પાંચ પ્રાર્થના
- થીક
ના થાન
કૃતજ્ઞતા પૂર્વક હું નમન કરું છું, મારા પૂર્વજો ને જેની સાથે મારે લોહીની સગાઈ છે
હું મારા માતા-પિતા ને જોઉ છું, જે મારું રક્ત માંસ અને શક્તિ મારી દરેક નાડીમાં અને મારા અણુ એ અણુંમાં વહે છે. તેમના દ્વારા મને મારા ચાર બા-દાદા ના દર્શન કરું છું. મારી અંદર હું આખા ખાનદાન ના સુ: ખ, દુઃખ, સમજ, રક્ત, અનુભવ અને જીવનને ધારણ કરું છું. હું દિલ, માસ, હાડકાં ખોલીને તેઓ ના પ્રેમ, જ્ઞાન અને અનુભવ ના તરંગો ઝીલવા તૈયાર છું. હું જાણું છું કે માતા પિતા અને બા-દાદા કાયમ તેમના બાળકો અને પૌત્ર, પૌત્રી ઓ ને ભરપૂર પ્રેમ અને સહારો આપે છે, પરંતુ કોઈ મુશ્કેલી ને કારણે આ બાબત ને પ્રગટ કરી નથી શકતા.મારા પૂર્વજો ની વૃધ્ધિના ભાગ રૂપે હું મારા દ્વારા તેમની શક્તિ ને વહેવા દઉં છું. અને તેઓને ટેકો, સંરક્ષણ અને શક્તિ માટે પ્રાર્થના કરું છું.
કૃતજ્ઞતા પૂર્વક હું નમન કરું છું, મારા આધ્યાત્મિક પરિવારના પૂર્વજો ને
મારી અંદર હું મારા ગુરુના દર્શન કરું છું. જેમણે મને સમજ અને પ્રેમનો, શ્વાસ લેવાનો, સ્મિતનો. ક્ષમા ભાવનાનો અને ઊંડાણથી પ્રત્યેક ક્ષણ માં જીવવાનો માર્ગ ચીંધ્યો છે.
હું બુદ્ધ, ઈશુ, ખ્રીસ્ત અને એવા આદિપુરુષો અને આદિમહિલા ઓને મારા ગુરુ તરીકે અને મારા આધ્યાત્મિક પૂર્વજો તરીકે જોઉ છું. હું મારા શરીર અને હૃદયને ખોલીને તેઓની સમજણ, કરુણા અને પ્રબુદ્ધ વ્યક્તિત્વ થી સંરક્ષણ, તેમની શીખ, અને અનેક જન્મો ની સામૂહિક સાધના નું બળ મેળવવા તત્પર છું. હું પ્રણ લઉં છું કે મારી અંદરના દુઃખ અને દુનિયાના દુઃખ ને બદલાવવા સાધના કરતો રહીશ. અને તેની તરંગો આવતા જન્મોના સાધકો સુધી વહેતા કરીશ. મારા આધ્યાત્મિક પૂર્વજો કઈંક મુશ્કેલીને કારણે પોતાની શીખ નથી વહાવી શક્યા, પણ તેઓ જેવા છે તેનો હું સંપૂર્ણ સ્વીકાર કરું છું.
કૃતજ્ઞતા પૂર્વક હું આ ધરતી ને નમન કરું છું અને એ બધા પૂર્વજો ને જેને મને આ આપ્યું
હું જોઉં છું એ પૂર્ણ, સુરક્ષિત પોષણ આ ધરતી દ્વારા મેળવું છુ. અને તેવો બધા જીવોની મદદથી જેના હોવાથી મારું જીવન મૂલ્યવાન બન્યું છે. હું ચીફ સિયેટલ, થોમસ જેફરસન, ડોરોથી ડે. સીઝર શાવેઝ, માર્ટીન લ્યુથર કીંગ, જુ., અને તેવા જાણ્યા અજાણ્યા ને જોઉં છું. હું તેમને જોઉં છું જે મને સખત મહેનતથી સ્કૂલ, હોસ્પિટલ, રસ્તા, બાંધ બંધાવ્યા, જેમને માનવ અધિકારના રક્ષણ માટે કામ કર્યું, જેમને વિજ્ઞાન અને કળા ને વિકસાવવા મહેનત કરી, અને જેમને આઝાદી અને સામાજીક ન્યાય માટે લડતો કરી. હું મારી જીતને અમેરિકાના મૂળભૂત પૂર્વજો ને સ્પર્શતો અનુભવું છું. જેઓ આ ધરતી પર લાંબો સમય રહયા છે અને તેમને પ્રકૃતિ સાથે ઐકય કેળવી શાંતિથી જીવતા આવડે છે. તેઓ પર્વતો, જંગલો, પ્રાણીઓ, વનસ્પતિ અને ખનીજ તત્વો નું રક્ષણ કરે છે. આવી ધરતી ની શક્તિ નો સંચાર હું મારા શરીર અને આત્મામાં થતો જોઉં છું અને તેના દ્વારા મને સહકાર અને સ્વીકાર નો અહેસાસ થાય છે. હું પ્રણ લઉં છું કે આ શક્તિ ને હું સાચવીશ અને અભિવૃધ્ધ કરી ને આવતી પેઢીઓ સુધી વહેતી કરીશ. હું પ્રણ કરું છું કે આ સમાજની અંદર રહેલ આંતક, નફરત અને ભ્રાંતિ ને બદલાવવા માં મારો ફાળો આપીશ જેથી આવનારી પેઢીયો ને સુ: ખ, શાંતિ અને સુરક્ષિતતા લાગે. હું આ ધરતી પાસે સંરક્ષણ અને સહકારની પ્રાર્થના કરું છું.
