વિજ્ઞાન નો વૈભવ - એલન વોટ્સ
વિજ્ઞાન નો ખરો વૈભવ તેમાં નથી કે તેના દ્વારા નામકરણ અને વર્ગીકરણ થાય છે, કે પછી નોંધ રખાય છે અને તેના દ્વારા સચોટ આગાહી કરી શકાય છે કે વિજ્ઞાનમાં અવલોકન નું મહત્વ છે, સત્ય જાણવાની જિજ્ઞાસા છે, પછી ભલે તે સત્ય ગમે તે હોય. ઘણીવાર વિજ્ઞાન હકિકતો ને રૂઢી વચ્ચે ભેદભાવ નથી કરી શકતુ કે પછી વાસ્તવિક્તા અને મનસ્વી ભેદભાવો વચ્ચે ફરક નથી કરી શકતુ, પણ છતાંયે આ વિજ્ઞાનની ગ્રહણશીલતા અને પ્રમાણિકતા છે કે તે ધર્મને સાથે રાખી ને આને સમાનતા પ્રદાન કરે છે. ધર્મની માફક તેમાં નિખાલસતા અને માનસિક નિષ્ઠાનું મહત્વ છે. જેમ વૈ્જ્ઞાનિક વધુ મહાન તેમ તે વધુ સારી રીતે જાણે છે કે પોતાનામાં વાસ્તવિક્તા પ્રત્યે કેટલુ અજ્ઞાન છે કે પોતે ઘડેલા નિયમો, વ્યાખ્યાઓ અને વર્ણ નો તે પોતાના વિચારો નું જ પરિણામ છે. આ બધા તેણે પોતાની રીતે દુન્ય્વી વસ્તુઓને સમજવા માટે ઘડયા છે.
જેમ જેમ તે બ્રહ્માંડ ને સુક્ષ્માતીત રૂપે મૂલવે છે, તેમ તેને વધુ વર્ગીકરણ કરવા માટેની વસ્તુઓ મળે છે અને આ બધા વર્ગીકરણની સાપેક્ષતા તેને સ્પષ્ટ રીતે દેખાય છે. આમ કરતા તેને ખબર પડે છે કે પોતાનુ અજ્ઞાન કેટલુ વધારે છે. ધીમે ધીમે તે એક એવા બિન્દુ પર પહોંચે છે કે જયાંથી તેનુ અજ્ઞાન શબ્દોની માયાજાળ માં વીટળાયેલ શૂન્યાવકાશ ને બદલે મનની બારીનું કામે કરે છે કે જે બારીનું નામ અજ્ઞાન નથી પણ આશ્ચર્ય છે.
જે વ્યક્તિ ડરપોક છે, તે આ બારી ને સજ્જડ રીતે બંધ કરે છે અને પોતાને જે ખબર નથી તે વિશે તે ચુપ રહે છે અને તેના વિશે વિચાર પણ નથી કરતો. તેના બદલે પોતાને જે થોડી જાણકારી છે તે વિષે તે વધુ બકબક કરે છે. જે સર્વવિદિત છે તે વાતોનું પુનરાવર્તન કરી ને તે સતત ખાલી જ્ગ્યા પૂરવાની કોશિશ કરે છે. પરંતુ જે વ્યક્તિ ખુલ્લા મનનો છે તે જાણે છે કે જે ખૂબ ઝીણવટતી જાણેલા ક્ષેત્રો ખરેખર તો કોઇ જાણતું જ નથી, પણ ફક્ત હજારો વાર અંકિત કરીને માપવામાં આવેલ વસ્તુ છે, આ અંકિત કરવાની અને માપવાની પ્રક્રિયા અંતતઃ આપણા મનોમંથનનો અંત લાવવા માટૅ અને એવી સમજણ પ્રગટ થવી કે આ ક્ષણ માં મનનુ વિહરવુ તે ચમત્કારજ છે.
આ ક્ષણના સાક્ષાતકારમાં ક્ષુધા (ભૂખ) નથી પણ તૃપ્તિ છે. લગભગ બધા ને તે નો અનુભવ થયેલો હોય છે પણ તેવું જવલ્લેજ બને છે કે જ્યારે કોઇ અતિસુંદર દૃશ્ય કે અતિ-વિચિત્ર બનાવ મનને પોતાના કુંડાળામાંથી બહાર કરીને એક ક્ષણ માટે એવો અનુભવ કરાવે છે કે જેનુ વર્ણન ના કરી શકાય.. આપણે એવા ભાગ્યશાળી છીએ કે એવા સમયમાં આ પૃથ્વી પર જીવીએ છીએ, જ્યારે માણસનું જ્ઞાન એટલું બધું વધી ગયું છે ત્યારે એ ફક્ત વિચિત્ર અને ચમ્તકારિક વસ્તુઓ જ નહીં પણ સાવ સામાન્ય રોજીંદી ઘટનાઓને પણ અવાચક થઇ ને જોઇ રહે છે. અભેરાઇ પર જામેલી રજ કે દૂર સુદૂરના તારા જેટલું જ રહસ્ય ધરાવે છે. બન્ને વિશે આપણને ખબર છે કે આપણે કાંઇ જાણતા નથી.
મહાન ભૌતિક્શાસ્ત્રી, એડીંગટન આ રહ્સ્ય્વાદીઓની સૌથી નજીક છે. એ તેના મનઘડંત વિચારો ને કારણે નહીં પણ સરળતાથી કહે છે “કાંઇક એવું ગૂઢ છે કે જે આ બધું કરે છે જેના વિશે આપણે જાણતા નથી”. તેની આ સરળ કબુલાત મનોમંથન ની પરિક્રમાં ને પૂર્ણ કરી અને પ્રથમ બિંદુ પર લાવે છે અને આપણે પાછા બાળક જેવા બની જઇએ છીએ.
એલન વોટ્સ નાં પુસ્તક “વિઝ્ડમ ઓફ ઇન્સીક્યુરીટી” માંથી.
મનના પ્રશ્નોઃ તમારા માટે વિજ્ઞાન નો ખરો વૈભવ શું છે? તમારો કોઇ અનુભવ વર્ણવી શકશો કે જેમા તમને ક્ષણનો સાક્ષાત્કાર થયો હોય? તમે એવું કાંઇ કરો છે, જેથી તમે તે પરિચિત છે તેના સુખમાંથી બહાર નિકળીને આ ક્ષણના ચમત્કારને સ્વીકારી શકો છો?
Alan Watts is ... The excerpt above is from his book, 'The Wisdom of Insecurity.'