What is Meditation?

Author
Vimala Thakar
42 words, 19K views, 7 comments

Image of the Weekધ્યાન કોને કહેવાય?


વિમલા ઠાકર


જીવનની આંતરિક અને બાહ્ય હલનચલન પ્રત્યે સચેત રેહવું તે ધ્યાન. સતત બધીજ પ્રક્રિયા પ્રત્યે સચેત રેહવું તે ધ્યાન. જો હું મારા સ્વભાવ ગત પ્રતીકારો, અને તેની ગતિ પ્રત્યે સભાન બનું તો હું પ્રતિકારથી મુક્તિ મેળવીસ. હું પ્રતિકાર ને રોકી નહીં શકુ કારણ કે આ મારા ચિત્તના જાણ્યા, અજાણ્યા મૂળમાં પડેલ છે. હું તેનું નિવારણ, છુટકો અથવા અવરોધી નહી શકુ.

પણ જો હું સભાન બનું, તેની વિષ્યાત્મક પડકાર ગતિથી ઉભા થતા જવાબી પ્રતીકારો અને તેના કારણોથી તો તે મુક્તિમાં પરિણમે. સભાનતા મને પ્રતીકારો ની વહેણમાં નહીં તાણી શકે પરંતુ તેની આગળ લઈ જશે. હું તેનો ભોગ નહીં બનું પણ હું તેમને સ્પર્ધાત્મક હોડની માફક જોઈ શકીશ. આ મારે માટે ધ્યાન છે. સમગ્રતાથી એકાગ્રતા જીવનનાં દરેક પગલે હોવી. ધ્યાનમાં કોઈ માનસિક પ્રવૃત્તિ હોતી જ નથી.

રોજબરોજ બનતી માનસિક પ્રક્રિયાની ગતિ, સમય મર્યાદા ને ઘટાડવી અને મૌન મય બનવુ તે ધ્યાન છે. આ ધ્યાન, અને મૌનનો પણ ગજબ વેગ હોય છે, તેમા તમારે કશું કરવાનું નથી. આ પ્રકારના મૌનથી શું શક્ય બને અને તે કેવી રીતે આગળ વધે તેમા તમારું “હું” પણું અથવા “મન” નું અસ્તિત્વ નથી રહેતુ, આ માત્ર અનુભવ ગમ્ય છે.

ધ્યાન તે કાર્યરત મનની ગતિ ને જોવું. તમે જો મનને બળજબરીથી મૌનમાં રહેવા કાર્યમાંથી ખેચિ લાવો તો તમે ક્યારેય તેને નહી સમજી શકો. કાર્યરત રહીને સાધેલા મૌનની સુંદરતા અપ્રતિમ હોય છે. ધ્યાન સમગ્ર જીવન પ્રત્યેનો અવનવો અભિગમ છે નહીં કે એકાંતવાસની અપેક્ષા. ધ્યાન વેગતી મુક્તિ આપનાર છે. જે તે પરિસ્થિતિ માં શબ્દો, વાણી, લાગણીઓ, અનુભવો અને સમય અને અવકાશ માં સંપૂર્ણતાથી અને સમગ્રતાથી જવું.

મુક્તિ કે નિર્વાણ એ કોઈ સાધ્ય નથી. તે અલગ નથી. તે બંધનથી અલગ નથી. આ બંધન ને જોવુ અને સમજવું આ પ્રક્રીયા થીજ બંધન થી મુક્તિ નો વિસ્ફોટ થાય છે. આ બે જુદા બનાવો નથી. આ બન્ને ને વેગળા કરીને જોવા શક્ય નથી. ઓરડાના અંધારા ખૂણામાં બેસીને પણ નહી પરંતુ સવારથી સાંજ સુધી સાક્ષીભાવે દર્શન કરતા રહેવું અને જે ઉદ્ભવે છે તેનો સ્વીકાર અથવા અસ્વીકાર પણ ન કરવો,માત્ર જોવું, તેની ગતિ, વેગ અને જે વીજળીક ઝડપે વિચારો આવે છે, અને આવા બે વિચારો વચ્ચેનો અંતરાય પણ જોવો.

ધ્યાન એ સમગ્ર જીવન અને હોવા પણા સાથે સંકળાયેલ છે. તમે તેમાં જીવો અથવા તેમાં ના જીવો, બીજા શબ્દોમા કહીએ તો તે બધીજ શારીરિક, માનસિક પ્રક્રિયાઓ સાથે એક રૂપ છે. આ પ્રમાણે નાનકડી મનના ક્ષેત્રમાંથી આપણે ધ્યાનને બહોળા ચૈતન્ય ક્ષેત્રમાં લઈ જાઈએ છીએ, જ્યાં તે તમે કેવી રીતે બેસો અથવા ઉભા રહો છો, કેવા ઈશારા અને વક્તવ્યનો આખો દિવસ ઉપયોગ કરો છો તેની સાથે સંકળાય છે. તમારી ઇચ્છા કે અનિચ્છા એ તમારા વર્તનથી તમારી આંતરિક પરિસ્થિતિ છતી થાય છે.

આ પ્રમાણે ધ્યાનનો પૂર્ણતાથી જીવવાની સાથેનો અનુબંધ એ આમૂલ પરિવર્તન ની પહેલી જરૂરીયાત છે.

વિમલા ઠાકર ની “મનના પરિવર્તન” માંથી ઉધ્ધ્રુત

મનનના પ્રશ્નો :
૧. બહારના પડકાર અને તેનાથી ઉદભવતી આંતરિક પ્રતિક્રિયા પ્રતિ સચેત થવાથી મુક્તિ મેળવવી શક્ય બને છે અને તેમા તેનો ત્યાગ અથવા તેને અટકાવતા ની જરૂર નથી – આવા લેખકના મત વિશે તમારું શું માનવુ છે.
૨. કાર્યરત રહીને પણ સંપૂર્ણ મૌન સાધવાનો તમારો કોઈ અનુભવ કે પ્રસંગ વર્ણવો.
૩. કેવી સાધના તમને ધ્યાનને બહોળા ચૈતન્ય ક્ષેત્રમાં લાવવા માટે મદદ કરે છે?
 

Excerpted from "Mutation of Mind" by Vimala Thakar.


Add Your Reflection

7 Past Reflections