Sufficiency is Not Abundance

Author
Lynne Twist
35 words, 34K views, 21 comments

Image of the Weekપર્યાપ્તતા એટલે વિપુલતા નહીં

- લીન ટવીસ્ટ

આપણે એવા સાધનોનું રોકાણ કરતા શીખવું જોઈએ જેનો પ્રવાહ આપણા બધાનાં ભવિષ્ય માટે વેહ્તો રહે. આપણે એ સાધનોને એવી રીતે વહેતા મુકીએ કે જે આપણી પ્રતિબધ્ધતા અને ઉચ્ચ આદર્શો સાથે સુસંગત હોય. ક્યારેક આ પ્રવાહ નાનાં ઝરણાં કે ટીપાં રુપે કે ક્યારેક ધોધમાર વરસાદને લઈને ભયંકર પૂર રુપે આવતો હોય. આપણે આપણી ધન સંપતિને એવી રીતે વહાવીએ કે જે ધન આપણને વિશ્વાસપૂર્વક સોંપવામાં આવ્યું હોય તે આપણને સહુને સહજ સ્વરૂપે પુર્ણતાની પ્રાપ્તિ કરાવે નહિ કે પુર્ણતા પામવાનો મરણીયો પ્રયાસ. આ પ્રકારના જીવનને પર્યાપ્તતા યુક્ત જીવન કહીશું. આ જીવનને પ્રચુરતા કે આધિક્ય નહિ કહીએ. વિપુલતા એટલે જરૂરિયાત કરતાં વધારે હોવું. હું જે સંદર્ભમાં બોલું છું તે પ્રમાણે વિપુલતા એટલે અભાવની
વિરુધ્ધની દિશા. જો તમે જરૂરિયાત કરતાં વધારે મેળવવાનો પ્રયત્ન કરતા હો તો તમને એવો ડર છે કે જે છે તે પુરતું નથી.

પર્યાપ્તતા એ નિશ્ચિત છે. એનો અર્થ એટલોજ કે તમને જે વસ્તુની જરૂર છે તે પૂરતા પ્રમાણમાં તમારી પાસે છે. પર્યાપ્તતા નો સિધ્ધાંત આ પ્રમાણે છે:

તમને ખરેખર જેની જરૂર નથી તે વધારે પ્રમાણમાં મેળવવાનો પ્રયત્ન જતો (ના) કરવો.

જે વધારાનું મેળવવાનો આપણે બધાં પ્રયત્ન કરતા હોઈએ છીએ તેનાથી આપણી અંદરની પ્રચુર શક્તિનો વ્યય થાય છે. જો આ સિદ્ધાંતને અનુસરીએ તો આ શક્તિનો વ્યય અટકી શકે છે. જે છે તેનાથી સંતુષ્ટ હોવાથી તૃપ્તિ આવે છે.

આ ૨૧મી સદીમાં જે છે તે પર્યાપ્ત છે એ ધારણાને જયારે સ્વીકૃતિ મળી જાય ત્યારે એક નવો જ વર્ગ ઉભો થશે. જો મારી પાસે જે છે તે પર્યાપ્ત છે તે માનીને હું મારા જીવનને બદલવાનો પ્રયત્ન કરીશ તો મારી પાસે જે છે તે કુદરતી રીતે વ્યવસ્થિત રીતે વિકાસ પામશે. આ નવા પ્રકારની ધારણા આપણા જીવનમાં, આપણી ધનસંપત્તિ બાબતે એક નવીજ સંસ્કૃતિની સ્થાપના કરશે. આ બાબત આપણને શીખવે છે કે આપણે સંપત્તિનો સંચય (સંગ્રહ) કર્યા વગર તેની ફાળવણી કરીને કેવી રીતે જાણીતા બની શકીએ. ધીમે ધીમે આપણે આપણી જાતનું અને અન્ય લોકોનું મૂલ્યાંકન બાહ્ય સમૃદ્ધિથી નહીં પણ આંતરિક સમૃધ્ધિથી કરતા શીખીએ છીએ. આપણે દાનની પ્રથાનો કઇ રીતે અંત લાવીને, આપણી સંપત્તિને કેવી રીતે વ્યર્થ વ્યય કરવાને બદલે એવી રીતે રોકીએ જે આપણી આવનાર પેઢીની પણ સેવા કરી શકે.

જીવનમાં આપણે કેટલાય ધનિકો અને ગરીબોને જોયા છે. સત્ય હકીકત એ છે કે ગરીબથી ગરીબ વ્યક્તિ કે અતિ થી અતિ સમૃધ્ધ વ્યક્તિ, બંને માટે ધન સંપત્તિ જીવનનો એક ભાગ છે. પરંતુ આ સંપત્તિનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જે તે વ્યક્તિનું મૂલ્યાંકન કરે છે.

અમેરિકાનો અબજોપતિ હોય કે ગોન્ટેમાલનો ખેડૂત કે યુરોપનો કોઈ ઉદ્યોગપતિ કે ઈથોપિયાનો કોઈ નેતા- બધા સાથે ભાગીદારી કરીને જો તેમનો સમય, શક્તિ અને આર્થિક સંપત્તિનો સદુપયોગ કરે તો સહુને વર્તમાન તેમજ ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે.

લીન ટવીસ્ટ: “ ઇન ધ સોલ ઓફ મની” માંથી અનુવાદિત.

મનન માટેનાં પ્રશ્નો:
૧. પર્યાપ્ત- પુરતું- તમારા મતે શું સમજો છે?
૨. કોઈ વ્યક્તિગત એવો અનુભવ વર્ણવી શકશો કે જયારે તમે તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ છો- જેનાથી તમારામાં આંતરિક બળ ખૂબ વધ્યું છે?
૩. બહારની સમૃધ્ધિ કરતાં આંતરિક સંપત્તિ વધુ મૂલ્યવાન છે એ બાબત યાદ રાખવામાં શું મદદરૂપ થઇ શકશે?
 

Lynne Twist, in The Soul of Money.


Add Your Reflection

21 Past Reflections