Love Like Water

Author
Mark Nepo
30 words, 36K views, 11 comments

Image of the Weekપ્રેમ પાણી જેવો છે
- માર્ક નેપો

પાણી પોતાની મુદુતા ને કારણે જે કોઇ ખાડા તેના માર્ગમાં આવે છે તેને ભરી દ્યે છે. તે કોઇ ને શંકાની કે અવિશ્વાસની દ્રુષ્ટિએ નથી જોતું. તે એમ નથી કહેતુ કે આ નહેર કે મોરી વધુ પડતા ઉંડા છે કે ખેતરો વધુ પડતા ખુલ્લા છે. પ્રેમનો ચમત્કાર જ પાણી ની જેમ જેને તે સ્પર્શે છે તે વિકસિત થાય છે. તેમ છતાં તેના સ્પર્શે છે તેને આલીંગન આપે છે.(વીંરળાઇ વળે છે). તે જેને સ્પર્શે તે વિક્સિત થાય છે. તેમ છતાં તેના સ્પર્શનો જરાપણ અણસાર ત્યાં આવતો નથી.

મોટા ભાગની વસ્તુઓ પરિવર્તિત થવાને બદલે ભાંગી પડે છે, ટુટી જાય છે, કારણકે તેઓ તેને પ્રતિકુળ થાય છે. પ્રેમનો ગુપ્ત જાદુ એજ છે કે કોઇપણ જાતની દખલગીરી વગર પાણીની જેમ – જે કોઇ વસ્તુ તેમાં ફેકવામા આવે કે પાણીમાં પધરાવામાં આવે તેનો તે સંપૂર્ણ પણે સ્વીકાર કરી લે છે.

આખરે તો આપણે મનુષ્ય છીએ અને જો કોઇ આપણા પ્રેમનો પ્રતિભાવ ન આપે અથવા ઓછો પ્રેમ દેખાડે તો આપણે દુઃખી થઇએ છીએ. પરંતુ આપણે આપણાં જીવનની મોટા ભાગની શક્તિ તે વિચારોમાં ગુમાવીએ છિએ કે આપણા પ્રેમને પાત્ર કોણ હોઇ શકે? તે મૂળભૂત રીતે તો આપણાં વિચારનું ક્ષેત્ર જ નથી. આ બાબતે પસંદગી કે નાપસંદગી આપણા હાથમાં નથી. વરસાદને ક્યાં પડવું કે ન પડવું તે તેની ઇચ્છા મુજબ થતું નથી.

વાસ્તવિક રીતે તો પ્રેમને આપણે મુક્ત રીતે જેટલો વહેવા દઇએ એટલો આપણે વધુ પ્રેમ કરી શકીએ. આ એક અંતરનો ઉજાસ (અંતરનુ અજવાડુ) છે. જેને ઋષિં મુનિઓ અને સાધુ-સંતો એ બધાં ને વેહ્ચ્યો છે. તેઓએ પોતાના પ્રેમથી બધા ને ભીંજવી દીધા છે. ફક્ત માનવી ઓ જ નહીં, પક્ષીઓ – પત્થરો, ફૂલ અને હવાને પણ.

ઘણી પસંદગીઓની વચ્ચે આપણે પ્રેમને પાણીના પ્રવાહની જેમ વેહતો કરવો જોઇએ – જે આપણાં દ્વારા દુનિયામાં પાછો પહોચેં. આપણ ને બધાને સહજ રીતે પ્રાપ્ત થતું જીવનનું આ એક મહાન ગૂઢ રહસ્ય છે. એવી જડ માન્યતા અંકિત થયેલ છે કે પ્રેમને રોકી રાખવાથી દુઃખથી બચી શકાય છે. હકીકતમાં તે એનાથી વિરુધ્ધ બાબત છે. જેમ પાણી ધરતી ને ભીંજવે છે તેમ પ્રેમ ઘા રૂજાવે છે. જે આપણે ખુલ્લા થઇએ તો ગુસ્સાથી ફેંકેલા પત્થર ને આપણે સહજતાથી સ્વીકારી શકીએ છીએ. અને આપણી આંખમાંથી ખરેલા થોડા આંસુ માં આપણી બળતી પીડા-મોટા આંસુના સમુદ્રમાં સમાઇ જાય છે. નદીના તળિયામાં છોડેલું બાણ જેમ તેનું નિશાન ચૂકી જાય છે તેમ કોઇપણ જાતની અપેક્ષા રહિત પ્રેમ જ પીડામાંથી મુક્તિ અપાવે છે.

લેખકઃ માર્ક નેપો – એક કવિ, વાંર્તાકાર અને શિક્ષક છે. ન્યુયોર્ક ટાઇમ્સ# બેસ્ટ સેલર “ધ બુક ઓફ અવેકનીંગ” માંથી આ ઉધ્ધ્રુત કરાયો છે.

મનન માટે ના પ્રશ્નોઃ પાણીની જેમ પ્રેમ કરવો એ બાબતે તમે શું સમજયા છો? આવો પ્રેમ તમને મળ્યો હોય એવો કોઇ પ્રસંગ વર્ણાવી શક્શો? આ પ્રકારે પ્રેમ કરવાની ભાવના ને વિક્સાવવા કઇ બાબત તમને ઉપયોગી થઇ શક્શે?
 

Mark Nepo is a poet, teacher, storyteller and author of the New York Times #1 bestseller, The Book of Awakening. This excerpt is taken from The Book of Awakening.


Add Your Reflection

11 Past Reflections