કૃતજ્ઞતા અનેકરુણા પૂર્વક હું મારા સ્નેહીઓને નમન કરું છું અને મારું તેજ અર્પું છું
જે બધું તેજ મને મળ્યું છે તે મારે હવે મારા માતા પિતા ને અર્પણ કરવું છે, અને તે બધાને જે ને હું ચાહું છું અને જેઓ એ મારા ખાતર દુઃખ અને ચિંતા વેઠી છે. હું જાણું છું કે દૈનિક જીવનમાં હું સાવધ નથી રહી શક્યો. હું એ પણ જાણું છું કે મને પ્રેમ કરનારા લોકો ને પોતાની પણ મુશ્કેલીઓ હતી. તેઓ એ દુખ વેઠયું કેમકે કદાચ તેઓ એટલા ભાગ્યશાળી ન હતા કે તેમને વિકાસ માટે પરંતુ વાતાવરણ અને સહાય મળે. તે બધાજ સ્વસ્થ અને આનંદી રહે. હું પ્રાર્થના કરું છું કે મારા લોહીના સગા અને આધ્યાત્મિક પરિવારો પોતાની શક્તિઓ આ લોકો તરફ વાળે અને તેમનું સંરક્ષણ અને સહાય કરે. હું અને તમારા ચાહકો એકજ છીએ.
સમજણ અને કરુણા પૂર્વક, હું જેમને મને દુઃખ પહોંચાડયું છે તેમની સાથે સંધિ મેળવવા નમન કરું છું
હૃદયના દ્વાર ખોલીને હું મારા પ્રેમ અને સમજણ ની શક્તિ ને તેના તરફ મોકલું છું જેઓ એ મને દુઃખી કર્યો છે, જેમણે મારા જીવન ના ઘણા ભાગને નષ્ટ કર્યું છે અને મારા વ્હાલાના જીવનને પણ હું હવે જાણી ગયો કે આ બધાજ લોકોએ પારાવાર દુઃખ ભોગવ્યું છે અને તેઓના હૃદય વેદના, આક્રોશ અને નફરત થી ગ્રસ્ત છે. હું પ્રાર્થના કરું છું કે તેઓ નો અનુભવ જીવવા ના આનંદ માં પલટાય, તો તેઓ પોતાને અને બીજાને દુઃખી કરવા નું અટકાવી શકે. તેમનું દુઃખ જોઇને તેમના પ્રત્યે કોઈપણ ગુસ્સો કે નફરત ની લાગણી મારામાં ન ઉદ્ભવે. તેઓ દુઃખ મુક્ત બને. મારી અંદર રહેલ પ્રેમ અને સમજણ હું તેમના તરફ વહાવું છું અને મારા બધા પૂર્વજો ની આમાં મદદ માગું છું.
‘The Five earth touchings’ માંથી ઉદધૃત - થીક ના થાન
મનન નાં પ્રશ્નો:
૧. તમારા માટે આ પાંચ પ્રાર્થના શું સૂચવે છે?
૨. કોઈ એવો પ્રસંગ વર્ણવો જ્યારે કોઈ પ્રાર્થના તમને સ્પર્શી ગઈ હોય.
૩. બધા પ્રત્યે કૃતજ્ઞતા નો ભાવ કેવી રીતે કેળવી શકાય?