Lessening the Power of Negative Emotions

Author
The Dalai Lama
32 words, 29K views, 10 comments

Image of the Weekનકારત્મક લાગણીઓના પ્રવાહને કઇ રીતે ઘટાડશો?

-દલાઇ લામા

હું ગંભીર પણે માનું છું કે વાસ્તવિક આધ્યામિક પરિવર્તન, આપણા મનના બધા નકારાત્મક પાસાઓ અદૃશ્ય થઇ જાય અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસિત થાય તે ફ્કત પ્રાર્થના કરવાથી કે ઇચ્છા રાખવાથી બનતું નથી. તે કેવળ આપણાં સંગઠિત પ્રયત્નથી જ શક્ય છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ કે આપણું મન, તેમા ઉદભવતી વિવિધ લાગણીઓ અને આપણી માનસિક અવસ્થા એક બીજા સાથે મેળ ખાય છે, તો જ આપણે ખરી આધયાત્મિક પ્રગતિ કરી શકીએ. જો આપણને આપણી નકારાત્મક વૃત્તિઓને ઘટાડવાની ઇચ્છા હોય તો પહેલાં તે ક્યા કારણથી ઉત્તપન્ન થાય છે તે શોધવુ જોઇએ. પછી તે કારણોને જળમુળથી દૂર કરવાના પ્રયત્નો કરવા જોઇએ, અને તેના વિરુધ્ધમાં આપણી માનસિક તાકાતને વધારવી જોઇએ, કે જે તે વિષના મારણ તરીકે ગણી શકાય. ધ્યાન કરનાર તે જે શોધે છે તે આ રીતે પોતાનામાં ધીમે ધીમે માનસિક પરિવર્તન લાવે છે.

આ કાર્ય આપણે કઇ રીતે હાથ ધરશું? સૌ પ્રથમ આપણે આપણાં વિરોધી ગુણોનાં – સદગુણો ને ઓળખી લેવા જોઇએ. જેમકે ઉદારતા નો વિરોધી કંજુસી. આ વસ્તુ જાણયા પછી આપણે તેને નબળો પાડવા કે જળમૂળથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. જ્યારે આપણે આ વિરોધી પરિબળો તરફ ધ્યાન દેતા હોઇએ છીએ ત્યારે આપણે જે સદગુણો ને આત્મસાત કરવા ઇચ્છતા હોઇએ છીએ તે સદગુણો ને પ્રગટાવીએ છીએ. જ્યારે આપણે આપણી જાતને કંજુસી કરતા જોઇએ ત્યારે પ્રયત્ન-પૂર્વક ઉદારતા દાખવવા પ્રયત્ન કરવો જોઇએ. જ્યારે આપણે ઉતાવળા કે વ્યગ્ર હોઇએ કે કોઇ વિશેષ મતના આગ્રહી હોઇએ ત્યારે આપણે સમતા ધારણ કરવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઇએ.

આપણા વિચારોની આપણી માનસિક અવસ્થા પર કેટલી અસર થાય છે તે વાત જ્યારે જાણી લઇએ ત્યારે તે પ્રમાણે આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ. ત્યારે આપણે જાણી શકીએ કે જ્યારે એક પ્રકારની માનસિક સ્થિતિ ઉતપન્ન થાય તો આપણે તેને ખાસ પ્રયત્ન દ્વારા ફેરવી શકીએ- અને જો બીજી પરિસ્થિતિ આવે તો આપણે તેને બદલવા તેને અનુરૂપ થવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઇએ કે કોઇ અણગમતી વ્યક્તિ ને જોઇ ને આપણાં મનમાં ગુસ્સો આવતો હોય તો આપણે આપણી જાત પ્રત્યે સજગ બની જવુ જોઇએ અને મનમાં બીજા વિચાર તરફ વાળી દેવુ જોઇએ. ગુસ્સાને નિયંત્રણમાં રાખવો બહુ મુશ્કેલ છે જ્યારે ખાસ કરીને તેને ઉશ્કેરવામાં આવ્યો હોય, ત્યારે સૌ પ્રથમ આવા વિચારોની આપણાં પર કેટલી માઠી અસર થાય છે તેનો વિચાર કરવો જોઇએ. એટલે એ જરૂરી છે કે આપણી આ પ્રકારના અભ્યાસની શરૂઆત કરતી વખતે મનમાં તદ્દ્ન શાંતી જાળવવી જોઇએ. ગુસ્સો હોય ત્યારે આ પ્રયોગ કરી શકાય નહીં.

આપણે આ સ્મૃતિમાં લાવવું જોઇએ કે જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણી માનસિક શાંતિ હરાઇ જાય છે, આપણાં કામમાં એકાગ્રતા ખોઇ બેસીએ છીએ, અને આપણી આસપાસના લોકો માટે કેવા કંટાળાજનક બની જઇએ છીએ. આ રીતે લાબાં સમય સુધી ગહન વિચારથી આપણે આપણી જાતને ક્રોધ જેવા દુર્ગુણથી બચાવી શકીએ.

એક ટિબેટીયન સાધુએ પોતાના મન ને જોવાનો અભ્યાસ કર્યો. જ્યારે મનમાં કંઇક ખરાબ વિચાર આવતો ત્યારે પોતાની ઓરડી ની દિવાલ પર તે કાળી નિશાની કરતા- શરૂઆતમાં તેની આખી દિવાલ કાળી નિશાની થી ભરાઇ ગઇ. જેમ જેમ તે પોતાના વિચારો પ્રત્યે સજગ થતો ગયો તેમ તેમ કાળી નિશાની ની જગ્યાએ સફેદ નિશાની વધવા લાગી. આપણાં રોજીંદા જીવનમાં પણ આપણે આવી સજગતા કેળવવી જોઇએ.

લેખકઃ “એન ઓપન હાર્ટ – પ્રેક્ટિસિંગ કંપેશન ઇન એવરીડે લઇફ” માંથી ઉધ્ધૃત. લેખક દલાઇ લામા, સંપાદક નિકોલાસ વ્રિલેન્ડ.

મનન નાં પ્રશ્નોઃ સદગુણો નાં વિકાસ માટે આપણે કયા વિરોધી ગુણો ને ઘટાડવાનો પ્રયત્ન કરીશું? તમે તમારા ગુસ્સાને કાબુમાં રાખી શકયા હો તેવો કોઇ પ્રસંગ વર્ણવી શકશો? કયા પ્રયત્નોથી નકારાત્મક લાગણીઓ ઘટાડી શકાય છે?
 

Excerpted from "An Open Heart: Practicing Compassion in Everyday Life", by The Dalai Lama, edited by Nicholas Vreeland. 


Add Your Reflection

10 Past Reflections