Awareness is Profound Interest

Author
J. Krishnamurti
19 words, 33K views, 13 comments

Image of the Weekજાગ્રુતિ (સભાનતા) અતયંત જરૂરી છે

જે. ક્રિષ્નમૂર્તિ

જે વ્યક્તિ પોતાની જાતને સુધારવા માગતો હોય તે ક્યારે પણ સભાન હોતો નથી, કારણ કે સુધારણા એટલે કોઇ વસ્તુનો અસ્વીકાર અને પરિણામની અપેક્ષા. જ્યારે જાગ્રુતિમાં કોઇપણ પ્રકારનાં પૂર્વગ્રહ વગરનુ નિરિક્ષણ કે સ્વીક્રુતિ વગરનું નિરિક્ષણ. જાગ્રુતિની શરૂઆત બહારથી થાય છે, કોઇપણ વિષયનાં કે કુદરત સાથે નાં સંપર્કમાં આવતી વખતે. સૌ પ્રથમ વસ્તુઓ પ્રત્યેની જાગ્રુતિ, વિષય પ્રત્યેની જાગ્રુતિ, કુદરત પ્રત્યે કે માનવીય સંબંધો પ્રતિ લાગણીશીલ બનવુ જોઇએ, ત્યાર પછીજ વિચારો પ્રત્યે જાગ્રુતિ આવે છે. વસ્તુઓ પ્રત્યે, કુદરત પ્રત્યે, લોકો પ્રત્યે વિચારો વિશે લાગણીશીલ હોવાની જાગ્રુતિ તે કોઇ ભિન્ન પ્રક્રિયા નથી – પરંતુ તે એક સંયુક્ત (એકાતમક) કાર્ય છે.

આપણી અંદર ઉદ્ભવતા સતત વિચારોનું, વસ્તુઓનું, લાગણીઓ કે કાર્યનું સતત ધ્યાનપૂર્વક નિરિક્ષણ હોવું જોઇએ. જાગ્રુતિમાં કોઇ વસ્તુનો વિરોધ કે કોઇ વસ્તુ નો સંગ્રહ કરવાનો નથી. કોઇ વસ્તુને તમે તિરસ્કુત ત્યારેજ કરો કે જ્યારે તમારી પાસે કોઇ વિશેષ ધારણા હોય અર્થાત કોઇ વિચારો ને સંગુહિત કરવા એટલે કે એના દ્વારા ‘I’ (હું) આપણી જાતને સુઘારવી. જાગ્રુતિ એટલે પોતાની દરેક પ્રવ્રુત્તિ, લોકોના સંબંધો, વિચારો કે વસ્તુઓ ને સારી રીતે સમજવુ.

આ જાગ્રુતિ પળેપળે હોવી જોઇએ, આથી એનો અભ્યાસ શક્ય નથી. કોઇ પણ વસ્તુનો જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તે ટેવ(આદત) બની જાય છે, જ્યારે જાગ્રુતિ હોવી એટલે આદત નહીં. જે મનને આદત પડી ગઇ હોય તે જાગ્રુત નથી હોતું. પંણ પોતાના જાણીતા કુંડાળામાં ફર્યા કરે છે જે સચેત નથી હોતું, જળ બની જાય છે. જ્યારે જાગ્રુતિમાં મન હમેશા લવચિક (flexible) અને સજગ હોય છે.

આ વસ્તુ અઘરી નથી. તમને કોઇ વસ્તુમાં રસ (અભિરૂચી) હોય, જ્યારે તમારા બાળકને , પત્નીને, છોડવા, વ્રુક્ષ, કે પક્ષિઓને જોતા હો ત્યારે તેમાં કોઇપણ જાતની તિરસ્કાર કે ઓળખની વ્રુત્તિ હોતી નથી. તેથી એ નિરિક્ષણ સાથે તમે તદ્રૂપ બની જાવ છો. જોનાર વ્યક્તિ અને વસ્તુ બન્ને એકરૂપ બની જાય છે. આ ક્યારે બની કે જ્યારે તમે કોઇ વસ્તુને તમો અંદરથી અને ખૂબ ચાહતાં હો ત્યારે.
 

Reading above is excerpted from 'Choiceless Awareness 1', where Jiddu Krishnamurti answers the question, "What is the difference between introspection and awareness?"


Add Your Reflection

13 Past Reflections