મને કહયું કે તે માણસ (યુવાન) બનવા માગતો નથી કેમકે તેણે જોયેલા બધાં યુવાનો મૄતઃ પાય દશામાં ચાલતા હતા. હું જાણે મૄત્યુની દશામાંથી બહાર આવ્યો અને એવું અનુંભવ્યુ કે આપણે સંપૂર્ણ-પણે જાગૄત અવસ્થામાં જીવન જીવવા માટે તદ્દ્ન મુક્ત છીએ. હવે આ ક્ષણે આપણી જાતને કઇ રીતે મૂલવીએ. આપણે જે બનવા ઇચ્છીએ તે જરૂર બની શકીએ. મારો આશય એવું કહેવાનો નથી કે જે ઇચ્છીએ તે પામી શકીએ. આપણે કેવા બનવું તે આપણા હાથમાં છે. હું જાણું છું કે આપણા માંથી કેટલાયને પુરતુ પોષણ – સંભાળ – અવકાશ કે શિક્ષણ નહીં મળ્યું હોય, પરંતુ મને યાદ છે કે જ્યારે નેલસન મંડેલાને બોટ દ્વારા જેલમાં લઇ જતાં હતાં ત્યારે તેઓ ઉચ્ચસ્વરે સ્વતંત્રતાનું ગીત ગાતા હતા, અને મને યાદ છે કે જમાઇકાની પરી કે જે હોસ્પીટલમાં ઝાડુ-પોતા કરતી હતી અને, કાળી અંધારી રાતમાં એવા શબ્દો ગણગણતી હતી કે જેને મને સંપૂર્ણ પણે બદલી નાખ્યો, “તમે જેનાથી ડરો છો, તેનાથી કંઇ વિશેષ છો”. આપણાં માંના કેટલાક એવાપણ છે કે જેઓ જીંદગી ભર ખાય તોય ખૂટે નહીં એટલી અન્નની વિપુલતા, વિશાળ ઘર અને એટલું બધું શિક્ષણ કે જેનો તેઓ ક્યારે પણ ઉપયોગ ન કરવાના હોય અને આટલી વિપુલતા છતાં તેઓ આધ્યામાત્મિક અપૂર્ણાતાથી પીડાતા હોય છે અને જીવન જીવવાની દિશા બતાવી શકતા હોય તેવી કેળવણી નો અભાવ અનુભવતા હોય છે. આપણાં માંના ઘણા ખરા શરમજનક પરિસ્થિતિમાં મુકવાના ભયે આ વાત ઉચ્ચ સ્વરે ઉચ્ચારતાં ડરે છે. પારકર પાલમર લખે છે “કોઇ અન્ય વ્યક્તિ આપણને સજા કરી શક્તું નથી તેટલી સજા આપણે પોતે આપણી જાતને નીચી પાડવાના કાવતરાથી કરીએ છીએ”.

લેખકઃ ડૉના મારકોવા ની પુસ્તક “સંપૂર્ણ પણે જીવ્યા વગર હું નહીં મરું” મારી જીંદગીનો હેતુ સફળ નહીં થાય ત્યાં સુધી. I will not die an unlived life: Reclaiming purpose and passion.

મનન નાં પશ્નોઃ જીવનમાં કશું પ્રાપ્ત કરવા માટે કે આપણે કંઇ બનવા માટે સ્વતંત્ર છીએ એ બન્ને ને કેવી રીતે મૂલવશો? તમારા જીવનની કોઇ એવી ઘટના વર્ણવી શકશો જ્યારે તમે અનુભવ્યુ હોય કે મારે આવા બનવું છે? તમે જેનાથી ડરો છો તેનાથી તમો વધુ શક્તિશાળી છો- એ બાબત ને આત્મસાત કરવા તમો શું અભ્યાસ કરશો?
 

Excerpted from Dawna Markova's book, "I will not Die an Unlived Life: Reclaiming Purpose and Passion."


Add Your Reflection

8 Past Reflections