The Surrender Experiment

Author
Michael Singer
55 words, 30K views, 34 comments

Image of the Weekશરણાગતિ નો પ્રયોગ - માઇક્લ સીંગર

આપણે જે રીતે ઇચ્છતા હોઇએ તે રીતે ભાગ્યે જ આપણું જીવન બનતુ હોઇ છે. આ વિશે વિચાર કરીયે તો આ સાચું જ લાગશે. જીવનનુ લક્ષ્ય તો સાર્વજનિક છે, અને હ્કીકત એ છે કે જીવનનમાં બનતા બનાવો પર આપણુ કોઇ નિયંત્રણ નથી તે સૌએ અનુભવેલી હકીક્ત છે. સમગ્ર બ્રહ્માંડ ૧૩.૮ અબજ વર્ષ થી અસ્તિત્વ ધરાવે છે. આપણુ જીવન કેવા પ્રકાર નું હશે તે આપણે જન્મ લઇએ છીએ ત્યારથી શુરુ થતું નથી કે આપણાં મ્રુત્યુ પછી તેનો અંત આવતો નથી. જીવનની કોઇપણ ક્ષણે આપણી સામે જે પ્રગટ થાય છે તે ખરેખર અદભુત હોય છે. અબજો વષોથી વેહતા એ પ્રવાહોના મિલનના અંતિમ પરિણામ રુપે તે હોય છે. આપણી આજુ બાજુ પ્રગટ થતા નાનામાં નાના અણુના સર્જન માં પણ આપણે જવાબદાર નથી.

આપણી જીંદગીમાં શું બનશે તેને રોકવાનો પ્રયત્ન કરીએ તે પણ નકામો છે. આપણાં જીવનમાં ઘણીજ ચિંતાઓ, ફિકર અને ભય વગેરે છે. આપણે બધા એમજ ઇચ્છીએ છીએ કે આપણી જીંદગી આપણે ઇચ્છીએ તેવી હોવી જોઇએ, નહીં કે કુદરતના સર્જનના નિયમ પ્રમાણે.

આપણી સમક્ષ પ્રગટ થતી વાસ્તવિકતા સામે આપણે આપણા મનના વિચારો ને અગ્રસ્થાન આપીએ છીએ “આજે હું કેમ્પીંગ કરવા જવાનો છું તો વરસાદ ન પડે તો સારું” “મને તે વધારો મળવોજ જોઇએ કેમકે મને પૈસાની જરુર છે”. શું થવુ જોઇએ અને શું ન બનવું જોઇએ આ પ્રકાર નો દાવો કોઇ વૈજ્ઞાનિક તથ્ય પર આધારિત નથી. એ તો પોતાનો વ્યક્તિગત લાભને ધ્યાનમાં રાખી કરેલા નિર્ણ્યો માત્ર છે. આ વસ્તુ ને સમજયા વગર આપણા જીવનની બધી બાબતો માં આપણે આમજ કરતા હોઇએ છીએ.

આપણે એવુ માનતા હોઇએ છીએ કે જીવનમાં આપણા ગમા-અણગમા અનુસાર જ આપણી આસપાસની દુનિયામાં બનવું જોઇએ, આ પ્રમાણે ન બને તો એ ખોટું છે એવું માનીએ છીએ. આ પ્રમાણે જીવન પસાર કરવુ ઘણુજ મુશ્કેલ છે, એટલેજ આપણને એવું લાગ્યા કરે છે કે આપણે જીવનમાં હમેશા કોઇને કોઇ વિપરીત પરિસ્થિતિ સામે લડતા હોઇએ છીએ.

આપણી આજુબાજુ બનતી ઘટનાઓ માટે આપણે શક્તિહીન છીએ, એવુ પણ નથી. આપણી પાસે ઇચ્છાશક્તિની ઇશ્વરીય દેન છે. હ્રુદયની આંતરિક ભાવનાથી આપણે નકકી કરીએ કે આ વસ્તુ આપણે કેવી બનાવવા ઇચ્છીએ છીએ અને આપણા મન, હ્રુદય અને શરીરથી પ્રયત્ન કરી ને બહારની દુનિયામાં આપણે સાબિત કરી શકીએ છીએ. આપણો ઇચ્છિત રસ્તો અને કુદરતી રસ્તો – આ બન્ને વચ્ચેનો સંઘર્ષ આપણે અનુભવીએ છીએ.

