Why Are We Running Out of Time?

Author
Jacob Needleman
34 words, 110K views, 2 comments

Image of the Weekસમયનો અભાવ શા માટે અનુભવાય છે?

- જેકોબ નીડલમેન

સમયના અભાવનું કારણ કેવળ ટેકનોલોજી જ નથી. આપણા જીવન પર તેની અસર, એ પરિણામ છે, કારણ નથી. આપણી આંતરિક પ્રતિભામાં કોઈ અદ્રશ્ય વેગયુક્ત પ્રક્રિયા આપણામાં સ્થાન મેળવી રહી છે. આપણે કોમ્યુનિકેશન ટેકનોલોજીના પરિણામ રૂપ માનીએ (જેવા કે ઈ-મલ, વોટ્સએપ વિગેરે) જેની તાત્કાલિક સામાજિક વ્યવહારમાં ક્ષમતા- અથવા કોમ્પુટરાઈઝેસન- પેહલાં કોઈ માનવીની માનસિક ક્ષમતાનો ઉપયોગ કરવો જરૂરી હતો- અને તેમાં આપણી શારીરિક ઉપસ્થિતિની પણ જરૂર પડતી. માનવજીવનનું તદ્દન પરિવર્તન પણ નવી ટેકનોલોજી દ્વારા થયું છે, જેને આપણે પ્રોગ્રેસ કે પ્રગતિ કરી તેમ માનીએ છીએ જેમાં માનવ ઓછામાં ઓછા કોન્સીયસ એટેનસનથી પોતાની પ્રવૃત્તિ કરી જીવન જીવી શકે છે.

ધ્યાનપૂર્વક સજગતાથી કામ કરવાની ખરી ક્ષમતાની જાણ આધુનિક વિજ્ઞાનને નથી. માનવતાને માપવાનું ખરું માપદંડ એજ છે અને તે ખુબજ અનિવાર્ય છે. પુરુષ હોય કે સ્ત્રી. વિશ્વના દરેક આધ્યાત્મિક શિક્ષણના હાર્દમાં આજ વાત રહેલી છે. આધુનિક ટેકનોલોજીના પરિણામરૂપે તેઓ વિશ્વને ભૌતિક વસ્તુઓની ભેટ ધરે છે. જેમાં પણ ઘણાં ભયસ્થાનો રહેલા છે. પરંતુ આધુનિક સંસ્કૃતિમાં તેનો ઘણો જોરદાર પવન ફુંકાયો છે. તેઓ માને છે કે તેઓ માનવોને ઘડવામાં – તેઓની ઈચ્છાઓની પૂર્તિ માટે મદદરૂપ છે પણ ખરેખર તેનું પરિણામ શું આવશે તે તેઓ જાણતા નથી. મનુષ્યએ તેઓમાં રહેલ ભૂતકાળના ચારિત્રિક અને નૈતિક મૂલ્યોનાં ગૂઢ અર્થને સમજ્યા વગરજ ત્યજી દીધાં છે. દા.ત. માનવીની સજગતાની અનન્ય શક્તિ જેમાં મનુષ્યનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સમાયેલો છે.

ખરા અર્થમાં ઉપસ્થિત થવું એટલે હૃદયપૂર્વકની જાગૃતિ. માનવની આ શક્તીજ તેને માનવ તરીકે ઓળખાવવાની ચાવી છે. આમ પરિવર્તનનો વેગ જ આપણા સમયના અભાવનું કારણ નથી, તે એક આધ્યાત્મિક હકીકત છે કે માનવતા અદ્રશ્ય થઇ રહી છે, દુનિયામાંથી અને વ્યક્તિમાંથી.
સમય અદ્રશ્ય થતો જાય છે કેમકે આપણે આપણી જાત સાથે કેવી રીતે રેહવું, કે આપણા પ્રત્યે સતત સભાન કેવી રીતે રેહવું તેજ ભૂલી ગયા છીએ.

જેકોબનાં- “સમય અને આત્મા” માંથી

મનન માટેનાં પ્રશ્નો:
૧. જાગૃતિપૂર્વકનું અવધાન એજ ખરા અર્થમાં હજાર રેહવું (ઉપસ્થિત રેહવું) છે તે બાબત કેવી રીતે મૂલવશો?
૨. કોઈ એવો પ્રસંગ રજુ કરી શકશો કે જયારે પ્રયત્નપૂર્વક સજગ ઉપસ્થિત રહયા હોવ?
૩. સજગતાપૂર્વકના અવધાનનો અભ્યાસ એટલે તમારી દ્રષ્ટીએ શું છે?
 

by Jacob Needlman, excerpted from "Time and the Soul." 


Add Your Reflection

2 Past Reflections