Spontaneous Resonance

Author
James O'dea
53 words, 17K views, 7 comments

Image of the Week સહજ પ્રતિભાવ

કોઇ એક પોલીસ ઑફિસર એક આફ્રિકન યુવાન (નીગ્રો) ને મારી રહયો હતો ત્યારે મારી એક મિત્રનો કેવો સહજ પ્રતિભાવ હતો તે કિસ્સો તેણે હમણાંજ વર્ણાવ્યો. તે યુવક ને મારવાના અવાજથી ‘આ નહી’ એવો વિચારનો ફૂવારો સ્ફૂર્યો અને તે પોલીસ પાસે જઇને ઉભી રહી, પોલીસની લાકડી તેના હાથમાં હવામાજ જાણે અટકી ગઇ. તેનામા જાણેકે નૈતિક વિચારોના તોફાને તેને તે યુવાન અને પોલીસ ઑફિસર વચ્ચે ખડી કરી દીધી.

આવા સહજ સ્ફૂર્તા, કદિ ન અનુભવેલા શક્તિશાળી પ્રવાહો આપણામાં ગુપ્ત રીતે છૂપાયેલા હોય જ છે. જેમકે બાળક કે તેના વાલી ને બચાવવા કાર ને ઉપાડી લેવાની શક્તિ આવી જાય છે. સન્ ૨૦૧૦ ના ‘સાઇકોલોજી ટૂડે” ના એક લેખમાં આવી અદ્શ્ય રહેલી દૈવીશક્તિ નો ઉલ્લેખ કરાયો છે.

જ્યારે આપણે અન્ય સાથેના સંબંધોની બાબતમાં સાગરસા હ્રદયનાં ઉંડાણમાં જઇએ છીએ ત્યારે આવી દૈવી શક્તિ આપણે ખરેખર પ્રાપ્ત હોય છે, અને બીજાઓ સાથે કરૂણાસભર સંવેદનશીલતા પ્રગટ થાય છે. જ્યારે આપણે નૈતિક સિધ્ધાંતોના ઉંડાણ માં પ્રવેશીયે ત્યારે આંતરદ્રુષ્ટિનો ખજાનો અને બ્રહ્માંડમાં રહેલી કુશળતા નો સમન્વય સહજ રીતે થાય છે. અસાધારણ બહાદુરી, હિંમત, આત્મશક્તિ કે નિસ્વાર્થ ત્યાગના પ્રસંગે સહજતાની પ્રચૂરતમ માત્રા વ્યકત થાય છે. ધ્યાન, ચિંતન, મનનમાં પણ આવી શક્તિ રહેલી છે. વીલીયમ વર્ડઝવર્થ – કહે છે “કવિતા એટલી શક્તિશાળી ઉભરાતી લાગણીઓ નો સહજ પ્રવાહ છે.”

લાઓત્સુના મત પ્રમાણે સહજ પ્રતિભાવ એ સચ્ચાઇનું હાર્દ છે. એટલે સહજ રીતે બનતા બનાવો ની વચ્ચે આપણે ન આવવું જોઇએ. “વાસ્તવિકતા ને વાસ્તવિકતા રહેવા દયો.” દિપક ચોપરાના કહેવા પ્રમાણે જ્યારે સહજ બનો છો ત્યારે આદ્યાત્મિક વાસ્તવિક્તા પોતાની મેળેજ પ્રગટ થાય છે.

બ્રહ્માંડમાં અણુઅણુમાં પ્રવાહિત થતી Tao શક્તિ આ પ્રમાણે સહજ આધ્યાત્મિક વાસ્તવિકતા સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે, અને સમજ નો રાજમાર્ગ બને છે. આપણાં બુધ્ધિશાળી શિક્ષકો એ આ વાત જ બતાવી છે કે આપણાં મગજ માં ભરાઇ ગયેલા વિચારોજ આપણાં સહજતાના પ્રવાહ ને રોકે છે.

જીવનની સહજતા ને સાથે રાખી તેની સાથે એકાકાર થવાથી સહજ પ્રતિકાર વચ્ચેનો તફાવત બહાર આવે છે. સહજ પ્રતિભાવ એક થવામાં છે. જેમકે તારથી ચાલતાં વાજીંત્રોમાં જ્યારે વાજીંત્રોનો એક તાર વગાડવામા આવે ત્યારે બાજુમાં રહેલા તારો પણ ઝંણઝણી ઉઠે છે.

આધ્યાત્મિકતા એટલે સમગ્ર બહ્માંડમાં જે સુત્રધાર સંગીતની હારમાળા વહી રહી છે જે આજીવન આપણને આપે છે તેની સાથે એકાકાર થવુ. એ વૈષ્વિક સંગીતમાં સમાય જવુ અને જાણી લેવું કે સર્જક નું આ જીવન અર્પણ કર્તૂ સંગીત છે.

વિજ્ઞાન માં એવા વિચાર છે કે જ્યારે બહારની કોઇ શક્તિ કોઇ પ્રસંગને ધકેલવાનો પ્રયત્ન ન કરતી હોઇ ત્યારે તે કાર્ય સહજ રીતે જ થાય છે. દા.તા. ખાતર બનાવવુ. એ સ્વયં-સંચાલિત પ્રક્રિયા છે. પરિસ્થિતિ બરાબર હોય તો કુદરત જે જરૂરનુ હોય તે કર્યાજ કરે છે.

મેહરબાબા ના મત અનુસાર કોઇપણ જાતના દબાણ વગર સ્વયં સ્ફુરિત થતો પ્રતિભાવ જ કુદરતનો પ્રેમ અને તે કેવી રીતે ફેલાઇ છે, તે સમજવાની ચાવી છે. “પ્રેમ અંતરમાંથી સ્વયં સ્ફુરિત થવો જોઇએ”. એ કાઇ પરાણે કરવાનો માર્ગ નથી. પ્રેમ અને બળજબરી એ શક્યજ નથી. પ્રેમ જ પ્રેમ ને જગાડી શકે છે.
આ સમજણ સાથે આપણે જોઇ શકીયે છીએ કે સ્વતંત્રતામાં પાંગરેલો સ્વયં સ્ફુરિત પ્રેમજ સમગ્ર માનવતાના આત્માને (હ્રદય ને) જોડી શકે છે.

લેખકઃ જેમ્સ ઓ ડિઓ (James O Deo) ‘The conscious Activist’ ના લેખક છે – જ્યાં Activism અને Mysticism મળે છે.

મનનના પ્રશ્નોઃ તાત્કાલિક સહજ પ્રતિકાર અને સહજ પ્રતિભાવ માં શું અંતર છે? કોઇ પ્રસંગ એવો બતાવી શકશો કે જ્યારે સહજ પ્રતિભાવ ઉત્પન્ન થયો હોય. સહજ સ્ફુરણા ના માર્ગ ને અવરોધતા મનમાં ભરેલા વિચારોથી કઇ રીતે મુક્તિ મેળવી શકશું?
 

James O’Dea is author of The Conscious Activist—where activism meets mysticism. Read more about his explorations with reconciliation, forgiveness and restorative justice.


Add Your Reflection

7 Past Reflections