આપણી વ્યક્તિગત ઇચ્છાઓ અને આપણી સામે પ્રગટ થતી જીવનની વાસ્તવિકતાઓ વચ્ચે સંઘર્ષમાં આપણુ જીવન પુરું થાય છે. પરિસ્થિતિ સામે જ્યારે આપણો વિજય થાય ત્યારે આપણે ખુશ અને સંતુષ્ટ થઇએ છીએ, અને જયારે હારીયે ત્યારે માનસિક રીતે અસ્વસ્થ અને હારેલા નો અનુભવ કરીએ છીએ. આપણી ઇચ્છા અનુસાર જ્યારે બધુ બરાબર ચાલતુ હોય ત્યારે આપણે ખુશ રહીએ છીએ અને હરેક પરિસ્થિતિ ને આપણાં કાબુમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

પ્રશ્ન એ છે કે આ માર્ગ યોગ્ય છે? એવા ઘણાં બધાં પુરાવાઓ છે કે જ્યારે કુદરતી રીતે જ ઘણુ સારું બનતુ હોય છે. ગ્રહો પોતાની ધરી પર ફ્રર્યા કરે છે. એક નાનક્ડું બીજ મોટા વ્રુક્ષમાં પરીણામે છે. અબજો વર્ષોથી આબો હવા જંગલોને જાળવવામાં તેને પાણી પુરું પાડે છે. એક ફળદ્રુપ ગર્ભબીજ એક સુંદર નાના બાળકનું રુપ ધારણ કરે છે, આમાંનુ કોઇપણ આપણી ઇચ્છા શક્તિ પ્રમાણે આપણે કરતા નથી, તેમ છતાં જીવન શક્તિ (life force) ની અદ્‍ભૂત શક્તિથી આ બધું સર્વાંગ સુંદર પણે બન્યાજ કરે છે. આપણી આસપાસ અબજો વર્ષોથી રહેલ આવા અદ્‍ભૂત બનાવો જે દૈવી શક્તિથી ચાલી રહયા છે તેજ જીવન શક્તિની વિરુધ્ધ આપણે સભાન પણે રોજ જવા પ્રયત્ન કરીએ છીએ. કુદરતની કોઇ એવી શક્તિ છે જે સમગ્ર બ્રહ્માંડ ને ઉત્પન્ન કરે છે અને તેની કાળજી પણ રાખે છે, ત્યારે આપણું એવુ માનવુ કે આપણા પ્રયત્ન વગર કોઇ સારું થવું શક્ય નથી તે કેટલે અંશે યોગ્ય છે?
યોગ્ય શીર્ષક ન મળતાં – આને મેં “શરણાગતિનો પ્રયોગ” એવુ નામ આપ્યુ છે.

મનન માટે પ્રશ્નોઃ-
“શરણાગતિનો પ્રયોગ” નો તમારી દ્ર્ષ્ટિએ શું અર્થ છે? તમારી આસપાસની પરિસ્થિતિ ને પોતાની રીતે નિયંત્રિત કરવા ને બદલે તમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય એવો કોઇ પ્રસંગ વર્ણવી શકશો?
કયા અભ્યાસથી તમે કુદરતની આ શક્તિ ને સ્વીકારી તેની સાથે કદમ મિલાવી શકો? (એને અનુરૂપ થઇ ને ચાલો)

માઇકલ સીંગર ‘Untethered soul’ ના લેખક છે તેમની ‘The Surrender Experiment’ માંથી ઉધ્ધ્રુત.
 

Michael Singer is the author of Unthered Soul and above excerpt is from his upcoming book, The Surrender Experiment.


Add Your Reflection

34 Past Reflections