The Pleasure of Serving

Author
Gabriela Mistral
44 words, 32K views, 13 comments

Image of the Weekસેવાનો આનંદ
- ગેબ્રીયલા મિસ્ટાલ

સમગ્ર પ્રક્રુતિ સેવા કરવા માટે તત્પર છે. વાદળો, પવન અને હળથી ખેડેલી ખાડા વાળી જમીન.

જયાં ઝાડ ઉગાડવાનુ હોઇ ત્યાં તમે પેહલા થજો, અને જ્યાં કરેલી ભૂલોને જતી કરવાની હોઇ ત્યાં પણ તમેજ હજો.

ખેતરમાં પડેલા મોટા પત્થરો, માનવ હ્રુદય્માંથી નફરત કે તિરસ્કારની ભાવનાને અને જણાતાં પ્રશ્નો કે મુશકેલભરી પરિસ્થિતિ ને દૂર કરવામાં પણ તમે એક હો.

ડાહયા કે બુધ્ધિશાળી બનવામાં આનંદ છે, પરંતુ આ બધા કરતા સેવા નો આનંદ અગણિત છે.

જો બધુંજ આપમેળે થઇ જતું હોત તો, ગુલાબના છોડ વાવવાના ન હોત, કે કોઇ સાહસ ભરેલુ કાર્ય કરવાનું ન હોત તો જીંદગી કેટલી નિરસ બની જાત.

સરળ કામોથી તમારી જાત ને સંતુષ્ટ ન માનો. બીજાઓ જે કામથી દૂર ભાગતા હોય તે કરવામાં વધુ આનંદ છે.

મોટા કામો કરવામાં જ પૂર્ણતા ગણાય એવા ભૂલ ભરેલા ખ્યાલ માં ન રહો, પરંતુ સેવાના નાના કામો પણ સારાજ છે જેમકેઃ-
ટેબલ ને વ્યવસ્થિત સજાવવું.
પુસ્તકો ને વ્યવસ્થિત રીતે મૂકવા,
નાની બાળકીના વાળ ઓળી આપવા.

કેટલાક આવા નાના કામોની નિંદા કરે છે. બીજા કેટલાક તેનો સંપૂર્ણ નાશ કરે છે.

પરંતુ તમે કેવળ સેવાની ભાવનાથી આવા કાર્યો કરો. સેવા એ કંઇ મજૂરી કે નાના બની જવાની પ્રક્રિયા નથી. ઇશ્વર, જે આપણને ફળો અને પ્રકાશ આપે છે તે પણ સેવાજ કરે છે. જે સેવા કરે તેને ભગવાન (God) આ નામ આપવું જોઇએ.

એની (પરમાત્માની) આંખો આપણાં હાથ ઉપર હોય છે. દિવસના અંતે તેઓ આપણને પૂછશે – આજે તમે કોઇ સેવા આપી? કોણે આપી? વ્રુક્ષોને, કોઇ તમારા મિત્ર ને કે તમારાં માં ને.

લેખકઃ તેમને ૧૯૪૫ માં સાહિત્ય માટે નોબલ પ્રાઇઝ મળ્યું છે. ૧૯૫૩ ના જોસ માર્ટિનની ૧૦૦મી પુણ્યતિથિ નિમિત્તે ગવાયેલા ‘Tala’ માંથી આનું ગાન કરાયુ હતુ.

ચિંતન માટેના પ્રશ્નોઃ સેવાના કામો મજુરી અથવા નાના માણસ ગણાવવું તે વિશે તમારો શો વિચાર છે?
બીજા જે કામથી કંટાળતા હોય તે કામ પુરૂં કરવામાં તમને ખુશી જણાશે? સેવાના નાના કામોમાં પણ આંતરિક ખુશી કેટલી મળે, તે રીતે તમારી જાતને કઇ રીતે કેળવશો?
 

Gabriela Mistral received the 1945 Nobel Prize for Literature. This poem is from the collection Tala recited on the occasion of the 100th anniversary of José Martí’s birth, in January 1953.


Add Your Reflection

13 Past Reflections