Right Away is the Opposite of Now

Author
Jacob Needleman
54 words, 19K views, 13 comments

Image of the Week“અત્યારે જ” નો વિરોધાભાસ “ આ ક્ષણે જ ”છે.
અત્યારે જ- આ ક્ષણ વચ્ચેનો તફાવત”

જેકોબ નીડલમેન

કેટલાક વર્ષો પેહલા સાનફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનમાં હું મારા એક મહાન વિદ્વાન મિત્ર સાથે ફરતો હતો. તિબેટીયન લોકો જે અસાધારણ રીતે મનુષ્યની હાલાત વ્યક્ત કરે છે તે અચંબો પમાડે તેવી વાત વિશે મેં તેને પૂછ્યું. કલ્પના કરો કે દરિયાના ઉંડાણમાં એક બહુ પુરાણો કાચબો જે સો વર્ષે ફક્ત એક વાર શ્વાસ લેવા સમુદ્રની ઉપરની સપાટી પર આવે છે. ફરી કલ્પના કરો કે સમુદ્રમાં તરંગોને આધારે એક બે બળદને બાંધવાનું લાકડુ (ox yoke) કે જેમાં વચ્ચે એક કાણું છે તે તરે છે. હવે વિચારીએ કે એવું બને કે કાચબો શ્વાસ લેવા તેનું માથું પાણીની સપાટી પર બહાર કાઢે અને તેજ વખતે પેલા તરતા લાકડામાં મધ્યમાં જે કાણું છે તેમાં તે ભરાઈ જાય? પ્રોબેબીલીટી કેટલી? માનવ તરીકે જન્મવું પણ આવીજ કોઈ દુર્લભ ક્ષણ જ હોય છે.

અમારી વાતચીત દરમ્યાન મેં પુરુષો અને સ્ત્રીઓના ટોળા ગલીઓમાં અહીંથી તહીં દોડતા બતાવતા કહ્યું હજારો અને લાખો લોકો દુનિયામાં આ રીતે રઘવાયા થઇને ફરતા હોય છે તેનો નિર્દેશ કર્યો. મેં કહ્યું,” લોબસંગ બોલો- જો માનવ તરીકેનો જન્મ દુર્લભ હોય તો દુનિયામાં આટલાં બધા લોકો કેવી રીતે હોઈ શકે?”

મારાં મિત્રએ ચાલવાની ગતિ ધીમી કરી તે અટકી ગયા. તે ક્ષણવાર માટે થોભ્યા, જાણે મારાં પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરતા હોય. ત્યારે ઓચિંતાનોજ મને યાદ છે તેમ એકાએક પેહલીવાર બહુ જોરદાર અને ગાંડાઓની ભીડ આજુબાજુ ઉભરાઈ હતી. તેણે મારીસામે જોયું અને જવાબ આપ્યો, “ આમા માણસો તને કેટલા દેખાય છે?”

ક્ષણવારમાં હું આ વાર્તા પાછળનો વિચાર સમજી શક્યો. હું જે લોકોને જોતો હતો તેમાંનાં મોટાભાગના પોતાની આંતરિક અવસ્થામાં તે ક્ષણે હતા. ખરેખર તે ક્ષણે તેઓ માનવ તો હતા જ નહીં. તેઓ તો તિબેટીયનો જેને હંગ્રી ગોસ્ટસ કહે છે તેવા ભૂખ્યા ભૂત હતા. તેઓ ખરેખર અસ્તિત્વ ધરાવતા હોતા નથી. તેઓ ખરેખર “ત્યાંજ” નથી હોતા. તેઓ આપણા બધાની જેમ કૈક ને કૈક અત્યારે ને અત્યારે જ કરવાના ગાંડા વળગણમાં હોય છે. પરંતુ “હમણાંજ” એ “હમણાં” નું વિરોધી છે. જે વર્તમાન ક્ષણ હમણાંજ વીતી ગઈ છે તેનું વિરોધી છે. તે આપણને વધારે સમય સુધી દુઃખ આપી શકતું નથી. ભૂખ્યા ભૂત જેવા લોકો આવા સમયને વધારે ઝંખે છે. પરંતુ આ ભુખ્યા ભૂત જેમ વધુ સમય મેળવે છે તેમ તેઓ વધારે ભૂખ્યા થાય છે. આપણે ખરેખર જે સાચી રીતે જીવવાનું છે તે ઘણી ઓછી માત્રામાં જીવીએ છીએ, અને હું એ સમજ્યો કે વધારે સમય, વધારે દિવસો કે વર્ષો કે જેને આપણે ઝંખીએ છીએ તે આ જ વર્તમાનની ક્ષણ છે.

આપણી વધતી જતી કામમાં ગળાડૂબ હોવાની ભાવનાને લીધે આપણને આ ક્ષણ ઉપલબ્ધ નથી. આતો કેવી ઝેરી ભ્રમણા છે.

મનન માટેનાં પ્રશ્નો:
૧. “અત્યારેજ” એ “હમણા” નું વિરોધી છે તેને આપ કેવી રીતે મૂલવશો?
૨. તમે તમારા જીવનની એવી કોઈ ઘટના વર્ણવી શકશો કે જયારે તમે “અત્યારે જ” થી જુદા થઇને “હમણાં” માં પ્રવેશ થયા હો?
૩. તમારી જાતને “ભૂખ્યા ભૂત” બનવાથી રોકવા તમે શું અભ્યાસ કરશો?

જેકોબ નીડલમેનના પુસ્તક “ Time and Soul”માંથી ઉધ્ધૃત
 

excerpted from Jacob Needleman's book "Time and the Soul"


Add Your Reflection

13 Past Reflections