That Friend Walking Behind Me

Author
Parker Palmer
72 words, 19K views, 11 comments

Image of the Weekતે મિત્ર કે જે મારી પાછળ ચાલતો હતો


પારકર પામર


કલ્પના કરો કે મારો એક મિત્ર વર્ષોથી થોડા અંતરે મારી પાછળ ચાલી રહ્યો હતો, મારા નામની બૂમો પાડતો હતો, મારું ધ્યાન ખેચવા માટે કારણકે તે મારી જીંદગી વિષે મને કોઈક કઠોર પણ શાંતિપ્રદ સત્ય વિષે સમજાવવા માંગતો હતો. પરંતુ તે મને શું કહેશે એ વિચારથી હું ડરતો હતો કે ગર્વથી માનતો હતો કે તેની પાસેથી મારે શું શીખવાનું છે. તેને જાણ્યો- અજાણ્યો કરી હું ચાલતોજ રહ્યો, તેથી મારો તે મિત્ર મારી વધુ નજીક આવ્યો અને જોરથી મારું નામ લઇ મને બોલાવવા લાગ્યો, પરંતુ હું પાછળ ના ફરતાં આગળ ચાલતોજ રહ્યો. તે મારા નામની રાડ પાડીને મારી વધુને વધુ નજીક આવતોજ ગયો. મેં દાદ ના આપતાં અકળાયેલા તેણે મારા પર પત્થર ફેંક્યા અને મને તેણે લાકડીથી માર્યો. તે ફક્ત મારું ધ્યાન દોરવા પ્રયત્ન કરતો હતો. મારામાં મારી વર્તણુક માટે મને દુઃખ હોવા છતાં મેં તો ચાલવાનું ચાલુ જ રાખ્યું. હું ચાલતો જ રહ્યો.


જયારે બૂમો, પત્થર, લાકડી વિગેરેથી મારું ધ્યાન તેના તરફ આકર્ષવાના તેના બધાં જ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા નિરાશા નામે જે બોમ્બ મારા મિત્રએ મારા પર ફેંક્યો તે મને મારી નાખવા નહીં પણ મને તેની તરફ જોતો કરવાના અંતિમ પ્રયત્નરૂપે હતો. તે મને એક સાદો પ્રશ્ન પૂછવા માંગતો હતો, “તારે શું જોઈએ છે?”
આખરે જયારે હું તેના તરફ ફર્યો ત્યારે તે મને પોતાની જાત વિષે જ્ઞાન આપવાની રાહ જોતો હતો. આ સમયે મેં મારી જાતને સ્વસ્થ બનાવવાનું પેહલું પગથિયું ભર્યું. ‘થોમસ મેરેથન’, તે મિત્રે ‘પોતાની જાતને ઓળખાવી. તે આપણો અહં નથી જે આપણને ગર્વથી ફેલાવે છે, તે બુધ્ધિ પણ નથી કે જે જીવનની ગૂંચવણના પાયા વગરના અર્થ કાઠે. આ નીતિમત્તા વળી જાત નથી કે જેને બીજા કોઈનાં સાચા-ખોટા પ્રમાણથી જીવવું છે. તે આધ્યાત્મિક હું પણ નથી કે દુનિયાના બંધનમાંથી ચોક્કસપણે મુક્ત થઈ સીધો સ્વર્ગમાં જાય.


આપણી વાસ્તવિક જાત (true self) એ છે કે જે લઈને આપણે આ ધરતી પર આવ્યા છીએ. આ એ છે કે જે આપણને જણાવે છે કે આપણે કોણ છીએ? અને જીવન-પટમાં આપણું સ્થાન શું છે? એ પણ જણાવે છે કે કયું કાર્ય આપણે માટે સાચું હોઈ શકે, અને કેવી રીતે આપણે આપણી પોતાની આંતરિક શક્તિઓને ખીલવીને રહી શકીએ. એક હ્રેસીડીક વાર્તા આપણને યાદ અપાવે છે કે આપણો ધ્યેય એ જ છે કે આપણે આપણી સાચી જાત પ્રમાણે જ જીવવું જોઈએ, નહીં કોઈ બીજાની જીંદગી જોઇને. રબી ઝુસીયા એ તેના મૃત્યુ પેહલા કહેલું કે દુનિયામાં હું છું ત્યાં સુધી કોઈ એમ ના પૂછે કે તું ‘મોસીસ’ કેમ નથી? તેઓ મને પૂછશે કે તું ‘ઝુસીસ’ શા માટે નથી?


મારો નિર્ણય: ધરતી પર રહો, ચારે બાજુ નિહાળતા રહો, ધ્યાનથી જુઓ અને પૂછો. આપણી જાત જ આપણો સાચો મિત્ર છે. આ મિત્રતાને જાણી-અણજાણી કરીને આપણે આપણું જ નુકશાન કરીએ છીએ.
ચાલો આપણે સહુ એ સંદેશો ફેલાવીએ “ તમારા મિત્રને તમારાથી ચઢિયાતો ના માનો. તે તમારી સાથે જ છે.


પારકર પામર; લેખક, વક્તા, શિક્ષણ ક્ષેત્રે- લીડરશીપ- આધ્યાત્મિક અને સામાજીક બદલાવ વિષે લાકે છે. તેઓ “Let Your Life Speak”ના લેખક છે. તેમનું “ Down is the way to wellbeing” માંથી ઉપરોક્ત કથન લીધેલુ છે.


મનન માટેનાં પ્રશ્નો:
“True self”, તમારી દ્રષ્ટીએ શું છે? તમારા આ મિત્રની હાજરી અનુભવી હોય એવો કોઈ પ્રસંગ યાદ આવે છે? વર્ણવી શકો છો? ઉંચાઈ પરથી ઉતરીને તમારા ખરા મિત્ર સાથે જોડાવા તમે શું કરશો?
 

Parker Palmer is a writer, speaker and activist who focuses on issues in education, community, leadership, spirituality and social change. He is the author of Let Your Life Speak. The above excerpt is from his article, Down is the Way to Well Being.


Add Your Reflection

11 Past Reflections